________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
કલશામૃત ભાગ-૨
રિજનનાં ઘરેથી (ભલે ) છપાય તેનાથી પુસ્તકમાં શું થયું?
66
અહીંયા તો કહે છે– “સ્વપ૨ પરિણતિ પ્રસિદ્ધ છે” આહા... હા! શું કહે છે? પોતાનું દ્રવ્ય જે વસ્તુ અને ગુણ જે શક્તિ અને પર્યાય તેની અવસ્થા છે.. તે પ્રસિદ્ધ છે. પોતાના આત્મામાં ઉત્પાદ-વ્યય અને ધ્રુવ છે. નવી અવસ્થાનું ઉત્પન્ન થવું જૂની અવસ્થાનો વ્યય થવો અને સદેશરૂપ ધ્રુવનું રહેવું તે પ્રસિદ્ધ છે. હવે આત્મા સિવાય બીજા ૫૨ શેયો છે તેના પણ દ્રવ્ય-ગુણ અને પર્યાય પ્રસિદ્ધ છે અને તેના ઉત્પાદ–વ્યય ને ધ્રુવ પ્રસિદ્ધ છે. બન્નેને જાણવાવાળો ભગવાન જ્ઞાતા છે. કાલે ચાલ્યું 'તું પણ આજે ફરીથી બીજી રીતે ચાલ્યું. આ ચીજ તો સમુદ્ર છે. –કુંદકુંદાચાર્ય અને દિગમ્બર સંતોની વાણી તો સમુદ્ર છે.
આવે છે.. કે..
“ સહેજે સમુદ્ર ઉલસિયો, જેમાં મોતી તણાતાં જાય, ભાગ્યવાન ક૨ વાવરે, એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય, ભાગ્યહીન ક૨ વાવરે, એની શંખલે મુઠ્ઠીઓ ભરાય.
,,
અરે... રે ! જન્મ મરણ કરી કરીને મરી ગયો. ૨૫-૨૫ વર્ષના યુવાનને હાર્ટફેઈલ થાય છે. દેહની સ્થિતિ પૂરી થવામાં તે તો નિમિત્ત છે. દેહની સ્થિતિ પૂરી થવાની એ પણ નક્કી છે. એક ૨૬ વર્ષનો યુવાન છોકરો આપણા કાઠિયાવાડનો હતો. ત્યાં લાખો છોકરામાં તે ૯૦% પાસ થયો અમેરીકામાં, આપણા લોકો કહે–અમે તેનું સન્માન કર્યા વિના નહીં જવા દઈએ. તે દેશમાં આવવાનો હતો, તેણે માલ સામાન બાંધીને તૈયા૨ રાખેલો. માન સન્માન લોકોએ બહુ આપ્યું. રાત્રે ૧૧ વાગ્યે સુતો... સવારે જ્યાં જુએ તો ખલાશ. હાર્ટ ફેઈલ થઈ ગયું. પ્રભુ ! આ દેહની સ્થિતિ તેનું જે થવાનું તે થશે. ઇન્દ્ર પણ એક સમય વધારી શકે ? ક૨વાનું કામ તો આ છે.
અહીં કહે છે−હું તો સ્વપ૨ પરિણતિનો જાણવાવાળો જ્ઞાતા છું. ૫૨ની પરિણતિનો કરવાવાળો અને તે મારું કાર્ય તે તો વાત છે જ નહીં. પરંતુ મારી પરિણતિનો હું કરવાવાળો અને હું કર્તા એ પણ વ્યવહારથી છે.
શું કહ્યું ? પ્રભુ ! મારી ધર્મની પરિણતિ જે થઈ, જ્ઞાતા-દૃષ્ટાની પર્યાય થઈ તે મારું કાર્ય અને હું તેનો કર્તા તે પણ ઉપચારથી છે. કેમકે દ્રવ્ય પર્યાયનો કર્તા નથી. પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનો કર્તા દ્રવ્યને કહેવો તે ઉપચાર-વ્યવહાર છે. સમજમાં આવ્યું !? મને ન સમજાય એમ ન માનવું પ્રભુ! આત્મા તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળો છે. એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લ્યે છે ને નાથ ! હું નહીં સમજી શકું તેમ ન માનવું. સમજમાં નથી આવતું (તેવો અભિપ્રાય જ ) તે જ તેને સમજવા દેતો નથી.. સમજમાં આવ્યું!?
આહા... હા ! આત્મા જ્ઞાતા છે તેમાં પોણો કલાક ચાલ્યું !
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk