________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૬૯ આત્મા તેનો કર્તા તેમ નથી. પ્રતિમાના જે પરમાણું-રજકણ છે તે પોતાની પર્યાયનો કર્તા પરમાણું છે. અજ્ઞાની એમ માને છે કે-મેં શુભભાવ કર્યો તેથી અહીંયા પ્રતિમાનું સ્થાપન થયું, પરંતુ તેમ નથી. આખીએ વસ્તુ સ્થિતિની માન્યતામાં મોટો ફેર.
શ્રોતા:- અહીંયા તો નથી લખ્યું?
ઉત્તર- અહીં શું કહે છે... “જે કોઈ સત્તામાત્ર વસ્તુ,”શું સિદ્ધાંત કહે છે-કોઈ હોવારૂપ ચીજ, મૌજુદગી ચીજ, સત્તામાત્ર વસ્તુ છે તે પરમાણું હો કે આત્મા હો તેની કોઈ અવસ્થા છે કે નહીં ? સત્તામાત્ર વસ્તુની વર્તમાન જે અવસ્થા થાય છે તે રૂપ પોતે જ છે. તે અવસ્થારૂપે તે ચીજ જ છે. માટીમાંથી ઘટની અવસ્થા થઈ તો તે ઘટનો કર્તા માટી જ છે કુંભાર નહીં. રોટલીની અવસ્થા થઈ તો તે રોટલી રૂપ અવસ્થા તાવડીથી થઈ છે તેમ નથી. અહીં એમ કહે છે તે રોટલીના રજકણની સત્તા ભિન્ન છે અને તવાના રજકણની સત્તા ભિન્ન છે. રોટલીની જે અવસ્થા થઈ છે તે લોટના પરમાણુની છે. લોટ તેનો કર્તા છે અને રોટલીની અવસ્થા તેનું કાર્ય છે. રોટલી છે તે સ્ત્રીનું કાર્ય છે તેમ ત્રણકાળમાં નથી.
પ્રશ્ન:- આ સોનગઢનું એકાંત કથન છે ને?
ઉત્તર- ભાઈ, સમ્યક એકાંતનું કથન છે. સિદ્ધાંતનો નિયમ તો આ છે. નિયમ પ્રમાણે, સ્વભાવને લઈને (અમે) ચાલીએ છીએ. એમાં કોઈ ગરબડ કરી હૈ કે હું પરનો કર્તા છું અને પર મારામાં કરાવે છે તે ભ્રમ અને અજ્ઞાન છે. બીજી વાત કેઆત્મામાં જે રાગાદિ પુણ્ય-પાપના ભાવ થાય છે એ આત્માનું કાર્ય અને અજ્ઞાની તેનો કર્તા છે, પરંતુ વિકારનો કર્તા કર્મ છે અને કર્મનું કાર્ય આ રાગાદિ વિકાર છે-તેમ છે નહીં. સમજમાં આવ્યું?
શું કહ્યું? જે એમ માને છે કે કર્મનો આવો ઉદય આવ્યો તેથી અમારે આવો વિકાર કરવો પડ્યો તે મૂઢ છે. ભાઈ, આવી સૂક્ષ્મ વાત છે. એ કર્મ છે તો તે તેની સત્તામાં છે. તેની મૌજુદગી છે. કર્મરૂપી જે અવસ્થા થઈ છે તેનો કર્તા તો તે જડ કર્મ છે. પરંતુ કોઈ એમ માને કે આત્મામાં વિકાર થયો તેનો કર્તા જડકર્મ છે અને વિકાર છે તે કર્મનું કાર્ય છે, તો તેવું ત્રણકાળમાં નથી. આત્મા સદા પોતાની પરિણતિથી પર્યાયમાં પરિણમે છે. કર્મની પર્યાય પોતાથી પરિણમે છે. બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પરંતુ કર્તાકર્મ સંબંધ નથી. આવી વાત કદી સાંભળીય નહીં હોય!? આખો દિ' હું કરું હું કરું માં કાઢે છે. પેલા નરસિંહ મહેતા કહે છે
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે.” બસો મણ વજન જેટલું ગાડું હોય તેની નીચે કૂતરો ચાલતો હોય, ગાડાનું ઠાઠું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk