________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
કલશાકૃત ભાગ-૨ વસ્તુ છે? કે અસત્તા અર્થાત્ તેની નાસ્તિ એટલે અવસ્તુ છે? તે સત્તામાત્ર વસ્તુ છે. તે વસ્તુની અવસ્થા પલટીને અહીં આવે છે. તે અવસ્થાનો કર્તા પરમાણું છે. મેં આ રાગ કર્યો માટે મને પૈસા મળ્યા તે ભ્રમ, અજ્ઞાન અને પાખંડ છે. ભાઈ! આ તો અધ્યાત્મ શબ્દ છે. આ કોઈ કથા-વાર્તા નથી.
અહીં માટીનું દૃષ્ટાંત આપે છે. માટી માંથી જે ઘટ થાય છે તે માટી સત્તામાત્ર વસ્તુ છે. માટીનું અસ્તિત્વ છે તેમાંથી ઘટની પર્યાય થાય છે તે માટીનું કાર્ય છે અને માટી તેનો કર્તા છે અને ઘટ તેનું કાર્ય છે. પરંતુ કુંભાર કર્તા અને માટીનો ઘટ તેનું કાર્ય તેવું ત્રણકાળમાં છે નહીં.
એવી રીતે સમુદ્ર છે તેમાં જે તરંગો ઉઠે છે તે તરંગ તેનું કાર્ય અને સમુદ્ર તેનો કર્તા છે. પવન વાય છે અને તેની ઝપટ લાગી માટે પવનથી તરંગ ઉઠે છે અને એ તરંગ પવનનું કાર્ય છે તેમ છે નહીં. આવી વાત છે ભાઈ ! તત્ત્વ ઘણું સૂક્ષ્મ છે. લોકોને ખ્યાલમાં પણ નથી. આવું તત્ત્વ સાંભળ્યું નથી, સમજ્યા નથી અને અંધાધૂંધીમાં ને અંધારામાં અનંતકાળ ગયો.
પ્રશ્ન- જો ત્યાં પવન ન હોય તો સમુદ્રની લહેર (તરંગ) પણ ન હોય?
ઉત્તર તરંગમાં પવન નિમિત્ત છે. પવનની પર્યાય પવનમાં છે. પવન જે વાય છે. તે પણ પરમાણું છે કે નહીં? તે સત્તામાત્ર વસ્તુ છે કે નહીં? પવનનું વાવું તે અવસ્થા પવનની છે કે સમુદ્રની છે? સમુદ્રમાં જે તરંગ ઉઠે છે તે અવસ્થા સમુદ્રની છે કે પવનની અવસ્થા છે? સમજમાં આવ્યું? વાત જરા સૂક્ષ્મ છે ભાઈ !
અહીં તો ભેદજ્ઞાનની વાત છે. પ્રત્યેક પદાર્થ ભિન્ન છે. જે ભિન્ન છે તેની અવસ્થાને ભિન્ન તત્ત્વ કરે છે. ભિન્ન અવસ્થાનો કર્તા આત્મા છે તે મિથ્યા શ્રદ્ધા, જૂઠી માન્યતા છે, તે અસનું સેવન કરે છે. અનંતકાળથી આવું કયારેય સાંભળ્યું નથી. તેણે એમને એમ જિંદગી ગુમાવી છે.
લોકો તો એમ કહે છે કે કુંભાર વિના ઘડો થતો નથી. અહીં ભગવાન એમ કહે છે કે-માટી વિના ઘડો થતો નથી. કુંભારથી ઘડો થતો નથી.
શ્રોતાઃ- બન્ને વાત માન્ય રાખવી !?
ઉત્તરઃ- બન્નેની માન્ય રાખવી. કેવી રીતે? કુંભારની અવસ્થાનો કુંભાર કર્તા અને ઘટની અવસ્થાનો માટી કર્તા. કુંભારે ઘટનો કર્તા અને માટી પણ ઘટનો કર્તા આ રીતે બન્નેની વાત માન્ય તેમ નહીં. સમજમાં આવ્યું?
તેમ અંદરમાં ભગવાન આત્મા છે તે રાગની પર્યાય, પુણ્ય-પાપના ભાવની અવસ્થાને કરે પરંતુ પૂજા આદિની દ્રવ્ય ક્રિયાને કરે તેમ છે નહીં. ભગવાનની પ્રતિમા સ્થાપવાનો ભાવ થયો તો તે શુભભાવ છે. પરંતુ પ્રતિમાને સ્થાપવાની ક્રિયા કાર્ય અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk