________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૬૭
કર્તા છે; પરંતુ આત્મા તેનો કર્તા અને તે આત્માનું કાર્ય તેમ ત્રણકાળમાં છે નહીં. ડોકટ૨ ! આ લોજીક ઝીણું છે.
આ ડોકટર નાડીને બરાબર જોઈ અને પછી ઇંજેકશન લગાવે છે ને! તો એ ઇંજેકશનની અવસ્થાના કર્તા ઇજેકશનના રજકણ છે. શરી૨ના કા૨ણે ઇંજેકશનની અવસ્થા અંદર જાય છે તેમ નથી. આ આંગળીની પર્યાય છે તેનો કર્તા ૫૨માણું છે. આંગળીથી શરીર દબાવીએ અને જે ખાડા પડે તેનો કર્તા આ આંગળી નથી. આ ડોકટર આવ્યા છે ને !
કહે છે–તા૨ા પરિણામ જે રાગાદિ થાય તેનો અજ્ઞાનભાવે કર્તા છો, તે પણ અજ્ઞાનભાવે આ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ આવે તે રાગ છે. એ રાગ મારું કર્તવ્ય છે અને એ રાગનો હું કર્તા છું તે માન્યતા અજ્ઞાન ભાવે બરોબર છે.
.
રાગનો વિકલ્પ જે ઉઠે છે પછી તે દયા-દાન, વ્રત-ભક્તિનો હો કે કામ-ક્રોધાદિકનો રાગ હો... પરંતુ એ રાગ અવસ્થા છે. “ ય: પરિણમતિ સ ર્તા ભવેત્” જે રાગ થાય છે તેનો કર્તા આત્મા અને રાગ તેનું કર્મનામ કાર્ય તેવું અજ્ઞાનભાવે છે. ‘ સત્તામાત્ર વસ્તુ રૂપ પોતે જ છે. ’ આ જે ભાષા-અવાજ નીકળે છે તે ૫૨માણુની જે સત્તા છે તે ભાષા ૨જકણની સત્તાની અવસ્થા છે. જે પલટે છે તે અવસ્થા છે.
તે
“ જે કોઈ સત્તામાત્ર વસ્તુ તે જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે તેથી તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ ‘ કર્તા ’ પણ હોય છે.”
૫૨માણું હો કે આત્મા, તે ચીજનું અસ્તિત્વ-સત્તા-મૌજુદગી છે. એ સત્તામાત્ર વસ્તુ વર્તમાન અવસ્થાએ પરિણમન કરે છે. એ અવસ્થા તેનું કાર્ય છે.. અને વસ્તુ તેનો કર્તા છે. ભાષા તો સમજમાં આવે છે ને ? કઠણ વાત છે ભાઈ !
અહીં એમ કહે છે.. જે આ ઇંજેકશનની પર્યાય હો કે આ દવાની અવસ્થા હો ! એ જે દવાની અવસ્થા છે તે પરમાણુંની અવસ્થા છે. તે અવસ્થાનો કર્તા આત્મા છે તેમ છે નહીં. આ તમારે પૈસા આવે છે ને પૈસા તે ૫૨માણું છે- માટી–ધૂળ છે. પૈસા હો કે નોટ હો કે હીરા માણેક હો ! એ તો જડ છે એ જડના રજકણનું અસ્તિત્વ છે–મૌજુદગી છે– સત્તા છે. ચીજ છે તેના એ પૈસા જે આવે છે તેની અવસ્થાનો કર્તા તો પૈસાના રજકણ છે. અજ્ઞાની કહે છે કે–હું કમાયો, મેં ધંધામાં ધ્યાન રાખ્યું; તેં ધ્યાન રાખ્યું તે તો રાગ છે અને પૈસા રાગથી આવે છે? એમ કહે છે..,
શ્રોતા:- બરોબર આવે છે.
ઉત્ત૨:- આ આવે છે ( વાણી ) તે તો બરોબર છે પરંતુ તે બરોબર કોનાથી આવે છે ? આ ૫૨માણું-લક્ષ્મી જે આવે છે તે વસ્તુ છે કે અવસ્તુ ? તે સત્તામાત્ર વસ્તુ છે કે તેની નાસ્તિ છે? તે સત્તામાત્ર વસ્તુ છે. આ લક્ષ્મીના જે ૫૨માણુંઓ છે તે સત્તામાત્ર
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk