________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૬૫ નામ મુનિપણું છે. આહા... હા ! કોઈ વિકલ્પ ને શરીરનું નગ્નપણું તે તો જડની ચીજ છે.
પ્રશ્ન:- કીડી શરીરને બટકા ભરે તો કષ્ટ નહીં થતું હોય ?
ઉત્તર:- જેટલો અનુકૂળતામાં રાગ છે તેટલો પ્રતિકૂળતામાં વૈષ છે. છતાં તે રાગવૈષના તેઓ જાણનારા રહે છે. ઝીણી વાત છે ભગવાન! વીતરાગનો ધર્મ તે બહુ અલૌકિક વાત છે. જેનું ફળ અનંત આનંદ છે. “સાદી અનંત અનંત સમાધિ સુખમાં.” આહાહા.. જ્યારથી મોક્ષ થયો તે હવે સાદી થયો. આનંદનો સુખનો ઉપાય કેવો હોવો જોઈએ તેની અલૌકિક વાત છે ભગવાન !
અહીંયા કહે છે જેની સત્તા છે તેની સત્તામાં તેની અવસ્થા, પોતાની સત્તામાં પોતાની અવસ્થા છે. આત્મા સત્તા છે, નિર્મળ સમ્યજ્ઞાનાદિ અવસ્થા અથવા રાગાદિની અવસ્થા તે તેની સત્તાની અવસ્થા છે. આ સમ્યગ્દર્શન પર્યાય થઈ તે સત્તાની અવસ્થા છે. પુદ્ગલ કર્મ છે તો જીવની અવસ્થા આવી થઈ છે તેમ નથી. આહા. હા! અને કર્મમાં જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની જે અવસ્થા થાય છે તે પરમાણુની સત્તા છે. જે થવાવાળી અવસ્થા છે તે કર્મની સત્તાની ચીજ છે. તેની સત્તા કરવાવાળી અને અવસ્થા તેનું કાર્ય છે. તે કર્મની અવસ્થાનો આત્મા કર્તા અને આત્માનું કાર્ય તે અવસ્થા તેવું ત્રણકાળમાં છે નહીં.
જ્યારે ભગવાન આત્મા! પોતાના જ્ઞાનસ્વભાવની દૃષ્ટિ અને ભેદજ્ઞાન કરે છે ત્યારે જે પર્યાય સમ્યક્ થઈ તે અવસ્થા આત્માની સત્તાથી થઈ છે. અને જેટલો વિકાર થયો છે તે પોતાની સત્તાથી વિકાર થયો છે. પોતાની સત્તાનું અવસ્થા સત્તાનું કાર્ય છે. બીજી સત્તાનું તે કાર્ય છે એમ છે નહીં.
વીસ વર્ષ પહેલાં વર્ણાજી સાથે ચર્ચા થઈ હતી. ૭૧ની સાલમાં, આજથી ૬ર વર્ષ પહેલાં. કર્મથી વિકાર થાય છે તે ગરબડ બહુ થઈ ગઈ હતી. અત્યારે પણ એવી ગરબડ ચાલે છે. શિખરજીમાં ચર્ચા થયેલી ત્યાં અમે કહ્યું-વિકાર પોતાથી થાય છે, કર્મથી કિંચિત-જરી પણ થતો નથી. પોતાના વિપરીત પુરુષાર્થથી વિકાર થાય છે. પોતાની સત્તામાં થાય છે અને વિકારનો નાશ પોતાની સત્તામાં પોતાના પુરુષાર્થથી થાય છે. વર્ણજી જેવા ક્ષુલ્લક અને તેમને શાસ્ત્રનો અભ્યાસ બહુ હતો પરંતુ દૃષ્ટિ આ ન હતી. બધા પંડિતો બેઠા હતા ત્યારે કહેલું-વિકાર છે તે પોતાના ષકારકથી પરિણતિથી પોતાથી થાય છે. રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, મિથ્યાત્વનો ભાવ પોતાની પર્યાયમાં થાય છે.. તે પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાય પર્યાયનું સાધન, પર્યાય પર્યાયનું ઉપાદાન, પર્યાય અધિકરણ અને સંપ્રદાન છે, તેમાં દ્રવ્ય-ગુણ કારણ નથી. ત્યારે ફૂલચંદજી પણ હતા. વર્ણીજીએ કહ્યું કે સ્વામીજી એમ કહે છે કે વિકાર પોતાનાથી થાય છે તેમાં તેને પરની અપેક્ષા છે જ નહીં. આવી ચર્ચા સંવત ૨૦૧૩ની સાલમાં થયેલી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk