________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
કલશામૃત ભાગ-૨ ઉત્તર- સમકિત પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હતું ને! જુઓ, ચુરમાના લાડુ બનાવીએ છીએ, તો તેમાં લોટ, ઘી અને સાકર હોય છે. લાડુ બની ગયા હવે તે લોટમાંથી ઘી કાઢીને પૂરી બની શકે છે? તેમાંથી લોટ કાઢી એની રોટલી બની શકે તેમ થાય છે? નહીં. હા, તે લાડુ બન્યા છે તેમાં થોડું ઘી નાખે તો ચાલે. તેને પાંચ સાત દિવસ સૂકવે તો ચાલે, પરંતુ તે લાડુનો અભાવ થઈ જાય તેમ બનતું નથી.
તેમ નરકનું આયુષ્ય બંધાઈ ગયું 'તું; તેમાં કયારેક સ્થિતિ રસ વધી જાય અને સ્થિતિ-રસ ઘટી જાય તેમ તો બને પરંતુ નરકના આયુષ્યનો અભાવ થઈ જાય તેમ કયારેય બનતું નથી. આહા.. હા! ન્યાય સમજો છો ને?
શ્રેણિકરાજા નરકમાં ગયા છે તે પોતાની યોગ્યતાથી ગયા છે. તે કર્મના કારણે ગયા છે તે તો નિમિત્તનું કથન છે. પોતાની યોગ્યતા નરકમાં જવાની હતી તો ગયા. નરકના આયુષ્યની સ્થિતિ ઘટી ગઈ. ખરેખર તો નરકનું આયુષ્યતો નિમિત્તમાત્ર છે. નરકનું આયુષ્ય બંધાય ગયું હતું માટે નરકમાં ગયા તે તો નિમિત્તથી કથન છે. પોતાની પર્યાયમાં નરકનું આયુષ્ય બંધાય ગયું હતું અર્થાત્ તેવી યોગ્યતાથી ત્યાં ગયા છે. નરકે ગયા ત્યારે સાથે સમકિત પણ હતું. અત્યારે તેને ત્યાં સમયે સમયે તીર્થકરગોત્ર પણ બંધાય છે. ૩૩ સાગરની સ્થિતિ બંધાણી હતી. પરંતુ (સમ્યક્ પામ્યા) પછી ૮૪ હજારની સ્થિતિ રહી ગઈ.
તેમણે યશોધર મુનિની અસાતના કરી હતી. મરેલા સર્પ ઉપર કરોડો કીડીઓ હતી તે સર્પ મુનિરાજના ગળામાં નાખી દીધો. ત્યારે શ્રેણિક બૌદ્ધ હતો. પછી તેની સ્ત્રી ચેલણા પાસે આવી ને કહે છે–તારા ગુરુની ઉપર મેં સર્પ નાખ્યો છે તે તારા ગુરુએ કાઢી નાખ્યો હશે. ચેલણા સમકિતી હતી. તેણે કહ્યું-અમારા ગુરુ એવા ન હોય કે સર્પને કાઢી નાખે.
રાજા બૌદ્ધ હુતો તેને જૈનધર્મની શ્રદ્ધા ન હતી. રાણી સમકિતી-આત્મજ્ઞાની હતી. એમાં શું! આમા કયાં સ્ત્રી છે, કયાં પુરુષ છે, કયાં નપુસંક છે, કયાં નારકી છે!! તે તો આત્મા છે. રાજાને લઈને ચેલણા જંગલમાં જાય છે. મુનિ તો ધ્યાનમાં બેઠા છે. તેઓ તો આત્માના આનંદમાં રમે છે. જુઓ, સ્વામી ! મારા ગુરુની ડોકમાં સર્પ પડયો છે. સર્પ ઉપર કરોડો કીડીઓ હતી. ગુરુનો ઉપસર્ગ દૂર કરે છે. ચેલણા કહે છે-જુઓ પ્રભુ! આત્મામાં મગ્ન રહે તે મુનિ છે. ઉપસર્ગ આવ્યો તો તેને દૂર કરે તે મુનિ તેવી વાત છે નહીં. તે તો પોતાના અતીન્દ્રિય આનંદમાં મગ્ન છે.
સમયસારની પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે મહાવીર ભગવાન કેવા હતા? નિર્મળ વિજ્ઞાનઘનમાં અતિ મગ્ન હતા. તેમ ગણધર પણ નિર્મળજ્ઞાનમાં મગ્ન હતા. તેમનાથી માંડીને અમારા ગુરુ પર્યત સર્વે નિર્મળ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા તેનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk