________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
કલશાકૃત ભાગ-૨ કૂતરાને અડતું હોય, તો તે એમ માને છે કે આ ગાડું મારાથી ચાલે છે. તેમ અજ્ઞાની દુકાન ઉપર ઉભો હોય, એ પોતાની પદવી ( પોષ્ટ) ઉપર ઉભો હોય, ત્યાં જે પરમાણુંની વ્યવસ્થા થાય છે તો તે એમ માને છે કે આ મેં કર્યું તો તે કૂતરા જેવો છે. ભાઈ ! આ તો એકલા સિદ્ધાંતની વાતું છે.
માટીમાંથી જે ઘડાની અવસ્થા થઈ તે માટી જ છે. તે અવસ્થા કુંભારની નથી. કુંભારને જે રાગની પર્યાય થઈ તે કુંભારના આત્મામાં થઈ છે, આત્મા તેનો કર્તા છે. ઘડા કરું (બનાવું) એવો જે રાગ થયો તે તેનું કાર્ય છે પરંતુ ઘડો કુંભારનું કાર્ય ત્રણકાળમાં થતું નથી. આવી વસ્તુની સ્થિતિ છે, અજ્ઞાની તેમાં ગરબડ કરે છે. અનાદિથી પરિભ્રમણનું કારણ મિથ્યાભ્રમ જ છે. ખોટી દૃષ્ટિ ચારગતિમાં ફરવાનું કારણ છે.
તેથી તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા” પણ હોય છે;” જુઓ, પ્રત્યેક આત્મા, પ્રત્યેક રજકણો ભિન્ન ભિન્ન છે. આ જે આંગળી છે તે એક તત્ત્વ નથી. તે અનંત પરમાણુઓનો પિંડ છે. તેનાં ટૂકડાં કરતાં-કરતાં જે છેલ્લો ટૂકડો રહે, જેના બે ટૂકડાં-ભાગ ન થાય તેનું નામ પરમાણું છે. પરમ+અણું = છેલ્લામાં છેલ્લું-નાનામાં નાનો અંશ. પોઈન્ટથી તો વાત સાચી છે ને!? આ શરીર માટી-ધૂળ છે તે અનંત પરમાણુઓનો પિંડ છે. તેનો છેલ્લો પોઈન્ટ કે જેનાં ટૂકડાં કરતાં-કરતાં બે ભાગ ન થાય તેવી ચીજને પરમાણું કહે છે. પરમ+અણું = પરમાણું. એ પરમાણુંમાં જે અવસ્થા થાય છે તેનો કર્તા પરમાણું છે. પહેલાં ધૂળની પર્યાય હતી પછી ઘઉંની પર્યાય થઈ પછી રોટલીની પર્યાય થઈ. આ બધી અવસ્થાઓ પરમાણુની છે. તે અવસ્થાનો કરવાવાળો પરમાણું છે. આ બધી અવસ્થાઓનો કરવાવાળો આત્મા નથી. રોટલીની અવસ્થા લોટની છે પણ તે અવસ્થા આત્માની છે તેમ ત્રણકાળમાં નથી. સમજમાં આવ્યું?
“તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા' પણ હોય છે, અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, કારણ કે અવસ્થા પણ છે.”
શું કહે છે? જેમ પરમાણું અને આત્મા વસ્તુ છે તેમ તેની અવસ્થા પણ છે-પર્યાય પણ છે–પરિણમન પણ છે–અવસ્થા છે-અંશ છે-બદલતી દશા પણ છે. સમજમાં આવ્યું
કાંઈ ?
તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ-પરિણામ છે તે-દ્રવ્યનો પરિણામ -કર્મ” એ નામથી કહેવાય છે.”
નિશ્ચયથી તો ભગવાન આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને શુભ-અશુભ ભાવોનો કર્તા થાય છે. તે શુભ-અશુભભાવો અજ્ઞાનીનું કર્મ છે. અને અજ્ઞાની આત્મા તેનો કર્તા છે. અહીં સ્વભાવ પરિણામ લીધા છે. સ્વભાવમાં બધુંય આવે છે વિકાર પણ આવે છે અને નિર્વિકાર પણ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk