________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૩
કલશ-૫૧
ઉત્તર:- આ તો પહેલી એકડાની વાત છે. શ્રોતા:- ઊંચી વાત તો ચારિત્રની કહેવાય ! ઉત્તર- સૌથી ઊંચી તો કેવળજ્ઞાનની વાત છે. આતો હજુ પહેલી ભેદજ્ઞાનની વાત છે.
ત્યાં અલિંગગ્રહણમાં છ બોલથી આ રીતે લીધું છે. (૧) આત્મા ઇન્દ્રિયથી જાણવામાં આવતો નથી. (૨) ઇન્દ્રિયથી આત્મા જાણતો નથી. (૩) આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. (૪) બીજાને અનુમાન વડે પણ આત્મા જાણવામાં આવતો નથી તેવો આત્મા છે. (૫) પોતાનો આત્મા એકલા અનુમાન દ્વારા જણાય તેમ પણ નથી. (૬) ભગવાન આત્મા પોતાના સ્વભાવથી જાણવામાં આવે છે... તેવો પ્રત્યક્ષ
જ્ઞાતા છે. સમજમાં આવ્યું? બાપુ! વાત ઝીણી પડે પણ એને સમજવી તો પડશે. અરેરે ! પ્રાણી ચારગતિમાં દુઃખી છે. તે આનંદથી વિપરીત અવસ્થામાં રમે છે. આનંદસ્વરૂપ તો ભગવાન છે, અને પુણ્ય ને પાપ મિથ્યાત્વ તે આત્માથી વિપરીત દશા છે. વિપરીત અવસ્થા તે તો દુ:ખદાયક દશા છે. આહા.. હા! બહારમાં સંયોગો ઇન્દ્ર જેવા હો ! નવમી રૈવેયક જેવા ખૂબ સંયોગ હો.. પણ અંદરમાં રાગ અને પુણ્યના પરિણામની એકત્તાબુદ્ધિથી–મિથ્યાત્વ ભાવથી દુઃખી છે. આવે છે...
સુખિયા જગતમેં સંત... દુરિજન દુઃખિયારે....” પોતાના આનંદસ્વરૂપ આત્માથી રાગને ભિન્ન કરતાં ભેદજ્ઞાનનો અનુભવ કરે છે.. તે પ્રાણી જગતમાં સુખી છે. પછી તે નરકમાં હો તો પણ તે સુખી છે.
શ્રેણિકરાજા અત્યારે પહેલી નરકે છે. ત્યાં તેઓ તીર્થકર ગોત્ર બાંધે છે. તેઓ ક્ષાયિક સમકિતી હતા અને ભગવાન પાસે ક્ષાયિક સમકિત બાંધ્યું હતું. સમકિત પૂર્વે તેમને નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું. તો હવે આયુષ્ય પલટે નહીં. સ્થિતિ ઘટે, રસ ઘટે પરંતુ ગતિ ન ફરે. ક્ષાયિક સમકિત પામ્યા અને તીર્થકર ગોત્ર બાંધ્યું પરંતુ નરકની આયુ બંધાઈ ગઈ હતી તેથી નરકમાં ગયા.
શ્રેણિક રાજાને ત્યાં નરકમાં આત્મજ્ઞાનની સ્થિતિ ચાલુ છે. સંયોગમાં જેટલો રાગ થાય છે તેમાં ઠીકપણું નથી માનતા, રાગ છે તેટલું દુઃખ પણ છે. આત્માના અવલંબનથી સમકિત થયું તેટલા તો સુખી છે. સમજમાં આવ્યું? ધર્મીને બે ધારા વર્તે છે. એક આનંદ ધારા-જ્ઞાનધારા અને એક રાગધારા. રાગધારા તે બંધનું કારણ છે અને આનંદધારા તે અબંધ દશાનું કારણ છે. આવી વાતું છે! ભગવાન ! આ તો સાદી ભાષા છે ને?!
પ્રશ્ન:- સમકિત થયા પછી આયુષ્ય ફરે નહીં?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk