________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૬૧
આત્મામાં પુણ્ય-પાપની અવસ્થા થાય છે, તો કહે છે કે તે સત્તાની અવસ્થા છે. જે જીવરૂપ સત્તા છે તેની પુણ્ય-પાપરૂપ અવસ્થા છે, તે કર્મની અવસ્થા નથી. પ્રશ્ન:- કર્મથી ભિન્ન પાડીને દ્રવ્યને જોવાનું છે!
ઉત્ત૨:- ભિન્ન પાડીને. કેમકે જે કર્મની અવસ્થા થઈ છે તો કર્મ ૫ણ ૫૨માણું છે કે નહીં ? ૫૨માથું સત્તા છે કે નહીં ? ૫૨માણુંની સત્તા છે કે નહીં ? સત્તા છે તો તેની અવસ્થા થાય છે કે નહીં ? ૫૨માણુંની અવસ્થા થાય છે તો તે સત્તાની અવસ્થા છે. તે સત્તા કર્તા અને અવસ્થા તેનું કાર્ય છે. કર્મની અવસ્થા કર્મની સત્તાનું કાર્ય છે.. અને અવસ્થા તેનું કર્મ છે. તારી સત્તા કર્મની પર્યાયની કર્તા છે અને કર્મની પર્યાય તારું કાર્ય છે તેમ નથી. ૫૨ની દયા કરી તે કાર્ય તો જીવે કર્યું. તે જીવની પર્યાય છે, તે પર્યાયનો કર્તા જીવ છે. તેનું ઉપાદાન આવી પર્યાયનું કર્તા છે. કર્મ તેની પર્યાયનો કર્તા છે જ નહીં. આહા...! સમજમાં આવ્યું!? આવું ઝીણું છે.
માર્ગ તો સૂક્ષ્મ છે. અંદ૨માં અરૂપી પ્રભુ છે જે શ૨ી૨થી તો જાણવામાં આવતો નથી, કર્મોથી જાણવામાં આવતો નથી, દેવગુરુ અને વાણી-દિવ્યધ્વનિથી જાણવામાં આવતો નથી. અને અંદર જે વિકલ્પ થાય છે તેનાથી જાણવામાં આવતો નથી. એવી ચીજ પોતાની સત્તાને રાખતી ચીજ છે. તેની જે ક્ષણે ક્ષણે અવસ્થા થાય છે તે અવસ્થાનો કર્તા તેની સત્તા છે અને અવસ્થા તેનું કર્મ નામ કાર્ય છે.
આ આંખની પાપણ છે તે અવસ્થા થાય છે તે ૫૨માણુંની સત્તામાં થાય છે. ૫૨માણુંનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો સત્તા છે. સત્તા છે તો આમ આમ પટ્ટ્કપટ્ અવસ્થા થાય તે સત્તાની અવસ્થા છે, તે આત્માની અવસ્થા નથી. ભગવાનનો માર્ગ અને તેની વકિલાત બીજી રીતે છે.
આહા... હા ! ૫રમાત્મા જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે જેની સત્તા છે તે ચીજ અસ્તિરૂપ છે. આત્મા સત્તા સ્વરૂપ છે કે અસત્તા સ્વરૂપ છે? સત્તા સ્વરૂપ છે તો તેની અવસ્થા છે કે નહીં ? તે પોતાની સત્તાની અવસ્થા છે કે બીજાની સત્તાની અવસ્થા છે? પછી તે સમ્યગ્દર્શનની અવસ્થા હો કે પછી રાગની અવસ્થા હો..! પરંતુ તે અવસ્થા સત્તા જે છે તેની અવસ્થા છે. જે ૫૨કર્મ આદિ છે તેની સત્તા તે નથી. પાઠમાં છે–“ જે કોઈ અવસ્થા છે તે-રૂપ પોતે જ છે.” જે સત્તા છે તે પોતાની અવસ્થારૂપ પોતે જ છે. તેની અવસ્થા બીજાથી થઈ છે તેમ નથી. સમજમાં આવ્યું?
અહીં તો કહે છે–આત્મામાં જે વિકાર થાય છે તે સત્તા જે આત્મા છે તેની અવસ્થા છે. અહીં તો ૫૨થી ભિન્ન ક૨ાવવો છે. આત્મ સત્તા છે તેનું અસ્તિત્વ છે. આ વિકાર થાય છે તે સત્તાની અવસ્થા છે. ઝીણું છે ભાઈ! શબ્દ પકડવા તે જુદી વસ્તુ છે. અંદરમાં વિકા૨ી ભાવથી ભિન્ન પડવું તે અલૌકિક વાત છે. જીવનું કર્તૃત્વ–(પ્રયોજન ) તો આ છે,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk