________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૫૯
તેમની પાસે કરોડરૂપિયા છે. તે ભાઈ સાંભળવા આવે ખરા.. પણ વ્યાખ્યાન વખતે બેસીને સાંભળે નહીં. માણસો આવે તેના પાથરણા પાથરે વગેરે સેવા કરે.., વ્યવસ્થા કરે. પછી મુંબઈમાં મારી પાસે આવ્યો તો, તે કહે તમારો ધર્મ છે તે મને ૪૦૦૦ ભવ પછી સમજવામાં આવશે. તે કાંતિલાલ લીમડીનો છે. તે અહીંયા વિનંતી કરવા આવેલો
મારા મકાનમાં ઉત૨જો. પછી તો ૮૮મી જયંતિ જામનગ૨ થઈ. તે કહેતો હતો કેતમારો ધર્મ ૪૦૦૦ ભવ પછી સમજવામાં આવશે. ૪૦૦૦ ભવમાં શું થશે તે વિચાર્યું કાંઈ !? જેને આત્માની રુચિ છે તેને વાયદો કેવો ? અને જો વાયદા કરે છે તો તેને રુચિ નથી.
અહીં સધઃ તે શબ્દનો અર્થ કરે છે–શીઘ્ર જ, આહા.. હા ! તત્કાલ. પ્રવચનસારમાં છેલ્લા શ્લોકમાં કહે છે–ભગવાન ! આ વાત સાંભળીને આજ જ ભેદજ્ઞાન કર. હવે આજ કાલના વાયદા છોડી દે ! પછી કરીશ.. પછી કરીશ.. પછી કરીશ તો પછી પાછળ જ રહીશ. સમજમાં આવ્યું?
બારોટની અને વાણિયાની વાત આવે છે. વાણિયાને ત્યાં લગ્ન હતા તેથી બારોટ વાણિયાને ઘે૨ જમવા ગયા. તો વાણિયો કહે–આજ અમારું ભોજન અને કાલ તમારું..! બીજે દિવસે જાય તો કહે–કાલ તમારું ભોજન. કાલ આવે નહીં અને બારોટને ભોજન મળે નહીં. અમારી દિક્ષા વખતે આમ લખ્યું હતું કે-આજ વાણિયા જમે અને કાલ બારોટ જમણ જમે. કાલ કોઈ દિ' આવે નહીં. જ્યારે કહો ત્યારે કહે કાલ.
તેમ અહીંયા કહે છે–હમણાં નહીં.. પછી, પછી, તારું પછી કે દિ ' આવશે.. સાંભળ તો ખરો ! હમણાં દીકરીના લગ્ન કરી લઈએ, છોકરાં માટે મકાન કરી લઉં પછી દીકરાના લગ્ન કરી લઉં, પછી આમ કરી લઉં, પછી હમણાં યુવાન અવસ્થામાં નહીં, વૃદ્ધા વસ્થા આવે પછી.., પછી.. પછીમાં કયારે કરીશ ! મરી જઈશ.
અહીં કહે છે-શીઘ્ર કર.. ‘ સર્ધઃ ', એક સમયમાં શરી૨ અને કર્મ અને રાગની પર્યાયથી ભિન્ન અર્થાત્ ૫૨નું લક્ષ છોડીને શાયકભાવ ચિદાનંદ સ્વરૂપ તેનું લક્ષ શીઘ્ર કરી દે! ઘણાં કહે-પછી કરીશ.., પછી કરીશ..., તો પાછળ જ રહીશ, પહેલો નહીં થા.
આહા.. હા ! “ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે.” આહા ! ભગવાન આત્મા શાયક સ્વરૂપ ચિદાનંદ આનંદપિંડ જ્ઞાનરસ સ્વરૂપ એકલો આત્મા અને કર્મ અને રાગ તે બેથી ભેદજ્ઞાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન છે. અને તેનું નામ ધર્મની પહેલી સીઢીની શરૂઆત છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk