________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૫૭ ચેતનામાં રમવું, એકત્વબુદ્ધિમાં રહેવું તે જ સંસાર અને બાળ અવસ્થા છે. તે બહિરાત્માની મૂઢ અવસ્થા છે. પછી તે રાજા હોય કે અબજોપતિ હો પણ તે બધા મૂરખ ને મૂઢ છે. સમજમાં આવ્યું?
ઘણી સૂક્ષ્મ વાત છે ભગવાન! હવે જ્યારે તે ભેદજ્ઞાન કરે છે... તો અનાદિથી જ કર્મ ઉપર પોતાનું લક્ષ હતું ત્યાં તે પોતાના લક્ષ્યથી ટ્યુત થાય છે. પરના લક્ષથી તે ટ્યુત થઈને પોતાના આનંદસ્વરૂપમાં જ્ઞાયકમાં એકાગ્ર થાય છે તો તેને ભેદજ્ઞાનનો અનુભવ થાય છે. ત્યારે તેને રાગથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે. તેનું નામ સમ્યગ્દર્શન ને ધર્મ છે. સમજમાં આવ્યું?
હવે તે ભેદજ્ઞાન કેમ કરે છે તે કહે છે. “વૃ ત્વવત વિયં સદ્ય: મેટું ઉત્પાદ” જેણે કરવતની માફક નિર્દય રીતે શીધ્ર જ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે.
‘ય’ને બદલે ‘ ય’ શબ્દ જોઈએ. “દ” વચ્ચે નાખી દેવો જોઈએ. આ છાપવામાં તેની ભૂલ થઈ ગઈ છે. પાઠમાં જુઓ ચોથું પદ છે.“ વવાં મેવમુત્પાદ્ય સદ:
માં” અર્થાત્ નિર્દય રીતે રાગથી, કર્મથી આત્માને ભિન્ન પાડે છે. પોતાની જુદાઈ કરવામાં દયા રાખતો નથી. ભગવાન આત્માનું. કર્મ તરફનું જે લક્ષ છે તેને નિર્દયતાથી કાપી અને જ્ઞાનને પોતાના લક્ષ્યમાં જોડી ધે છે. તેમાં તે જરાપણ દયા કરતો નથી કે અરેરે ! આ અનાદિનો જે સંબંધ છે તેને કેવી રીતે તોડું?
પરમાત્મ પ્રકાશમાં આવું કહ્યું છે-રાગ પોતાનો છે તેમ બંધુ (ભાઈ) તરીકે માન્યો છે. તે બંધુને મારવો તે બાંધવ છે. અનાદિથી રાગ, વિકાર, પુણ્ય-પાપ, મિથ્યાત્વ તે બંધુ તરીકે સાથે છે. તે બંધુને છેદવાવાળો ધર્માત્મા છે. સમજમાં આવ્યું?!
ધીમેથી સમજવું ભગવાન ! અનંતકાળથી તેને ભેદજ્ઞાન નથી થયું. તે ભેદજ્ઞાન કેમ થાય તે ચીજ છે. પછી તેણે શાસ્ત્રનું જ્ઞાન ૧૧ અંગ પૂર્વનું કર્યું હોય પરંતુ ભેદજ્ઞાન ન કર્યું. અને ભેદજ્ઞાન વિના સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન વિના મોક્ષમાર્ગ ખિલતો નથી. મોક્ષમાર્ગમાં આવ્યા વિના મોક્ષ થતો નથી.
આહાહા..!“ વત્ સ: એવં ઉત્પાદ” નિર્દય રીતે તેમ લેવું. “અદયે” શબ્દ જોડી દેવો. જેણે નિર્ભય રીતે કરવતની સમાન શીધ્ર જ જીવ અને પુદ્ગલનું ભેદજ્ઞાન ઉત્પન્ન કર્યું છે.
આહા... હા! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાયક સ્વભાવ છે. તેનાથી ભિન્ન કર્મ જડ પર્યાય તેના નિમિત્તના અવલંબનથી જે રાગ થાય છે તે રાગનું અને કર્મનું લક્ષ છોડીને. અને શાયકનું લક્ષ કરે તો ભેદજ્ઞાન પ્રગટ થાય છે.
સંબંધ એટલે સં. બંધ. રાગનો સંબંધ તો બંધુ તરીકે ભાઈ તરીકે અનાદિનો છે. ધર્માત્મા આ બંધુને છેદવાવાળો છે. ભાઈ.. ભાઈ.. જુદા થાય છે એમ લોકમાં કહીએ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk