________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૫૫. શ્રોતા:- વ્યવહારનયથી થાય છે તેનો અર્થ શું? ઉત્તર- તેનો અર્થ એ કે-કર્મથી વિકાર થતો નથી.
તેણે લખ્યું છે કે તમે રખડો છો તેવો તમારામાં બગાડ થયો તે કર્મથી થયો છે. ધૂળમાંય કર્મથી નથી રખડતા. દૃષ્ટિ તદ્દન વિપરીત છે. પોતાની વિકારની પર્યાયનો કર્તા કર્મ અને કર્મની પર્યાયનો કર્તા આત્મા તેમ માનનાર મિથ્યાષ્ટિ છે.
આ પરમાણું જડ-માટી છે. તેની જે આ અવસ્થા છે તે અવસ્થા વ્યાપ્ય અને પરમાણું વ્યાપક છે. માટી વ્યાપક થઈને તેની વ્યાપ્ય એવી અવસ્થા થઈ છે, તે આત્માથી નહીં. આત્મામાં જે વિકૃતભાવ થાય છે તે કર્મથી થાય છે એવી વાત છે નહીં. જૈનમાં કર્તા પણે કર્મ ઘૂસી ગયા અને દુનિયાએ ઇશ્વરને કર્તા માની લીધો. જૈનમાં કર્મને કર્તા માની લીધો. ઇશ્વર તો ચેતન છે જ્યારે કર્મ તો જડ છે. તે જડ આત્માને રખડાવે છે. જડથી આત્મામાં નુકશાન થાય છે તેમ નથી.
અહીંયા ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોકનો ભાવ અમૃતચંદ્રાચાર્ય કહે છે. દિગમ્બર સંત એટલે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા. પંચમ આરો હતો એટલે કેવળજ્ઞાન તો છે નહીં પરંતુ કેવળજ્ઞાન લેવાની તૈયારી કરી ને સ્વર્ગમાં ગયા, અને ત્યાંથી નીકળી મુનિપણું લઈ, કેવળજ્ઞાન લઈને સંતો મોક્ષમાં જશે. તે કુંદકુંદાચાર્યની આ વાણી છે.
ટીકાની છેલ્લી બે લીટીમાં ઘણી સૂક્ષ્મતા છે. પોતાનો આત્મા તે કર્મની પર્યાયનો કર્તા નથી અને કર્મની પર્યાય આત્માના વિકારી પર્યાયની કર્તા નથી તેવું ભેદજ્ઞાન કરો તેમ કહે છે.
અહીંયા કહે છે-“દ્રવ્યોનું અત્યંત ભિન્નપણું છે, એકપણું નથી.” જડ કર્મની પર્યાય અને આત્માની વિકારી પર્યાય તે એક નથી, બન્ને ત ભિન્ન-ભિન્ન છે. તો અહીંયા કહે છે કે વિકૃત પર્યાય અને કર્મની પર્યાય બન્ને ભિન્ન છે તો પછી કર્મને ભિન્ન કહેવામાં શું વાંધો છે? આવું ભેદજ્ઞાન બતાવે છે.
“કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ?” આ છેલ્લો શબ્દ છે. આહા. હા! આ જડકર્મથી પોતાની પર્યાય અને દ્રવ્ય-ગુણ ભિન્ન છે. આવું પરથી ભેદજ્ઞાન અનંતકાળમાં કર્યું નથી. મારી ચીજ કર્મથી ભિન્ન છે તેવું ભેદજ્ઞાન કરવામાં રાગથી પણ ભિન્ન છું તેમ ભેદજ્ઞાન થઈ ગયું.
કહ્યું? ફરીથી. જે કર્મ જડ છે તેની પર્યાય તે મારું કાર્ય નથી. અને કર્મનું કાર્ય તે મારો વિકાર નથી. તેમ જ્યારે અંદરમાં કર્મથી ભિન્ન (ભેદજ્ઞાન) કરી આત્મા તરફ ઝૂકે છે તો તે કર્મથી ભિન્ન થાય છે. કર્મથી ભિન્ન થયો તે સમયે રાગથી પણ ભિન્ન થઈ ગયો. બન્ને બાજુનું લક્ષ છૂટી ગયું. જરી સૂક્ષ્મ વાત છે પ્રભુ! આતો હજુ પ્રથમ સમ્યગ્દર્શનભેદ-જ્ઞાનની વાત ચાલે છે. “મેર વિજ્ઞાનત: સિદ્ધા: સિલ્કી છિન્ન છેવના” અત્યાર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk