________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
કલશામૃત ભાગ-૨ સુધી જેટલા ૫રમાત્મા સિદ્ધ થયા છે તે ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. “ અÅવામાવતો વન્દ્વા વદ્ધા યે બિલ જેવ।।” કર્મથી બંધાણો છે તેમ ન લીધું, ભેદજ્ઞાનના અભાવથી બંધનમાં પડયો છે. નિગોદથી માંડી ને જેટલા આત્માઓ ભાવબંધનમાં જે છે (તે ભેદજ્ઞાનના અભાવથી છે). તે પોતાના ભાવબંધનથી અર્થાત્ ભેદજ્ઞાન ન કરવાથી ભાવબંધનમાં છે. પોતાના પુરુષાર્થની ઉલ્ટી દિશાથી તે બંધનમાં છે, કર્મથી નહીં. આવું ઝીણું હવે.. જુઓ !
“ કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ ?” શું કહે છે-અનાદિથી કર્મ ઉ૫૨ જે લક્ષ છે, તેના ઉ૫૨થી લક્ષ છોડીને જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આનંદમૂર્તિ પ્રભુ છે જ્ઞાયક તે તરફ લક્ષ જાય છે ત્યારે કર્મથી ભિન્ન થાય છે... અને રાગથી પણ ભિન્ન થઈ જાય છે.. અને પોતાના આનંદનો અનુભવ થાય છે. આનું નામ ભેદજ્ઞાન કહેવામાં આવે છે. જ્યાં સુધી એકતાબુદ્ધિ રાખે છે ત્યાં સુધી તે બાળક-અજ્ઞાની છે.
શરીરની અવસ્થા બાળ, યુવાન, વૃદ્ધ તે આત્મામાં નથી. તે આત્મા પોતાના ચિદાનંદ ભગવાન પૂર્ણાનંદના નાથને છોડીને દયા-દાન, વ્રતના વિકલ્પ કરે છે તે તેની બાળ અવસ્થા છે. ભાઈ ! બહિરાત્મ અવસ્થા તેનું નામ બાળ અવસ્થા છે. જ્યારે તેણે કર્મથી અને રાગથી ભિન્ન પોતાની ચીજને માની તે અંતરાત્માની યુવા અવસ્થા છે. આ શરીરની જે યુવા અવસ્થા છે તે તો માટી–ધૂળ-જડની છે. તે તો ક્ષણમાં પલટી જાય.. ક્ષણમાં રાખ થઈ જાય છે. આજ કાલ ઘણાંને હાર્ટ ફેઈલ થાય છે.
સવારમાં એક માણસ વાત કરતા હતા. તે કયાં ગયા ! તે મલકાપૂરના કાપડના વેપારી છે.. તેને મોક્ષમાર્ગ પ્રકાશનો ઘણો અભ્યાસ છે તે સ્વરૂપચંદ કહેતા હતા કે–તેનો કોઈ મિત્ર હતો. અમે બન્ને સાથે બેઠા હતા અને વાતચીત કરતા હતા.. એટલામાં દેહ છૂટી ગયો. યુવાન માણસ હતો. ભાઈ ! આ તો માટી–ધૂળ છે. તેને છૂટવાનો કાળ આવે છે ત્યારે સમય લાગતો નથી. એક સમયમાં સમયાન્તર થાય છે-ભિન્ન પડી જાય છે. ફટાક દઈને દેહથી ભિન્ન પડી જાય છે. અહીં તો ( અંદ૨માં ) ક્ષેત્રથી તો ભિન્ન જ છે પરંતુ બહા૨માં ક્ષેત્રથી ભિન્ન થઈ જાય છે.. આ એક સમયની સ્થિતિ છે. આહા.. હા ! તેમ અનાદિથી તારું હાર્ટફેઈલ થઈ ગયું છે પ્રભુ! રાગ અને કર્મની પર્યાય તે મારું કાર્ય તે ચેતનનું હાર્ટફેઈલ થઈ ગયું છે. હવે એક વખત એ હાર્ટફેઈલને છોડ એમ કહે છે.
તો શું કરવું? કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ ? આહા.. હા ! તે કર્મનું લક્ષ છૂટતાં, ચૈતન્ય આનંદસ્વરૂપ ભગવાન આત્મા તેના ઉપર દૃષ્ટિ લગાવવાથી ભેદજ્ઞાનરૂપી અનુભવ થયો, આનંદનો અનુભવ થયો. અનાદિથી રાગની એકતામાં જે રાગની આકુળતાનો અનુભવ હતો, સંસા૨માં કર્મચેતનાનો અનુભવ હતો, કર્મફળ ચેતના અર્થાત્ જડકર્મની વાત નથી પરંતુ રાગ છે તે કાર્ય છે તે કર્મ ચેતનામાં અનાદિથી ૨મતો હતો, તે કર્મ
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk