________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૨
કલશાકૃત ભાગ-૨ બીજું કાંઈ છે નહીં. બીજાને સમજાવતાં આવડે ન આવડે તેની સાથે કાંઈ પ્રયોજન જ નથી. કેમકે ભાષા થાય છે તે જડની પર્યાય છે, તે આત્માનું કાર્ય નથી. કેમકે તે પરમાણુની સત્તા છે કે નહીં? તે પરમાણુની સત્તાની અવસ્થા છે આત્માની નહીં. આવી વાત છે.
(બહારમાં) મોટા ડાહ્યા કહેવાતા માણસો તો કંઈક ઉથલ પાથલ કરે ને? લગ્ન ને ઢીકડાં ને આદિ ઘણું કામ કરે.
શ્રોતા - વાણી તો સર્વજ્ઞ અનુસારિણી છે ને?
ઉત્તરઃ- વાણી સર્વજ્ઞ અનુસારિણી નીકળે છે પણ તે વાણી વાણીથી નીકળે છે. તેને અનુસરિને અર્થાત્ સર્વજ્ઞ તેમાં નિમિત્ત છે. એટલું. વાણીની પર્યાયનો કર્તા પરમાણુંની સત્તા છે. જે ઓમ્ ધ્વનિ નીકળે છે તે પર્યાય થઈ તે પરમાણું સત્તાની અવસ્થા છે. ભાષા આત્માની અવસ્થા નથી.
અહીંયાતો પ્રવચનસાર ૧૭ર ગાથા તેમાં અલિંગગ્રહણના ૨૦ બોલ છે તેમાં તો તેરમાં બોલમાં એમ આવ્યું છે કે-જે મન અને ઇન્દ્રિયોથી જેનું જીવવું નથી તેને આત્મા કહીએ છીએ. અલિંગગ્રહણ એટલા શબ્દમાં વીસ બોલ ઉતાર્યા છે. અલિંગગ્રહણ અર્થાત્ મન અને ઇન્દ્રિયના સહારે જીવન જીવતો નથી. તેવું આત્માનું જીવન જ નથી.
કહ્યું? આ આત્મા જે છે તે મન અને ઇન્દ્રિયોથી જીવતો જ નથી. તેનું જીવન મન અને ઇન્દ્રિયોના આધારે છે જ નહીં. ચૈતન્ય પ્રાણ તે તેનું જીવન છે. આ જીવત્વ શક્તિ તે શક્તિવાનની છે. તે શક્તિમાં ભાવપ્રાણ જ્ઞાન, દર્શન, આનંદ અને બળ તેનાથી તે જીવ જીવે છે. જે યોગ્યતારૂપ દશ પ્રાણ જડ છે તે જીવનું જીવન નહીં. તેને જીવ કહેતા જ નથી.
આહા... હા! છ કાયના જીવને છકાયના જીવ કહેતા જ નથી. તેમાં પણ જીવ તો જ્ઞાનમય છે. અને જે જ્ઞાનમય છે તે જીવ છે. પંચાસ્તિકાયમાં ૧૨૧ ગાથામાં કહ્યું છે કેએકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય આદિને જીવ કહે છે પણ તે જીવ છે નહીં. પરંતુ જે જ્ઞાનમય વસ્તુ છે તે જીવ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય તે તો પર્યાયની અવસ્થા છે.
અહીંયા તો કહે છે-મન અને ઇન્દ્રિયથી જેનું જીવન નથી તેને અલિંગગ્રહણ કહે છે. મનને ઇન્દ્રિય જે લીંગ જેમાં નિમિત્ત છે. તેનાથી આત્માનું જીવન નહીં, તેનો અર્થ અલિંગગ્રહણ કહેવામાં આવે છે. આવી વાત છે હવે!
શ્રોતા:- બહુ જ ઊંચી વાત છે..! ઉત્તરઃ- ભગવાનની વાત છે. શ્રોતા:- ચૈતન્ય ભગવાનની વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk