________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
કલશાકૃત ભાગ-૨ છીએ ને! ભાઈ.. ભાઈ હોય છે તે જુદા થાય છે. પાંચ સાત ભાયું હોય અને એક ઓસરીએ રહેતા હોય. જેના સાત-આઠ ભાયું હોય તેના પિતાજી પહેલેથી જ થાંભલી નાખી અંતર રાખતા. એક થાંભલી આમ નાખે, અને એક બીજી સાઈડ નાખે. એક સાથે બે થાંભલી રાખે.. તેથી આ બાજુનું આનું પેલી બાજુનું બીજાનું તેમ જુદાઈ છે.
તેમ રાગ અને આત્માની એક સંધિ થઈ નથી. તેમ કહે છે. તે બન્ને અલગ અલગ છે. પુણ્યને પાપનો વિકલ્પ રાગ અને ભગવાન જ્ઞાયક સ્વભાવ તે બેમાં એક રૂપ સંધિ થઈ નથી. નિસંધિ છે-ભેદ છે. અહીંયા તો કહે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો ! તારો સંબંધ અનાદિથી રાગ સાથે ભાઈબંધ તરીકે રાખ્યો છે. “અદય ' હવે દયા ન કર. અરે...! અનાદિનો સંબંધ છે તેને કેવી રીતે તોડું? આ રાગ અને શરીર, કર્મ તે તરફનું લક્ષ છોડીને નિર્ભય રીતે નિષ્ફર રીતે-દરકાર કર્યા વિના, પોતાનો જે ચૈતન્ય જ્ઞાયકભાવ છે તે તરફ ઝૂકી જા. આવી વાત છે. ભગવાન આ ધર્મ છે બાકી બીજી બધી વાતું છે. કરવતની જેમ અદય-નિર્દય રીતે રાગ અને કર્મની પર્યાય ઉપરનું લક્ષ છોડી દે! કરવતની પેઠે તેનાથી ભિન્નતાનું ભેદજ્ઞાન કર.
પ્રશ્ન:- દયામાં તો ધર્મ સાંભળી રાખ્યો હતો ને !?
ઉત્તર- દયામાં ધર્મ નથી. દયાના જે પરિણામ છે તે રાગ ને હિંસા છે. પરની દયા તો કરી શકતો નથી પરંતુ પરની દયાનો ભાવ આવે છે તે રાગ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં તેને હિંસા કહી છે. રાગથી સ્વરૂપની હિંસા થાય છે. આહા. હા! આવી વાત છે ભાઈ ! ચોરાશી લાખ અવતાર કરતાં કરતાં દુ:ખમાં ગરકાવ થઈ ગયો છે. દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો છે. પ્રભુ! એકવાર તો છોડ કે-એ રાગ દુઃખરૂપ છે. પછી તે દયા-દાન, વ્રત-ભક્તિનો ભાવ હો પરંતુ તે રાગ છે. દુઃખ છે. એ તારી ચીજથી વિપરીત ચીજ છે. તારી ચીજ તો અતીન્દ્રિય આનંદથી ભર્યો પડયો પ્રભુ છે ને! સમજમાં આવ્યું?!
એ રાગથી, કર્મથી નિર્દય રીતે કરવતની જેમ અંદરમાં ભિન્નતાનો અભ્યાસ કર. અહીં કહે છે કે-અંદરમાં રાગનું, શરીરનું, કર્મનું લક્ષ છોડવાનો અને અંદરમાં લક્ષ જોડવાનો અભ્યાસ કર. આ માર્ગ એવો છે ભગવાન! તને સહેલો લાગે કે આકરો લાગે.. જે લાગે તે આ છે. આના વિના તેના જન્મ-મરણના અંત કયારેય આવવાના નથી. સમજમાં આવ્યું?
કરવતની પેઠે શીધ્ર જ શીઘ, ‘સદ્ય:' અને “ગયે' બે શબ્દો છે. નિર્દયરીતે ભેદજ્ઞાનરૂપી કરવતથી, શીધ્ર જ શીઘ્ર અર્થાત્ એક સમયમાં પુદ્ગલથી ભેદ ઉત્પન્ન કરે છે. પછી કરશું અથવા હળવે હળવે કરશું તે વાત છે નહીં.
મુંબઈમાં સર્વોદય હોસ્પીટલમાં વ્યાખ્યાન આપે છે. તે ભાઈની એક દિકરી છે અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk