________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૪૯ છે. અરે. પ્રભુ! તું આ શું કહે છે..!?
પ્રશ્ન:- શુભભાવ થાય તો વિદેહક્ષેત્ર જઈને કલ્યાણ કરે.
ઉત્તર- અનંતવાર મહા વિદેહમાં ગયો. , ધૂળમાંએ ધર્મ ન થાય. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે-સાક્ષાત્ ત્રિલોકીનાથ જિનેશ્વરદેવના સમવસરણમાં ત્યાં અનંતવાર ગયો છે. જ્યાં ભગવાન બિરાજે છે તે ક્ષેત્રમાં અનંતવાર જન્મ્યો છે. સમવસરણમાં જઈને સાક્ષાત્ તીર્થંકરની પૂજા, મણી રતનના દીવાથી, હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલ દ્વારા કરી છે. “જય ભગવાન ” તેમ અનંતવાર કર્યું છે. તે તો શુભભાવ છે. અરે... ત્યાં તો અનંતવાર ગયો, અનંતવાર જન્મ્યો તેથી શું?! ત્યાં તો ત્રિલોકીનાથ જિનેશ્વર કાયમ બિરાજે છે. લાખો કેવળીઓનો કદી વિરહ્યું નથી. અરેરે..! ભરતક્ષેત્રમાં પરમાત્માના વિરહા પડ્યા. અહીંયા પ્રભુના વિરહ છે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં તો ભગવાન કાયમ બિરાજે છે.
પ્રશ્ન- ત્યાં શું કસર રહી ગઈ મહારાજ?!
ઉત્તરઃ- ત્યાં પણ પોતાની દૃષ્ટિ ન બદલી તે કસર રહી ગઈ. સમજમાં આવ્યું? ત્યાં અનંતવાર સાંભળ્યું, અનંતવાર પૂજા કરી. તે તો પરદ્રવ્યની પૂજાનો ભાવ છે. મોક્ષ પાહુડમાં ૧૬ ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે-“પર દબ્બાઓ દુગઈ.” પરવેવાવો દુપટ્ટ સવ્વાવો હું સારું હોર્ફ ભગવાન પરદ્રવ્ય છે તે તરફ લક્ષ કરવાથી દુર્ગતિ થશે. દુર્ગતિનો અર્થ રાગ છે તે જ દુર્ગતિ છે. તે તારી ચૈતન્યની ગતિ નથી. કુંદકુંદાચાર્યની
પર દબ્બાઓ દુગઈ” તે ગજબવાત છે ને ! તીર્થકર કહે છે કે અમારી સામું જોવાથી તેને રાગ થશે. તે તારી ચૈતન્યની પરિણતિની દુર્ગતિ છે.
શ્રોતા- આ પુસ્તક સોનગઢથી છપાયેલી છે?
ઉત્તર- સોનગઢથી છપાણી છે, છપાણી હો ગમે ત્યાં પણ વાણી કોની છે? કય iથી છપાણી છે તે મને ખબર નથી બાપા! (શ્રોતા-કિસનગઢથી છપાણી છે.) લ્યો! કિસનગઢથી છપાણી છે. અમને તો તે પણ ખબર નથી.
શ્રોતા- સોનગઢથી ખુલાસો થઈ રહ્યો છે. ઉત્તર:- હા, ખુલાસો થયો છે.
અહીંયા તો ત્રણલોકના નાથની વાણીને કુંદકુંદાચાર્ય કહે છે. પ્રભુ! તું એકવાર સાંભળ તો ખરો! પ્રભુ એમ કહે છે-અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અને તારું લક્ષ પરદ્રવ્ય ઉપર જશે તો તને રાગ થશે, અર્થાત્ ચૈતન્યની પરિણતિ નહીં થાય. રાગ આવે છે જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને રાગ આવે છે, પણ તે છે દુઃખરૂપ અને હેય. (શ્રોતા – મૂળદેષ્ટિની વાત છે.) આહા...! મૂળદેષ્ટિની વાત છે. વાત ઊંચી છે અને આ જ સત્ય છે. પુસ્તક છપાય ગમે ત્યાંથી પણ વાણી કોની છે તે લેવાનું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk