________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૪૭
નથી. હરણાની નાભિમાં કસ્તુરી છે તેની ગંધ તેને આવે છે અને તેને શોધવા તે બહા૨ જાય છે. અંત૨માં જે કસ્તુરી છે તેની તેને કિંમત નથી. તેમ ભગવાન આત્મા અંતરમાં અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય ઇશ્વરતા પરિપૂર્ણતા પડી છે.. તેને તો તું માનતો નથી અને પર્યાયમાં રાગ છે તેને માને છે તો તું મૃગ જેવો છે. અહીંયા તો આવી વાત છે ભગવાન !
-
આહા.. હા ! તું કેવો છે ? તું એક સમયની પર્યાય જેટલો નથી.. તો તું છે કેવો ? જ્ઞાન પર્યાયમાં સ્વપ૨ પરિણતિને જાણવાવાળો એવો હું છું. મારા દ્રવ્ય-ગુણ-પર્યાયને પરિણિત કહે છે અને મારા ઉત્પાદ-વ્યય ધ્રુવને પરિણતિ કહે છે. હું મારા ઉત્પાદ-વ્યયધ્રુવ અને દ્રવ્ય-ગુણ-પર્યાયને જ્ઞાનમાં જાણવાવાળો છું. પોતાના દ્રવ્યને ગુણને અને પર્યાયને જાણવાવાળો છું, અને ૫૨દ્રવ્યના ઉત્પાદ-વ્યય ધ્રુવને અને ૫દ્રવ્યના દ્રવ્યગુણ-પર્યાયને હું મારા જ્ઞાનમાં જાણવાવાળો છું. જેવા છ બોલ સ્વમાં છે તેવા છ બોલ ૫૨માં લેવાના છે. માર્ગ આવો છે ભગવાન ! કઠણ પડે તો શું થાય!? આ અમારા પંડિતજી કહેતા હતા કે અજાણ્યા માણસો ઘણાં આવ્યા છે. મેં કહ્યું.. ભાઈ ! માર્ગ તો જેવો છે તેવો આવશે. અનાદિકાળથી ( સ્વભાવથી ) અજાણ્યો જ છે પ્રભુ ! હવે તેનું જ્ઞાન કરવું છે કે નહીં !?
,,
અહીંયા તો કહે છે स्वपर परिणतिं जानन् अपि इमाम्' 'રૂમાં' છે ને ? કહે છે પ્રસિદ્ધ છે ને ! પ્રસિદ્ધ છે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય ધ્રુવ પ્રસિદ્ધ છે. બીજું ૫૨દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ પ્રસિદ્ધ છે. આહાહા... આવો ધર્મ હવે.. ! તેનાં કરતાં તો દયા પાળો, વ્રત કરો, દાન કરો, અપવાસ કરો... તો થઈ ગયો ધર્મ. એમાં ધૂળમાંય ધમ નથી. એ તો રાગ છે. હું ૫૨ની દયા પાળી શકું છું તેવી માન્યતા મિથ્યાભ્રમ છે. દયાનો ભાવ એવો જે રાગ આવે છે તે પોતાના સ્વરૂપની હિંસા છે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી વચ્ચે રાગ આવે છે, જ્ઞાની જાણે છે કે-આ રાગ દુઃખરૂપ છે. હું તેનો જાણવાવાળો છું, હું રાગનો ક૨ના૨ો નથી. આહા.. હા ! ભાઈ ! આ વીતરાગ માર્ગ છે. આ તો સર્વજ્ઞ ત્રિલોકીનાથની વાણી છે. જિનેશ્વરદેવની પાટે બેસીને બીજી વાત કેમ થાય ?
આ કળશ છે અમૃતચંદ્રાચાર્યદેવના અને ટીકા છે રાજમલ્લજીની. બના૨સીદાસજીએ આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે.
66
‘રૂમાં ” પ્રસિદ્ધ છે એવાં પોતાનાં અને સમસ્ત શેય વસ્તુઓનાં (પરિણતિ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો જ્ઞાતા છે.”
સમસ્ત શેયોમાં અનંત સિદ્ધો, અનંત નિગોદના જીવો તેનાં દ્રવ્ય-ગુણ અને પર્યાય અને તેનાં ઉત્પાદ-વ્યય અને ધ્રુવ તે સમસ્ત શેય વસ્તુના પોતાના અને ૫૨ના
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk