________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૪૫ ભાવ તે મારું કાર્ય છે અને હું તેનો કર્તા છું; તે રાગનો કરનારો પોતાની ચીજને ભૂલી ગયો. સાધારણમાણસને તો કઠિન લાગે.. ભાવ ભલે ઊંચા હો પરંતુ ભાષા તો સાદી છે ભગવાન ! આહા.. હા ! પ્રભુ! તારા ઘરની ચીજની વાત ચાલે છે. કહે છે કે તારી નિજ સંપદાની વાત ચાલે છે. તું અનંત આનંદ ને અનંત જ્ઞાનથી ભરેલો છે. તેને ભૂલીને આ શુભભાવ મારું કાર્ય અને તેનો હું કર્તા તે અજ્ઞાનભાવ છે. લોકોને આકરી વાત લાગે પણ શું થાય? બાપુ! તું એવો છો. તારા વૈભવની તને ખબર નથી પરમાત્મા! આહા... હા ! ભગવાન તરીકે બોલાવીને તેને જગાડે છે.
શ્રોતા – તમે કહી રહ્યા છો પરંતુ પુસ્તકમાં આવું લખ્યું નથી.
ઉત્તર- પુસ્તકમાં શું લખ્યું છે તે જુઓ! “નાં સ્વપ૨ પરિણતિ નાનનું મ”િ શું કહે છે!! આ આત્માનો જે સ્વ સ્વભાવ છે તે આનંદ આદિ પરિણતિ છે ઉત્પાદવ્યયને ધ્રુવ, દ્રવ્ય ગુણ ને પર્યાય તે ત્રણેયને પરિણતિ કહે છે પ્રભુ! પરિણતિ શબ્દ અહીંયા એકલી પર્યાય નથી લેવી. સમજમાં આવ્યું?
સ્વપર પરિણતિમાં કેટલું નાનું એતો સાંભળો પ્રભુ! આમાં અહીં (પાઠમાં ) છે. આ શેઠ કહે છે ને ક્યાં આવ્યું છે ભગવાન...! એકવાર સાંભળતો ખરો પ્રભુ! કે તું કેવો છો? તું તો સ્વપર પરિણતિનો જ્ઞાતા છે. ભાઈ ! જૈનધર્મ તે વીતરાગનો ધર્મ છે. તે વસ્તુનું સ્વરૂપ છે. એ કોઈ કલ્પિત પક્ષ કે વાડો નથી.. સમજમાં આવ્યું?
કહે છે કે “સ્વપર પરિણતિ જાનન,” આત્મા જ્ઞાતા હોવાથી પોતાની ચીજસંપદાનો જાણનાર છે. અહીંયા કર્તાકર્મ અધિકાર છે ને! તો રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા તેવી બુદ્ધિ છોડીને તે (સ્વપરનો જ્ઞાતા રહે છે.) અહીં લોજીકથી તો કહે છે.
અહીંયા તો પોતાનો આત્મા અને પોતાની પરિણતિનો જ્ઞાતા છે. સ્વ દ્રવ્ય-ગુણ પર્યાયને જાણે છે. દ્રવ્ય નામ અનંત ગુણનો પિંડ, ગુણ અર્થાત્ અનંત શક્તિ અને પર્યાય એટલે તેની હાલત તેને અહીંયા પરિણતિ કહે છે. એકલી પર્યાયને અહીંયા પરિણતિ કહેતા નથી. અહીં ઉત્પાદ-વ્યય-ધ્રુવને પરિણતિ કહે છે. અહીં ઉત્પાદમાં એ લેવું છે કેઆનંદની પર્યાયનું ઉત્પન્ન થવું, પૂર્વની પર્યાયનું વ્યય થવું અને સર્શ.. સશ કાયમ આનંદરૂપે રહેવું તે ત્રણેયને પરિણતિ કહે છે.
અરે..! ભાઈ.. આવો મનુષ્ય દેહ મળ્યો અને તેમાં પરમાત્માની વાસ્તવિક વાત મળી. તે વસ્તુની દૃષ્ટિ ન થાય તો તેના ભવ ભ્રમણ નહીં ટળે. નાથ! ચોરાશીના અવતાર તે ભવાબ્ધિ છે. ભવરૂપી અબ્ધિ એટલે દરિયો છે. સંસારમાં ચોરાશી લાખ યોનિમાં અવતાર કરી કરીને થાકયો. અહીં કહે છે-તારા અવતારનો અંત ત્યારે આવશે કે જ્યારે તારી પરિણતિ દ્રવ્ય-ગુણ પર્યાયે નિર્મળ પ્રગટશે તેનો જાણનારો અને પારદ્રવ્યની દ્રવ્ય-ગુણ પર્યાય તેનો પણ જાણવાવાળો છે. પાઠમાં સ્વપર પરિણતિ તેવો શબ્દ લીધો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk