________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૩
કલશ-૫૦ અનંત અરિહંત થશે તે બધાને અહીંયા.. આચાર્યદેવ સ્મો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણમાં (નમસ્કાર કરે છે).
“શ્મો લોએ સવ્ય ત્રિકાળવર્તી સિદ્ધાણ.” પરંતુ જે જીવો હજુ સિદ્ધ થયા નથી.. તેમાંથી કોઈક તો નરકમાં પડ્યા છે, કોઈક તો નિગોદમાં પડ્યા છે અને તે ભવિષ્યમાં સિદ્ધ થશે! તો કહે છે-હું તો વર્તમાનમાં સ્મો લોએ સવ્ય ત્રિકાળવર્તી સિદ્ધાણમ્ (ને નમસ્કાર કરું છું.)
મો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણ.” ભૂતકાળમાં અનંત આચાર્યો થયા, વર્તમાનમાં પણ આનંદને વેદનારા ભાવ અનુભવી આચાર્યો છે, ભવિષ્યમાં પણ અનંત અતીન્દ્રિય આનંદના વૈભવને વંદન કરવાવાળા આચાર્યો થશે. તે બધાને અત્યારથી તમે મો લોએ સવ્વ ત્રિકાળ વર્તી આયરિયાણમાં (સમાવી દીધા). મો લોએ સવ્વા ત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ્' આવો ધવલમાં પાઠ છે. સમજમાં આવ્યું? તમે કયાંય દૂરથી આવ્યા છો તો કાંઈક નવીન વાત સમજી લ્યો.
આહા.. હા!“શ્મો લોએ સવ્ય ત્રિકાળવર્તી સાહુણમ્” પોતાના અતીન્દ્રિય આનંદનો વૈભવ જેણે પ્રગટ કર્યો અને ભવિષ્યમાં પ્રગટ કરશે (તે બધાને નમસ્કાર કર્યા છે). જે આત્માને સાધે તે સાધુ છે. તે સાધુ પોતાના અતીન્દ્રિય આનંદસ્વરૂપને સાધીને સાધુ બન્યા છે.. અને બનશે. વર્તમાનમાં છે.
- શ્રી બનારસીદાસજીનું નાટક સમયસાર ભિન્ન-જુદું છે બીજું તેમણે એક બનારસી વિલાસ (નામનું પુસ્તક લખ્યું છે, તેમાં આ શ્લોક આવે છે.
“મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે
રચી આગમ અભ્યાસ ભવિક જીવ સંશય નિવારે” આ અરિહંતો, સિદ્ધો, મહાવીર આદિ “મો સિદ્ધાણમ્માં આવી ગયા. તેમને તો વાણી છે નહીં, પરંતુ મહા વિદેહ ક્ષેત્રમાં અરિહંત પરમાત્મા બિરાજે છે તેમને વાણી છે. તે વાણી કેવી છે? હોઠ બંધ છે, કંઠ ધ્રુજતા નથી, તેમજ અક્ષરરૂપ વાણી નથી તેમજ ભેદરૂપ નથી. ચાર જ્ઞાન ને ચૌદપૂર્વની રચના અંતર્મુહૂર્તમાં કરે છે એવા ગણધર ભગવાનની વાણી દ્વારા આગમ રચે છે. તે ભગવાનની વાણી સાંભળી ભવ્ય જીવો સંશય નિવારે છે. અર્થાત્ આત્માનો અનુભવ કરે છે.
સર્વજ્ઞ પરમાત્માએ જે ઓમ્ ધ્વનિ કહી તેમાંથી સંતોએ-ગણધરોએ શાસ્ત્રો રચ્યા. કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત હતા. પરમાત્મા બિરાજે છે ત્યાં ભગવાન પાસે ગયા હતા. ત્યાં આઠ દિવસ રહ્યા હતા. ત્યાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યા છે. તેમાંનું આ સમયસાર શાસ્ત્ર છે. તેમાંનું આ કળશટીકા શાસ્ત્ર છે. કુંદકુંદાચાર્યની ગાથા છે અને અમૃતચંદ્રાચાર્યના કળશ છે. સૂક્ષ્મ વાત તો છે પ્રભુ!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk