________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
કલશામૃત ભાગ-૨ કેવો છે જ્ઞાની? “ડમાં સ્વપ૨પરિતિં ગાનન પિ” પ્રસિદ્ધ છે એવાં પોતાના અને સમસ્ત શેય વસ્તુઓનાં દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો અથવા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનો જ્ઞાતા છે.”
શું કહે છે? ભગવાન આત્મા... , અહીંયા તો (બધા જીવને) ભગવાન તરીકે બોલાવે છે. આચાર્યદેવ પોતે સમયસાર ૭ર ગાથામાં કહે છે-“ભગવાન આત્મા'. આહા... હા! પછી પર્યાયમાં ભલે અલ્પજ્ઞતા હો; વિશેષતા હો, સર્વજ્ઞતા હો પરંતુ વસ્તુ તરીકે તો બધા ભગવાન સ્વરૂપે આત્મા છે. અને સ્વભાવે) ભગવાન સ્વરૂપ છે તો પર્યાયમાં ભગવાન સ્વરૂપ થાય છે. ભગવાન સ્વરૂપ થઈ તે પર્યાય કાંઈ બહારથી નથી આવતી. સમજમાં આવ્યું?
આહા. હા ! એ ભગવત્ સ્વરૂપ આત્મા કેવો છે તે કહે છે. આત્મા આનંદસ્વરૂપ શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય છે તેનો અંતરમાં-સમ્યગ્દર્શનમાં સ્વીકાર થઈને પોતાના આનંદનું જેને વેદના થાય છે તેવો ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ તે કેવો છે? એ વાત અહીંયા ચાલે છે. સૂક્ષ્મ વાત છે. પરંતુ અજાણ્યા માણસો કેટલે દૂરથી આવ્યા છે. દોડતાં.. દોડતા બહારગામથી.. દૂરથી ઘણાં લોકો આવ્યા છે.
આહા.... હા! પ્રભુ કહે છે. એકવાર સાંભળ તો ખરો! તારા અંતરમાં અંદર નિજ વૈભવ સંપદા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત અનંત વીર્ય, અનંત પ્રભુતા.. ઓહો... હો. આવો શક્તિવંત પરમાત્મા તમે અંદરમાં બિરાજો છો. આવે છે ને..
જિન સોહી એ આત્મા, અન્ય સોહી એ કર્મ,
એ વચન સે સમઝ લે, જિન પ્રવચનકા મર્મ.” ભગવાન ત્રિલોકનાથના પ્રવચનનો મર્મ જિન સોહી એ આત્મા અર્થાત્ આત્મા જિન સ્વરૂપી છે.
ભગવાન આત્મા રાગના ત્યાગના અભાવરૂપ સ્વભાવ છે હોં! ભગવાન એટલે આ.. (નિજ) આત્મા. રાગના ત્યાગરૂપ જેનો સ્વભાવ છે તે આત્મા અર્થાત્ આત્મા વીતરાગ સ્વરૂપે જ છે. અત્યારે હોં !! આહા.. હા ! આવી વાત છે.
અહીં કહે છે કે-અરેપોતાના નિજ વૈભવ ઉપર કયારેય નજર ન કરી. કયારેય તેણે નિધાનને નિરખ્યા નહીં. અનાદિ કાળથી દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ તે મારું કાર્ય છે અને હું તેનો કર્તા છું તેમાં રોકાઈ જઈને પોતાની નિજ સંપદાનો તેણે અનાદર કર્યો છે. અહીંયા કર્તાકર્મ અધિકાર ચાલે છે ને? કહે છે પછી તે અશુભભાવ હો કે પછી શુભભાવ હો.. જેવા કે દયા-દાન, વ્રત-તપના ભાવ હો.... પરંતુ તે મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું તેમાં તારી સંપદાને તું ભૂલી ગયો. સમજમાં આવ્યું?
નાટક સમયસારમાં આવે છે કે-કરે કરમ સોહી કરતારા.. જે રાગભાવને પુણ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk