________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
કલામૃત ભાગ-૨ પૈસામાં રાગમાં આવું સાંભળ્યું નહીં હોય. પૈસાવાળા ધૂળને ધાણી છે અને એ પૈસા દાનમાં આપે તો પણ એ રાગભાવ છે. પૈસા મારા માનીને આપે તો મિથ્યાત્વ છે. પૈસા કોના હતા તો તે આપ્યા? એ તો જડના હતા અને જડને આપ્યા. એને એમ લાગે કેપૈસા ગયા ને વળી પાછું મિથ્યાત્વનું પાપ બંધાણું એમ કહે! પણ.. એ તો પૈસાને મારા માનીને આપે તો મિથ્યાત્વનું પાપ છે. પૈસા ચીજ ભિન્ન છે તે મારા રાગની-મમતાના કારણે આવી અને તે ચીજ તેના કારણથી જાય છે-હું દેવાવાળો નથી. એક કલાકમાં કેટલું યાદ રાખવું! બીજી બીજી જાતની ઘણી વાતું સાંભળી હોય ને!? અમને તો બધી ખબર છે ને ! બાપુ! મારગ તો આ છે પ્રભુ!
આહા.. હા! તારી પ્રભુતા તારી પ્રતીતમાં ન આવે ત્યાં સુધી તારા દર્શન ને જ્ઞાન સાચા નહીં. તારી પર્યાયમાં તારી પૂર્ણતાની પ્રતીત ન આવે અને આનંદનો સ્વાદ ન આવે ત્યાં સુધી તારી પ્રતીતિની તને ખબર નથી. પૂર્ણાનંદ સ્વરૂપના નાથની પ્રતીત પ્રસન્નતામાં થાય છે એમ કહે છે. આનંદ એટલે પ્રસન્નતા. પોતાને છોડીને રાગાદિની પ્રતીત કરવી તે તો દુ:ખની દશા છે. રાગને ભિન્ન કરી અને પોતાની પ્રતીત કરે તે તો આનંદની પ્રસન્નતા છે. અહીં કહે છે–પોતાનો સ્વભાવ છોડીને એકલા રાગ ને પુણ્ય પાપ, શરીર છે એવું પર પ્રકાશક જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. ત્યાં અપ્રસન્નતા-દુઃખ છે.
જીવ તો જ્ઞાતા છે. ભગવાન તો પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે અને પરના દ્રવ્યગુણપર્યાયને જાણે તેવો છે. દ્રવ્યગુણપર્યાય એ શું છે હજુ સમજ્યા નથી? દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ અને ગુણ એટલે તેની શક્તિ અને પર્યાય એટલે વર્તમાન અવસ્થા તે ત્રણેયને જાણે અને પરના દ્રવ્ય ગુણ પર્યાય તે ત્રણેયને જાણે તે જ્ઞાતા છે. “જાણે સો જાનનહારા કરે સો કરતારા” રાગનો કરવાવાળો તે જાણનાર નહીં.
પોતાને અને પરના સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાય આદિને રાગાદિ પુદ્ગલ જાણતું નથી. રાગાદિ પુદ્ગલ પોતાને નથી જાણતું અને પરને પણ જાણતું નથી. બે ચીજ તન્ન ભિન્ન છે તેવું ભેદજ્ઞાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન જ્ઞાન ને ધર્મ છે.
પ્રવચન નં. ૬૪
તા. ૧૧-૮-'૭૭
મો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણમ્ ” એવો પાઠ છે. તે વાતને ટૂંકી કરી દીધી. અને એક સ્મો લોએ સવ્વ સાહૂણમ્ તેમાં સવ્ય શબ્દ રહ્યો. બાકી તો સવ્વ' શબ્દ બધામાં લાગુ પડે છે. મો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણમ્. ધવલમાં આવો પાઠ છે.
આહા હા ! ભૂતકાળમાં જે અરિહંત થઈ ગયા અને વર્તમાનમાં લાખો અરિહંત બિરાજે છે. તીર્થકર ભલે સંખ્યાએ છે પરંતુ કેવળી લાખો બિરાજે છે. અને ભવિષ્યમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk