________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
કલશાકૃત ભાગ-૨ પર્યાયનું કાર્ય છે તેનો કર્તા દ્રવ્યને કહેવો તે ઉપચાર છે. આહા ! અહીં આવી વાતું છે. સમજમાં આવ્યું?
આહા... હા ! સ્વપરિણતિ દ્રવ્ય-ગુણ-પર્યાય અને ૫૨ પરિણતિ દ્રવ્યગુણ-પર્યાય અથવા ઉત્પાદ વ્યય અને ધ્રુવ સ્વ પરિણતિ એટલે ત્રિકાળી ધ્રુવ અને ઉત્પાદ-વ્યય એટલે નિર્મળ પર્યાય. આત્માની પર્યાય તે ત્રણેયની જ્ઞાતા છે-જાણવાવાળી છે. અરે.. રે ! માથું ફરી જાય તેવું છે. પર્યાય સહિતનો આખો આત્મા જ્ઞાતા છે તેમ અહીં લેવું છે. ખરેખર તો જ્ઞાતાની પર્યાય છે તે જ જ્ઞાતા છે. દ્રવ્ય તો ત્રિકાળી ધ્રુવ છે. જાણવાની પર્યાય છે તે જાણે છે. ધ્રુવ શું જાણે ? ધ્રુવ તો ધ્રુવ છે એતો કૂટસ્થ નિત્ય પડેલી વસ્તુ છે. તે કાંઈ જાણવાનું કાર્ય નથી કરતું. જાણવાની પર્યાયનું કાર્ય તો પર્યાયમાં થાય જ છે. આ બધી આવી વાતો છે.
પર્યાય કોને કહેવાય અને દ્રવ્ય કોને કહેવાય ? એ પણ હજુ બરોબર સાંભળ્યું ન હોય. આહા... હા ! ભગવાન ૫૨મેશ્વ૨ ફરમાવે છે તે જ વાણી આ સંતોની છે. દિગમ્બર સંતો એટલે વીતરાગના કેડાયતો અને અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા. તેઓ અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે. તેઓ જંગલમાં નગ્નપણે ૨હે છે અને અંદરમાં નગ્નપણું એટલે વસ્ત્રના વિકલ્પ વિનાનું નિર્વિકલ્પ આનંદનું વેદન. અંદ૨માં કપડાંના વિકલ્પથી રહિત અતીન્દ્રિય આનંદ છે. બહારમાં આ વસ્ત્ર છોડયું અને એ વસ્ત્રનો ત્યાગ એ કાંઈ દિગમ્બ૨૫ણું નથી. જેને પાંચ મહાવ્રત પ્રત્યે રાગનો વિકલ્પ છે તેનાથી પણ રહિત મુનિપણું છે. એવી આ દિગમ્બર સંતોની વાણી છે એમ કહેવું તે પણ વ્યવહા૨ છે. વાણી તો વાણીથી છે. શું થાય ? વ્યવહા૨થી સમજાવ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. કહે છે કે પોતાની પરિણતિને અને પ૨ની પરિણતિને આત્મા જાણે છે બસ. પરિણતિનો અર્થ શું કરે છે ? પરિણતિ તો પર્યાયને જ કહે છે, પરંતુ અહિંયા એમ ન લેવું. અહીંયા તો પોતાની પર્યાયમાં જે સમ્યજ્ઞાન થયું-ચૈતન્યના લક્ષે જે જ્ઞાન થયું તે, શાસ્ત્રજ્ઞાન પણ જ્ઞાન નહીં. દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તેનું નામ પરિણતિ છે. સમ્યજ્ઞાનની પર્યાય જે છે તેણે શુદ્વ દ્રવ્ય સ્વભાવ, ચૈતન્યઘન ભગવાનનું જ્યાં જ્ઞાન કર્યું તેવી જ્ઞાનની પર્યાય સ્વપ૨ પરિણતિને જાણે છે. સ્વપરિણતિનો અર્થ-સ્વના દ્રવ્યગુણપર્યાય અને સ્વના ઉત્પાદવ્યયધ્રુવ. ૫૨ પરિણતિનો અર્થ-૫૨ના દ્રવ્યગુણપર્યાય અને ૫૨ના ઉત્પાદવ્યયધ્રુવ. આવો મારગ છે તે સાધારણ માણસને તો એવો સૂક્ષ્મ લાગે. એમાં ભાવ પણ એવા છે અને લાભમાં અનંત આનંદ છે.
તત્ત્વજ્ઞાન અર્થાત્ સ્વદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થયું અને પર્યાયમાં આનંદનો સ્વાદ આવ્યો તે અતીન્દ્રિય આનંદના સ્વાદનું નામ સમ્યગ્દર્શન છે. આમ શ્રદ્ધા.. શ્રદ્ધા કરે તેવી શ્રદ્ધા નહીં.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk