________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૯ જ્ઞાન પર્યાય સ્વપર પરિણતિને જાણે છે. પરિણતિની વ્યાખ્યા કરી. ભાઈ ! આતો ભગવાનની વાણી છે. આ કોઈ કથા કે વાર્તા નથી. એક ચકલી લાવી ચોખાનો દાણો અને ચકલો લાવ્યો મગનો દાણો અને બનાવી ખીચડી, એ ખીચડી કુંભારને આપી અને કુંભારે ઘડો આપ્યો આ કાંઈ તેવી વાત નથી. ત્રણલોકને જાણવાવાળા સર્વજ્ઞ પરમાત્મા છે તેમને ઇચ્છા વિના ઓધ્વનિ નીકળે છે. વાણી પણ સ્વાર પ્રકાશક અર્થાત્ (સ્વપરને કહેનારી છે.) ભગવાન આત્મા તો સ્વપરને જાણવાવાળો છે. આહાહા ! એ વાણી ભગવાને કરી છે એમ છે નહીં. વાણીની ક્રિયા વાણીથી થઈ છે. તેને જ્ઞાન પર્યાયની જરૂરત નથી.
અહીંયા કહે છે કે-ચેતન અચેતનના ભેદ ઘણાં છે. અને કેવો છે જ્ઞાની? બન્નેને એટલે સ્વ અને પર પરિણતિને જાણે. ધર્મી જીવનું જ્ઞાન સ્વને અને પરને બન્નેને જાણે છે. સમજાણું કાંઈ?
આવી વાત છે તેમાં શું કરવું તે કાંઈ સૂઝ પડતી નથી. તે કહે કે-ગીરનાર, સન્મેદશિખરની જાત્રા કરવી. અહીં કહે છે તારી ચીજ છે તે સમ્મદ શિખર છે ત્યાં આરૂઢ થા તે જાત્રા છે. પરની જાત્રાનો ભાવ પુણ્યભાવ-શુભભાવ છે. અને તે બંધનું કારણ છે. સમજમાં આવ્યું કાંઈ ?
અહીંયા તો પરમાત્મા કહે છે-શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે. સમસ્ત બ્રેય વસ્તુને એટલે કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને, સમસ્ત શેયના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયને પરિણતિ કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાય તે સ્વપરિણતિને જાણે છે. આહાહા ! આવી બધી વાતો યાદ રહેવી મુશ્કેલ પડે. (ઘરના) બીજા કોઈ સાંભળવા ન આવ્યા હોય અને પૂછે કે સાંભળ્યું તમે? કોણ જાણે! એવી કાંઈક વાત કરતા હતા...! પેલી ધૂળની વાત હોય તો યાદ બહુ રહે. પૈસા તો અજીવ ધૂળ છે પ્રભુ! તેનો આત્મા કર્તા તો નથી પરંતુ તેનો જાણનાર કહેવો તે પણ ઉપચારથી છે. લક્ષ્મીને જાણે છે તેમ કહેવું તે પણ ઉપચારથી છે. અરે! પોતાની જે જાણનારી પર્યાય છે પરિણતિ આત્માનું કાર્ય અને આત્મા કર્તા છે તે ઉપચાર છે. આ શું કહ્યું? એક પછી એક ચડિયાતી વાત આવે, તેમાં તેને એક વાત હજુ માંડ પકડાય ત્યાં બીજી આકરી વાત આવે.
ફરીને કહીએ. આ વાત કાંઈ જતી નહીં કરીએ. અહીંયા એ વાત ચાલે છે કેપોતાની જે જ્ઞાન પર્યાય સમ્યગ્દર્શનથી ઉત્પન્ન થઈ, અંદરના ધ્યેયથી આત્માના આશ્રયે જ્ઞાનપર્યાય પ્રગટી તે પર્યાય રાગની તો કર્તા નથી પરંતુ તે પર્યાય દ્રવ્યને જાણે છે તેમ કહેવું તે પણ ઉપચાર છે. કેમકે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. જ્ઞાનની પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાય થઈ તેનો આત્મા કર્તા અને એ પર્યાય તેનું કાર્ય તે પણ વ્યવહાર છે-ઉપચાર છે. કેમકે-નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કર્તા છે જ નહીં. પર્યાય પર્યાયનો કર્તા અને પર્યાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk