________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૪૧ પ્રશ્ન:- તે સ્વાદનો નમૂનો શું છે?
ઉત્તર- તે તો કહ્યું. આ સ્ત્રીનું શરીર જે હાડકા માંસનું છે. ભોગના કાળમાં તેને તેનો સ્વાદ આવતો નથી. સ્ત્રીનું સુંવાળું માખણ જેવું શરીર છે અને ઇન્દ્રિય કઠણ થાય અને વિષય વ્યે છે ત્યારે તેનો આત્મા તે ચીજને તો અડતો નથી. તે ચીજ ઉપર ફક્ત લક્ષ જાય છે કે –આ ઠીક છે એવો રાગ ઉત્પન્ન કરે છે તે રાગનો- આકુળતાનો સ્વાદ લ્ય છે.
જે વીંછીનો ડંખ લાગે છે. તો તેને ડંખનો સ્વાદ, ડંખનું વેદન નથી, એ તો જડ પરમાણું છે. તેમાં જે અણગમો ઉત્પન્ન થાય છે વૈષનો એ દ્રષનું તેને વેદન છે. લોજીકથી સમજવું પડશેને! તે રાગ ને દ્વેષ, તેમ આ પુણ્ય ને પાપનો સ્વાદ તે આકુળતા અને દુઃખનો સ્વાદ છે. હવે તે આકુળતાના સ્વાદ ઉપરથી લક્ષ છોડીને ચિદાનંદ આનંદનો કંદ પ્રભુ તેનું લક્ષ કરતાં આનંદનો સ્વાદ આવે છે.
અમે તો વારંવાર સક્કરકંદનો દાખલો આપીએ છીએ. જે સક્કરકંદ છે તેની ઉપરની લાલ છાલ સિવાય આખો સક્કર નામ સાકરની મીઠાશનો પિંડ છે. તેમ ભગવાન આત્મા પુણ્ય-પાપના વિકલ્પની છાલથી રહિત અંદર આનંદનો કંદ છે. એ આનંદ કંદ ઉપર દૃષ્ટિ પડવાથી સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જેમ ત્યાં રાગનો-આકુળતાનો સ્વાદ આવતો હતો, તેમ શરીરનો નહીં, ચુરમાના લાડુનો નહીં, રસગુલ્લાનો નહીં, મોસંબીનો નહીં. તે તો જડ છે. જડનો સ્વાદ અરૂપી આત્માને કયાંથી આવે? જડ પદાર્થોમાં મને ઠીક છે તેવી મિથ્થાબુદ્ધિ ઉત્પન્ન કરે છે તો મિથ્યાત્વનો અને આકુળતારૂપ રાગનો સ્વાદ તેને આવે છે.
અહીંયા કહે છે-જ્યાં ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે તેનો અંતર્મુખ સ્વીકાર થયો અને તેની પર્યાય જ્ઞાનસ્વરૂપને જાણવા ગઈ તો પોતાની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ભગવાન તેને સમ્યગ્દર્શન જ્ઞાન ને ધરમ કહે છે.
આવી વાતો સાંભળવા મળે નહીં, જ્યાં હોય ત્યાં વ્રત કરો, અપવાસ કરો, પડિયા લઈ લો તેવું સાંભળવા મળે. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે. તારી ચીજ આનંદથી ભરેલી છે ત્યાં નિધાનમાં નજર કર. પામર રાગ અને એક સમયની પર્યાય તુચ્છ તેના ઉપર નજર કરવાથી તારી પ્રભુતાનો દૃષ્ટિમાંથી નાશ થાય છે, બાકી અંદરમાં પ્રભુતા તો પ્રભુતા જ છે.
આ બે લીટીમાં તો કેટલું આવી ગયું. ૨૧૬ કળશમાંથી કાલે લીધું 'તું સ્વપર પરિણતિનું, તેની સાથે અહીંયા મેળ થઈ ગયો. અહીંયા એટલું કહેવું છે કે તે સ્વપર પરિણતિનો જાણવાવાળો છે. રાગનો, શરીરનો જાણવાવાળો છે પણ તે રાગરૂપ થઈને જાણે છે તેમ નથી. જ્ઞાનસ્વરૂપ પરશેયરૂપ થઈ જાય છે અને પરશેય જ્ઞાનમાં આવી જાય છે એમ છે નહીં. આ જુઓ, ભેદજ્ઞાન ! તત્ત્વની ભિન્નતાના સ્વરૂપના ભણકારા. પેલા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk