________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૫૧
66
“ ( જીવ તો ) એવો છે. તો પછી કેવું છે પુદ્ગલ ? તે જ કહે છે -“ રૂમાં સ્વપર પરિણતિ અનાનન્” પ્રગટ છે એવાં પોતાનાં અને અન્ય સમસ્ત ૫૨દ્રવ્યોનાં દ્રવ્ય-ગુણ-પર્યાય આદિને નથી જાણતું-એવું છે પુદ્ગલ દ્રવ્ય.
,,
જીવ તો આવો છે કે-પોતાની પરિણતિ દ્રવ્ય-ગુણને પર્યાય અને ઉત્પાદ-વ્યયને ધ્રુવને જાણે છે બસ. આગળ પરદ્રવ્યની પર્યાય અને ૫૨દ્રવ્યને જાણે છે. તેવો છે આત્મા બસ. ૫૨નું કાંઈ કરી શકે, ૫૨નું કાર્ય આત્મામાં આવી જાય તેવી ચીજ છે જ નહીં. સમજમાં આવ્યું ? ભાષા તો પ્રભુ સાદી છે. એવી કોઈ સંસ્કૃત ને વ્યાકરણની ભાષા નથી કે ન સમજાય. વળી સમજવાની શક્તિ તો તારામાં પડી છે. તું પરમાત્માની શક્તિ રાખીને પડયો છે.
અહીં પ્રશ્ન કરે છે કે–તો પછી પુદ્ગલ કેવું છે ? અહીંયા દયા-દાનનાં પરિણામને પુદ્ગલમાં લેવા છે. શરીર, મન, વાણી તો પુદ્ગલ જડ છે, તે તો માટી ધૂળ છે પરંતુ અંદ૨માં જે કર્મ છે તે પણ અજીવ-ધૂળ-પુદ્ગલ છે. જડકર્મ તો પુદ્ગલ છે પણ અંદ૨માં પુણ્ય-પાપના ભાવ થાય છે તેને પણ અહીંયા પુદ્ગલ કહ્યા છે-કેમકે તે અચેતન છે. શુભ અશુભ ભાવમાં ચૈતન્યનો અંશ નથી. તે જડ હોવાથી પોતાને જાણતાં નથી.. તેમજ તે ૫૨થી જણાવાવાળી ચીજ હોવાથી જડ છે. દયા છે તે પુદ્ગલ છે તેમ અહીંયા કહે છે.
અહીંયા પુદ્ગલની વ્યાખ્યા કરે છે. જે શુભ-અશુભ ભાવ છે તે રાગ છે. રાગ પોતાને જાણતો નથી અને તે ચૈતન્ય સ્વરૂપ ભગવાન જે છે તેને જાણતો નથી, તે રાગ તો ચેતન દ્વારા જાણવામાં આવે છે.. માટે રાગ અચેતન છે. બધી વાત લોજીકથી આવે છે. શાસ્ત્રમાં રાગને અજીવ કહ્યો છે, પુદ્ગલ કહ્યો છે, અચેતન કહ્યો છે, મેલ કહ્યો છે, દુઃખ કહ્યો છે. આ વાત ગઈકાલે ૭૨ ગાથામાં આવી હતી. ૭૨ ગાથામાં “ ભગવાન આત્મા ' કહીને બોલાવ્યા છે.
แ
રાગ છે તે અશુચિ છે. પછી તે પંચ મહાવ્રતના પરિણામ હો તો પણ તે રાગ છેતે અશુચિ છે. પ્રભુ ! તને ખબર નથી.. કે રાગ છે તે જડ છે. તેમાં ચૈતન્યના પ્રકાશનો અંશ નથી.. રાગ આંધળો છે. આવી વાત સાંભળવા મળવી પણ કઠણ ભગવાન!
સમયસાર ૭૨ ગાથામાં ત્રણ બોલ લીધા છે. દયા-દાન, વ્રત-ભક્તિનો રાગ છે તે અશુચિ છે, જડ છે અને દુઃખ છે. ભગવાન આત્મા નિર્મળાનંદ શૂચિ છે અને ચેતન સ્વરૂપ છે અને આનંદસ્વરૂપ છે. આવી ઝીણી ભેદજ્ઞાનની વાત છે ભગવાન ! આહા... હા ! અહીંયા કાય૨ના કામ નથી. વી૨નો માર્ગ તો વીરોને માટે છે. દાન દેવાનો જે ભાવ થાય છે તેમાં રાગની મંદતા કરે તો પુણ્ય છે, બાકી અભિમાન માટે કરે તો પાપ છે. પૈસા આપવા પાંચ લાખ-બે લાખ તેમાં રાગ મંદ કરે તો પુણ્ય છે.. અને તે પુણ્ય છે તે અચેતન છે. ગજબ વાત છે ને !
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk