________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
કલશાકૃત ભાગ-૨ છે. આ તો ઘણી ગંભીર વાતું છે. આ કાંઈ કથા વાર્તા નથી. આ તો અધ્યાત્મનો ઊંડો સમુદ્ર છે. તેમાંથી મીઠું પાણી કાઢે છે. તત્ત્વ અભ્યાસે સમજાય તેવું છે.
આહા.. હા ! અહીં કહે છે.. એકવાર પ્રભુ સાંભળ તો ખરો ! તારી ચીજ આવી છે. સ્વપ૨ની પરિણતિને જાણવાવાળો છે. જ્ઞાતાપણું તે તારી ચીજ છે. “સ્વપર પરિણતિ અને પ્રસિદ્ધ છે. ” રૂમમાં તેનો અર્થ કર્યો પ્રસિદ્ધ છે એવો.
,,
ભગવાન આત્મા અર્થાત્ ત્રિકાળી દ્રવ્ય અને તેની અનંત શક્તિ તે ગુણ અને તેની નિર્મળ પરિણતિ, આમ દ્રવ્ય ગુણ અને પર્યાયને પરિણતિ કહે છે. અથવા ઉત્પાદ–વ્યયધ્રુવને પરિણતિ કહે છે. બન્નેને પરિણતિ કહે છે. તે જ્ઞાતા સ્વપરિણતિ અને ૫૨ પરિણતિનો જાણવાવાળો છે. આવી વાત છે ભાઈ !
ત્રિલોકીનાથ પરમાતમાની દિવ્યધ્વનિમાં આ વાત આવી છે. દિવ્ય નામ પ્રધાન. અવાજ જેનો છે તેને પ્રવચન કહે છે. પ્રવચન કહો કે દિવ્ય ધ્વનિ કહો. પ્ર નામ વિશેષે દિવ્ય અવાજ કહો. એ ભગવાનની વાણીમાં અર્થાત્ પ્રવચનમાં એમ આવ્યું કે-પ્રભુ તું તો શાતા છો ને ! તું રાગનો કર્તા અને રાગ તારું કાર્ય એવું તારી ચીજમાં છે નહીં નાથ ! તું તને ભૂલી ગયો નાથ ! સમજમાં આવ્યું ?
આહા.. હા ! ‘ સ્વપર પરિણતિ જાનન ' આ એક શબ્દ તો જુઓ ! આના ઉપર ગઈ કાલે એક કલાક ચાલ્યું હતું. આ બે લીટી ઉપર કાલ એક કલાક ચાલ્યું હતું.. પરંતુ આજે આ લોકો નવા આવ્યા છે ને !
આહા.. હા ! અહીંયા તો ત્રિલોકીનાથ ૫૨માત્માની વાણી અને તેમાં રહેલા ભાવોને સંતો આડતીયા થઈને જગત પાસે પ્રસિદ્ધ કરે છે. માલ તો સર્વજ્ઞનો છે. જેમ વેપારી (વચ્ચેની ત્રીજી વ્યક્તિને ) માલ આપે છે ને તેમ સંતો આડતીયા થઈને જગતને પ્રસિદ્ધ કરે છે–પ્રભુ ! તમે આમ કહો છો. આ માલ તો તમારો છે.
આહા... હા ! તારા સ્વરૂપમાં ભગવંત અનંત આનંદ ને જ્ઞાન પડયા છે ને નાથ ! આહા... હા ! તેને તું ભૂલી ગયો અને એક સમયની પર્યાયને પોતાનું પૂર્ણ સ્વરૂપ માનીને તું મિથ્યાર્દષ્ટિ થઈ ગયો. મિથ્યા નામ જૂઠ્ઠી-અસત્ય દૃષ્ટિમાં ચાલ્યો ગયો. રાગને પોતાનો માન્યો તે તો મહાભૂલ છે, પરંતુ એક સમયની વ્યક્ત (જ્ઞાન ) પર્યાય જે પ્રગટ છે એટલો હું છું તો તેને કહે છે–પ્રભુ ! તું તારી ચીજને ભૂલી ગયો. તે પર્યાયના અંશમાં તારી ચીજ નથી. જે દ્રવ્ય વસ્તુ છે, પોતાની પરિપૂર્ણ ચીજ છે તેનો સ્વીકાર ન કરતાં અને અનાદિથી એક સમયની પર્યાયની વ્યક્તતા-પ્રગટતા છે તે અંશમાં તારી રમત છે, પર્યાયને પૂર્ણ સ્વરૂપ માન્યું છે તે મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે.
આહા.. હા ! તું કેવો છો ? તારી ચીજમાં પ્રભુ અનંત આનંદ પડયો છે.. તેની તને ખબર નથી. આહા.. હા ! મૃગની નાભિમાં કસ્તુરી પણ તે કસ્તુરીની કિંમત મૃગલાને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk