________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૭ વ્રત પાળવા, ઉપવાસ કરવા, મંદિર બનાવવા, ભક્તિ કરવી, પૂજા કરવી, યાત્રા કરવી એ સહેલું ને સટ હતું. એ રખડવાનું હતું બધું. આ તમે નવું કયાં કાઢયું? તેમ લોકો કહે છે. નવું નથી પ્રભુ! મારગ અનાદિનો છે. તને સાંભળવામાં જાણવામાં ન આવ્યો માટે ન હતો એવું છે નહીં.
અહીંયા કહે છે કે “સુનામ પરિગતિ નાનન ”િ પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વ અને પરને જાણે છે. “પ્રસિદ્ધ છે એવાં પોતાનાં અને સમસ્ત શેય વસ્તુઓનાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો જ્ઞાતા છે.”
જુઓ, શું કહે છે? પરિણતિની વ્યાખ્યા કરી. શું કરી? પોતાના અને પરના સમસ્ત શેય વસ્તુના દ્રવ્ય-ગુણ અને પર્યાયને જાણે છે. પુસ્તક સામે છે કે નહીં? આ તો ભગવાનનું શાસ્ત્ર છે ને તેનો ઉકેલ ઘણો સૂક્ષ્મ છે ભગવાન ! આ કાંઈ કલ્પિત બનાવેલ શાસ્ત્ર નથી. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ તેમની વાણીમાં આવેલું શાસ્ત્ર છે.
મુખ ઓમકાર ધ્વનિ સુણિ અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” ભગવાનના મુખમાંથી તો ઓમ્ ધ્વનિ નીકળે છે, આવી અક્ષરવાળી, વાણી આવતી નથી. મહાવીર આદિ ભગવાન તો “ણમો સિદ્ધાણ માં ગયા. મહા વિદેહમાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે તે હજુ “શ્નો અરિહંતાણમ્માં છે. તેમને ઓમ્ એવી વાણી નીકળે છે, સિદ્ધોને વાણી નથી. મહા વિદેહમાં અરિહંતપદે મનુષ્યપણે સીમંધર પ્રભુ બિરાજે છે. ૫૦૦ ધનુષ્ય એટલે બે હજાર હાથ ઊંચો દેહ છે. કરોડપૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં ૭૦ લાખ કરોડ અને પ૬ હજાર કરોડ વર્ષ જાય છે. તેવા એક કરોડ પૂર્વનું સીમંધર ભગવાનનું આયુષ્ય છે. તે પરમાત્માને ઓમ્ ધ્વનિ છૂટે છે. જે ગણધર સંત છે ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વની રચના અંતમુહૂર્તમાં કરવાની તાકાતવાળા છે–તે ભગવાનની વાણી સાંભળીને શાસ્ત્ર રચે છે. અને જે ભવ્યજીવ છે તે વાસ્તવિક રીતે સંશયનું નિવારણ કરે છે. જે લાયક નથી તેને તો સંશય નિવારણની ખબર જ નથી. સમજમાં આવ્યું કાંઈ?
આહાહા! તે આગમની રચનામાંનું આ આગમ છે. સમયસાર ગણધરની રચના છે. તે ગણધર સંત ચારજ્ઞાનના ધણી છે અને તે જ ભવે મોક્ષ જવાવાળા છે. તેની રચનામાંનું આ સમયસાર શાસ્ત્ર છે. આ તેનો કળશ છે. ભગવાન કુંદકુંદાચાર્યે તો પંચમઆરામાં તીર્થકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્રાચાર્યે ગણધર જેવી ટીકા બનાવી છે. એવી ચીજ અત્યારે કયાંય છે નહીં.
અહીંયા જે “અપર પરિણતિ” શબ્દ છે તેનું સ્પષ્ટીકરણ ચાલે છે. આત્માના જ્ઞાનપર્યાયની એવી તાકાત છે કે તે સ્વગ્નેય અને પરશેયને જાણે છે. તે સ્પશેયને અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk