________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
કલામૃત ભાગ-૨ થઈ છે એમ નથી. અમારી પર્યાય સંપૂર્ણ ત્રિકાળી દ્રવ્ય-ગુણ જાણવામાં આવ્યા, તો ત્રિકાળ દ્રવ્યગુણ છે તો પર્યાયમાં તેને જાણવાની તાકાતું આવી તેમ પણ નથી. આતો શિક્ષિણ શિબિરનું માંગલિક ચાલે છે–આ બધાને સંદેશો છે.
એ રીતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તેનું જ્યાં સુધી પોતાની પર્યાયમાં જ્ઞાન ન હો અને ત્રિકાળીની પ્રતીત ન હો ત્યાં સુધી તે અજ્ઞાની છે. અજ્ઞાનીના વ્રત ને તપ તે બાળવ્રતને બાળપ છે. આવી જોરદાર વાતું છે.
પ્રશ્ન- બાળવતથી કાંઈ ફાયદો તો રહેતો હશેને?
ઉત્તર:- ફાયદો રખડવાનો છે. તેનાથી ગતિ મળે છે. સંયોગી ભાવથી સંયોગી ચીજ મળે.
શ્રોતા:- તો ફાયદો ન થયો ને?
ઉત્તર- ફાયદો થયો ને! રખડવાનો. પુષ્ય ને પાપના ભાવ, દયા-દાન-વ્રતભક્તિનો ભાવ તે સંયોગીભાવ છે પોતાનો સ્વભાવ ભાવ નહીં. સંયોગથી ઉત્પન્ન થયેલી સંયોગી ચીજ છે. તેના ફળમાં પદાર્થના સંયોગ મળે છે. પોતાની ચીજ તો આનંદકંદ પ્રભુ છે જે એક સમયની પર્યાયમાં આવતો નથી. સમજાણું કાંઈ?
આહા... હા! એક સમયની મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે પણ આખા દ્રવ્યગુણને જાણે છે, આવું જાણવા છતાં પણ તે દ્રવ્ય-ગુણ રૂપ થતી નથી. આહાહા ! પર્યાયની આવી તાકાત છે તો દ્રવ્યની કેટલી તાકાત? ધર્માજીવને દ્રવ્યગુણની જેટલી તાકાત છે એવી (અને એટલી) તાકાતનું જ્ઞાન થયું છે. સમજમાં આવ્યું કાંઈ ?
ભગવાન આત્મા અનંત અનંત શક્તિનો પિંડ પ્રભુ છે. જેની શક્તિઓ સંખ્યાએ અનંત છે. આકાશ છે તેનો અંત કયાંય નથી તે અનંત... અનંત... અનંત... અનંત... પ્રદેશી છે. આ લોક છે તે અસંખ્ય જોજનનો છે. તેનાથી પાછળ જે ખાલી ભાગ છે આકાશનો આકાશ. આકાશ... આકાશ તેનો કયાંય અંત નથી. એવું અંત વિનાનું અનાદિ અનંત ચારેબાજુ આકાશ છે. એક પરમાણુ મૂકો તે જગ્યાને પ્રદેશ કહીએ. તેના અનંત પ્રદેશ છે. એવા અનંત પ્રદેશથી પણ એક આત્મામાં અનંતગુણી શક્તિ છે. આત્માના ગુણની સંખ્યા આકાશના પ્રદેશોથી અનંતગુણી છે. એવી અનંત શક્તિનો ભંડાર તે સ્પશેય છે. તે જ્ઞાનની પર્યાયનું શેય છે.
અહીંયા તો એટલું લેવું છે કે જ્ઞાનની પર્યાય પરને જાણવા છતાંય પરરૂપ થતી નથી. તે મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે વ્યવહાર રત્નત્રયના રાગને, શરીર, વાણીને પોતાની તાકાતથી, પરને અડયા વિના જાણે છે; છતાંય તે પર્યાય પરરૂપ થતી નથી. અને ત્યાં ર૧૬ કળશમાં એમ કહ્યું કે સ્વને શેય તરીકે જાણે છતાંય તે પર્યાય સ્વ અને પરશેયરૂપ થતી નથી. અરેરે ! આ શું કહે છે? આવો મારગ ! તેનાં કરતાં દયા પાળવી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk