________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
કલશાકૃત ભાગ-૨ આહા.. હા ! અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ, અનંતગુણ શક્તિ સંપન્ન આત્મા છે તેને પરમાત્મા સ્વરૂપ જ કહ્યો છે. સર્વે જીવો સર્વ કાળે, સર્વ ક્ષેત્રમાં પૂર્ણ જ્ઞાન અને આનંદસ્વભાવથી ભરેલા જીવો છે. વાત બેસવી બહુ કઠણ બાપુ! આ વાત જેની પ્રતીતિમાં આવી ગઈ તેના જનમ-મરણનો અંત આવી જાય છે. કેમકે સ્વરૂપમાં જન્મમરણનો અને જન્મ-મરણના કારણનો અભાવ છે.
ભગવાન આત્મામાં ભાવ છે. તે પરમાનંદ, પરમજ્ઞાનાદિ અતીન્દ્રિય સ્વભાવથી ભરેલો એ ભાવ છે. એ પરમાનંદનો નાથ પ્રભુ અર્થાત્ પોતાનું સ્વરૂપ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં જાણવામાં આવે છે. તે પર્યાયનું સામર્થ્ય બતાવતાં સમયસાર ૧૭, ૧૮ ગાથામાં લીધું છે કે તારી વર્તમાન જ્ઞાન પર્યાયમાં જે પૂર્ણાનંદનો નાથ પરમાત્મા સ્વરૂપ તું છે તેનું જ જ્ઞાન થાય છે. કેમકે જ્ઞાનની પર્યાય રૂપર પ્રકાશક સામર્થ્યવાળી છે.
શ્રી કુંદકુંદાચાર્યે (સમયસાર) રચ્યું અને અમૃતચંદ્રાચાર્યે તેની ટીકા બનાવી. એ વીતરાગી સંતો આ વાત કહે છે. પ્રભુ! તું એકવાર સાંભળ તો ખરો ! ભાઈ ! બાપુ ઝીણું બહુ છે. વાણિયાને જૈનધર્મ મળ્યો, સંપ્રદાય મળ્યો પણ વસ્તુ સ્થિતિ બહુ સૂક્ષ્મ છે.
અહીં “સ્વીર પરિણતિ નાનન ” આવો પાઠ છે. પોતાની પરિણતિમાં દ્રવ્યગુણ-પર્યાય ત્રણેય આવ્યા અને પર પરિણતિમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવ્યા. એકલી પરિણતિ એમ અર્થ નથી. જુઓ, “પરિણતિ નો અર્થ કર્યો કે “દ્રવ્ય-ગુણપર્યાય અથવા ઉત્પાદ-વ્યય-ધ્રુવ” તેવો અર્થ છે પાઠમાં. આહા.. હા! દિગમ્બર સંતોની વાણી કેવળજ્ઞાનને સ્પર્શે એવી છે. તે વાણીને સમજવા માટે મોટો પુરુષાર્થ જોઈએ. એ કાંઈ બહારથી દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે એવું નથી. એ તો અંતર્મુખ દેષ્ટિ કરવાથી પ્રાપ્ત થાય છે. આહા.... હા ! એ દૃષ્ટિ તે તો પર્યાય છે પરંતુ પર્યાય માને છે ત્રિકાળી દ્રવ્યને. એ માને છે કે શ્રદ્ધામાં ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા આવી પણ તે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવ્યું નહીં.
શ્રોતા- પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય નથી આવતું? ઉત્તર:- ભાઈ ! તે બન્ને ચીજ ભિન્ન છે. શ્રોતા:- તો તેની શ્રદ્ધા આવીને !
ઉત્તર- મારી ચીજ પુર્ણાનંદ પરમાત્મા છે એવી શ્રદ્ધા પોતાનામાંથી પોતાને આવી, દ્રવ્યના કારણે પણ નહીં. સૂક્ષ્મ વાત છે-ભગવાન! જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે, તે ઘણું સૂક્ષ્મ છે અને જો તે પ્રાપ્ત થયું તો જન્મ-મરણનો અંત આવી જાય છે. તેને પરમાત્માના ભણકારા વાગ્યા. હવે તે અલ્પકાળમાં પરમાત્મા થઈ જશે. અને સમ્યગ્દર્શન વિના લાખ કરોડ ઉપવાસ કરે, કલેશ કરે-વ્રત પાળે, ભક્તિ કરે તે બધો સંસાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk