________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૩ સ્વભાવ અચેતન સ્વભાવનો કર્તા કેવી રીતે થાય? ચૈતન્ય સ્વભાવનું કાર્ય પુણ્યપાપના ભાવો કેવી રીતે થાય? ભગવાન ! તત્ત્વની ઝીણી વાત છે.
આગળ જઈએ તો વાત તો એવી છે કે પોતાનો આત્મા, પોતાની જ્ઞાનની પર્યાયમાં સ્પશેયપણે જણાય છે. પોતાની જ્ઞાન પર્યાય દ્રવ્ય-ગુણ છે તેને જાણે છે અને પોતાની પર્યાયને જાણે છે, અને તે પર્યાય રાગાદિ, પુદ્ગલાદિ સર્વ દ્રવ્યોને જાણે છે. આહા.. હા! તે જાણે છે પણ.. તે પર્યાય જે ત્રિકાળી દ્રવ્ય છે તે રૂપે થતી નથી. સમજાણું કાંઈ? વીતરાગનું તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે.
ચૈતન્ય સ્વભાવ તે તો ત્રિકાળી છે અને તેની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વપરને જાણવાનો તેનો સ્વભાવ છે. સ્વપરને તે જ્ઞાનની વર્તમાન દશા જાણે છતાં પણ એ જ્ઞાનની પર્યાય સ્વય જે (ત્રિકાળી) દ્રવ્ય છે તે રૂપે થતી નથી.
પોતાની જ્ઞાનની પર્યાય રૂપર પ્રકાશક સામર્થ્યવાળી છે. તે સ્વદ્રવ્ય એવા ત્રિકાળી સચ્ચિદાનંદ ભગવાન ‘પૂમિદમ્નપૂર્ણાનંદ પ્રભુ જે દ્રવ્ય સ્વભાવ છે તેને વર્તમાન જ્ઞાનની દશા જાણે છે. જાણતી હોવા છતાં તે પર્યાય દ્રવ્યમાં ઘૂસી જતી નથી-દ્રવ્યરૂપ થતી નથી. આહા.. હા! આવી વાત હવે!
આહાહા ! જાણનારી વર્તમાન જ્ઞાનની પર્યાય રૂપર પરિણતિને જાણે છે. સ્વપરમાં પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને પરના દ્રવ્ય-ગુણપર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ ને વર્તમાન જ્ઞાનની પર્યાય પુણ્ય-પાપના ભાવો ચૈતન્યસ્વભાવનું કાર્ય કેવી રીતે થાય ? પોતાના સામર્થ્યથી જાણે છે. પણ તે પર્યાય રાગરૂપ કર્મરૂપ તો થતી નથી. પરંતુ તે પર્યાય દ્રવ્યરૂપે થતી નથી.
શ્રોતા- તો પર્યાય પર્યાયરૂપ રહે છે.
ઉત્તર- હા, એવી વાત છે. આ તો વીતરાગ ભગવાનનું જૈન શાસન છે. જૈન પરમેશ્વર સિવાય આવી વાત કયાંય છે નહીં. શ્રી સર્વજ્ઞ પરમેશ્વર ફરમાવે છે તે એકવાર સાંભળ તો ખરો ! અહીંયા ૭ર ગાથામાં તો આત્માને ભગવાન તરીકે બોલાવે છે. કેમકે પર્યાયમાં જે ભગવાનપણું-પરમાત્મપણું-અરિહંતપણું જે પ્રાપ્ત થાય છે તે કયાંથી થાય છે? એ.. અંદર જે પરમાત્મ સ્વરૂપ છે તેમાંથી પરમાત્માપણું આવે છે. દ્રવ્ય સ્વભાવ પરમાત્મ સ્વરૂપ છે. પ્રભુ! તને તારી કિંમત નથી અને બીજાની કિંમત લાગે છે. પોતાની ચીજ જે ધ્રુવ છે તે એક સમયમાં અનંત પરમાત્મ સ્વરૂપે ભરી પડી છે. પરમાત્મ સ્વરૂપ જ છે. આહા... હા ! એ પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન તે પર્યાયમાં આવે છે. પરંતુ તે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એટલું સામર્થ્ય છે. સામર્થ્યતો છે પરંતુ સ્વ ઉપર લક્ષ દેવાથી પોતાની પર્યાયમાં સામર્થ્યતા પ્રગટ થાય છે. સમાજમાં આવ્યું? ગજબ વાત છે. પ્રભુનો મારગ આવો છે ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk