________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૫ પ્રશ્ન:- વ્યાપક દ્રવ્ય વ્યાપ્ય પર્યાયમાં પ્રસરતું નથી ?
ઉત્તરઃ- દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. એ વાત સમયસાર ૪૯ ગાથામાં કરી છે. પોતાનો આત્મા જે દ્રવ્ય છે તેને પર્યાય સ્પર્શતી નથી. પોતાનો જે ત્રિકાળી ભગવાન છે તે કયારેય પર્યાયને અડતો નથી, અને પોતાની પર્યાય છે તે દ્રવ્યને અડતી (સ્પર્શતી) નથી.
ભગવાન આત્માની સમ્યજ્ઞાન પર્યાય; ચૈતન્યની પર્યાય છે તે વ્યવહાર રત્નત્રયના દયા-દાનના જે વિકલ્પ છે તેને અડતી નથી પરંતુ તેનું જ્ઞાન થાય છે. તેનું જ્ઞાન પણ જે રાગ આવ્યો છે તે રાગથી અહીંયા જ્ઞાન થયું એમ પણ નથી. આવી વાત છે. તે જ્ઞાનની પર્યાયનું સ્વયં સિદ્ધ સામર્થ્ય એટલું છે કે તે રાગને અડયા વિના રાગનું જ્ઞાન કરે છે અને જ્ઞાનની પર્યાય દ્રવ્યને અડયા વિના દ્રવ્યનું જ્ઞાન કરે છે. મારગ આવો છે. લોકોને સત્યવાત શું છે તે સાંભળવા પણ મળે નહીં. સંપ્રદાયમાં જન્મ લીધો તેથી કહે અમે દિગમ્બર છીએ, તે કહે અમે શ્વેતામ્બર છીએ.
પ્રભુ! વીતરાગ સર્વ પરમાત્મા, ગણધર અને ઇન્દ્રોની વચ્ચે જે વાત કરતા હતા તે આ વાત છે. પ્રભુ! તું આવી ચીજ છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય અને પૂર્ણ ગુણ જાણવામાં આવે છે, એવું હોવા છતાં પણ પર્યાય દ્રવ્યને અડતી નથી.
કહે છે? એક સમયની જ્ઞાનની પર્યાયમાં જગતના છએ દ્રવ્યો; તેમાં પોતાના સિવાય અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવો અને તેનાથી અનંતગુણા પરમાણુઓ અને તેના ઉત્પાદ-વ્યય ને ધ્રુવ અને તેના દ્રવ્ય-ગુણ ને પર્યાય અને પોતાના દ્રવ્ય-ગુણ ને પર્યાય તે બધું જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે. એવી તેની તાકાત છે. આવી પર્યાયને તે રૂપે ન માને અને અલ્પજ્ઞ છે, રાગને જાણે છે તો રાગરૂપ થઈ ગઈ તેવું ત્રણકાળમાં બનતું નથી. ધર્મીને પણ વ્યવહાર–રાગ આવે છે. પણ તેને હેયબુદ્ધિએ આવે છે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી ધર્મી જીવને વ્યવહાર આવે છે પરંતુ હેયબુદ્ધિએ આવે છે.
આહા ! ધર્મી જીવને આત્મજ્ઞાન થયું કે હું તો શુદ્ધ આનંદકંદ પ્રભુ છું, મારા દ્રવ્ય સ્વભાવમાં પર્યાયનો પણ અભાવ છે એવા દ્રવ્ય સ્વભાવનો અંતર્મુખ થઈને અનુભવ જ્યારે કરે છે ત્યારે તે જ્ઞાનની પર્યાયમાં એટલી તાકાત છે કે-તે આખા દ્રવ્યને જાણે. જે પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે તેને અડયા વિના પોતાના અસ્તિત્વમાં રહીને દ્રવ્યનું જ્ઞાન કરે. દ્રવ્યનું અસ્તિત્વ છે માટે તેના અસ્તિત્વનું જ્ઞાન થયું એમ પણ નથી. પોતાની પર્યાયનાં અસ્તિત્વનું સામર્થ્ય જ એટલું છે દ્રવ્યને સ્પર્શયા વિના આખા દ્રવ્યને જાણે. આવી વાતો છે.
શ્રી જિનેશ્વરદેવે વસ્તુ સ્થિતિ કહી છે, કરી નથી. ભગવાન કોઈ વસ્તુ કે ચીજના કર્તા નથી, ભગવાન તો જાણવાવાળા છે. શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા-કેવળી પ્રભુ એમ ફરમાવે છે કે અમારી જે જ્ઞાનની પર્યાય અમારામાં થઈ છે તે લોકાલોક છે માટે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk