________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
કલશામૃત ભાગ-૨ પરશેયને અડ્યા વિના જાણવાની તાકાત રાખે છે. આહાહા ! કોને? જેને સમ્યજ્ઞાન થયું છે તેને. અલ્પજ્ઞાનમાં આત્માનું જાણવું તો થાય જ છે.
સમયસાર ૧૭/૧૮ ગાથામાં શું કહે છે-અજ્ઞાનીની વર્તમાન વ્યક્ત-પ્રગટ જ્ઞાનની પર્યાયમાં (સ્વ)જોય જ જાણવામાં આવે છે. આખું દ્રવ્ય અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે... પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ તેના ઉપર નથી. એ જ્ઞાન પર્યાયમાં આખું શેય પરમાનંદ પ્રભુ જ્ઞાયકભાવ એવું આખું દ્રવ્ય અજ્ઞાનીને પણ જાણવામાં આવે છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય અંદરમાં સ્વનું પ્રકાશન કરે છે પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ તેના ઉપર નથી. અજ્ઞાનીની દૃષ્ટિ રાગ, દયા, દાન, વિકલ્પ અને પર્યાય ઉપર છે એ કારણે દ્રવ્ય દેખાતું હોવા છતાં તે માનતો નથી. સમજમાં આવ્યું કાંઈ?
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તેણે કહેલો પંથ તે અલૌકિક છે. પ્રભુના પંથની બલિહારી જુદી ચીજ છે. શ્રીમદ્જીમાં આવે છે કે “જિનવાણી જાણી તેણે જાણી છે.” બાકી બધા બાળ અજ્ઞાનીઓ તેને જાણ્યા વિના રહ્યાં છે.
જિનવાણીમાં એવું આવ્યું છે કે જ્ઞાનની એક સમયની પર્યાય-“સ્વપર પરિણતિ' તે બધાને જાણે છે. હવે પરિણતિની વ્યાખ્યા ચાલે છે. સવારે તો કળશટીકા જે ચાલે છે તે જ ચાલે છે. કાલથી બપોરના ૪૭ શક્તિઓ છે તે ચાલશે.
ભગવાન આ તો શાંતિનો મારગ છે. આ તો અંતરની ધીરજની વાત છે. ગુજરાતી આત્મધર્મમાં આવી ગયું છે. હિન્દીમાં હમણાં આવ્યું છે. તેર બોલથી “ધ” નું સૂત્ર બનાવ્યું છે. ભાવનગર બનાવ્યું હતું. જૈન તત્ત્વ મિમાંસામાં છે. તેર “ધ” આવ્યા છે. “ધ્રુવધામના-ધ્યેયના-ધ્યાનની ધખતી ધૂણી ધગશને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્માની ધખતી પર્યાયમાં ધૂણી-પેઢી લગાવી ધર્મ ધુરંધર-ધ્રુવ ધણીનો ધુની ધર્મધ્યાની ધન્ય છે. ભાવનગર ઘણો તાવ આવ્યો 'તો, ત્યાર પછી આ બનાવ્યું હતું. એક શબ્દ અહીંયા આવીને જોડેલો પરંતુ બધું કાંઈ યાદ રહે છે?
શું કહે છે? એક સમયમાં ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા અને ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય તે ત્રણેયને અહીંયા પરિણતિ કહેવામાં આવ્યા છે. તે ત્રણેયને પરિણતિ પણ કહે છે.. તો ત્રણેયને જાણવાની પર્યાય ત્રણેયને જાણે છે-તેને સ્વપરિણતિ કહે છે. આવી વાત છે... શું થાય બાપુ! કેવળી તીર્થંકરદેવ જિનેશ્વરનો મારગતો આ છે પ્રભુ! તને ઠીક ન પડે, ખ્યાલમાં ન આવે તેથી કાંઈ વસ્તુ બીજી થઈ જાય છે તેમ નથી.
અહીંયા જે સર્વજ્ઞ પરમાત્મા કહે છે તે સર્વજ્ઞનો માલ સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. જગતને રુચે ન રુચે તે સ્વતંત્ર પ્રાણી છે. અહીંયા કહે છે કે-આત્માની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk