________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૩૧
અરેરે...! જ્યાં સમયસાર હાથમાં આવ્યું તો અંદરથી આવ્યું કે–ઓહોહો ! આ તો અશરીરી થવાની વાણી છે. શ૨ી૨ રહિત થવાની વાણી છે. ૧૯૭૮ સાલની વાત છે. આજથી ૫૫ વર્ષ પહેલાની વાત છે. જ્યારે સમયસાર હાથમાં આવ્યું ત્યારે કીધું કે આ તો અશરીરી થવું હોય, સિદ્ધપદ પ્રગટ કરવું હોય તેના માટેની વાણી છે. આવી વાણી કયાંય છે નહીં. તે આ વાણી છે જુઓ!
અહીં કહે છે કે આત્મદ્રવ્ય વસ્તુ અને પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ તત્ત્વ અને જડકર્મ તે અજીવ તત્ત્વ છે. એક તત્ત્વ બીજા તત્ત્વમાં સંક્રમણ થઈ જાય તેમ બનતું નથી. કેમકે બન્નેમાં અત્યંત ભેદ છે. આવો ભેદ ન લીધો પરંતુ અત્યંત ભેદ લીધો. આહા... હા ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન આત્મા તે બે વચ્ચે અત્યંત ભેદ છે.
આ જે કહ્યું તેનું વિવરણ એટલે સ્પષ્ટીકરણ. વિવ૨ણ-જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્ય સ્વભાવ, પુદ્ગલ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ-એ રીતે ભેદ ઘણો છે. આહાહા ! સમયસારના સંવર અધિકારમાં એવું લીધું છે. કે- દયા-દાન-વ્રતભક્તિના જેટલા પરિણામ ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ; પરંતુ જેટલામાં રાગ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર ને પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. વસ્તુ ભિન્ન છે તો તેનું ક્ષેત્ર ભિન્ન છે તેમ કહ્યું છે સંવ૨અધિકાર, સમજમાં આવ્યું ? ! થોડું થોડું સમજવું ભગવાન ! આ તો અમૃતના ઘરની વાતું છે.
અહીં કહે કે-પુણ્ય-પાપના ભાવ જેટલા અંશમાં-ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર ભિન્ન છે અને આનંદઘન ભગવાનનું આખું ક્ષેત્ર ભિન્ન છે. સમજમાં આવ્યું કાંઈ ? જેમ પર્વત ઉ૫૨ ઘાસ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર ભિન્ન છે અને બાકીના આખા પર્વતનું ક્ષેત્ર ભિન્ન છે. તેમ અહીંયા કહે છે કે-જેમાં વિકાર ઉત્પન્ન થાય છે, પર્યાય ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે એમ અહીં કહે છે. ચિદ્વિલાસમાં તો એમ લીધું છે કે–નિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન છે અને ત્રિકાળી સ્વભાવના પ્રદેશ ભિન્ન છે. અસંખ્યાત પ્રદેશ મળેલાં છે છતાં તેમાં બે ભાગ છે.
આહા... હા ! જીવદ્રવ્યના જે ભિન્ન પ્રદેશ છે તે તો ચૈતન્ય સ્વભાવે જ છે. ક્ષેત્રભિન્ન અને ભાવે ભિન્ન છે તેમ બન્ને પ્રકારે લીધું છે. પુદ્ગલ દ્રવ્યનું ક્ષેત્ર-પ્રદેશ ભિન્ન અને અચેતન સ્વભાવની ભાવે ભિન્નતા છે. તે વચ્ચે અત્યંત ભિન્નતા છે. બે વચ્ચે ભિન્ન અંત્તર છે. ભગવાન તને તારી ખબર નથી. સમજમાં આવ્યું કાંઈ ? આવી રીતે બેના પ્રદેશો ભિન્ન છે તો બે એક કેવી રીતે થઈ જાય ? બે ભિન્ન છે તે એક કેવી રીતે થાય ? જ્ઞાયકભાવ છે તે રાગરૂપે કેવી રીતે થાય ? અને જ્ઞાનભાવ છે તે જડ પર્યાયરૂપે કેવી રીતે થઈ જાય ? તે કયારેય થતાં નથી. ભાઈ ! માનો કે ન માનો ! તે બીજી વાત છે.
**
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk