________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩
કલશામૃત ભાગ-૨ જતી નથી. શ્રી પ્રવચનસારજી ૨00 ગાથામાં આવે છે કે-ભગવાન ! તું આત્માને ગમે તે રીતે માને પરંતુ આત્મા તો અનાદિથી જે જ્ઞાયકરૂપ છે તે જ્ઞાયકરૂપ જ રહ્યો છે. પ્રવચનસાર તે ભગવાનની વાણી છે. પ્રવચન = પ્ર નામ ઉત્કૃષ્ટ દિવ્ય ધ્વનિ. -દિવ્ય વાણી-ઓમકાર ધ્વનિ. સમજમાં આવ્યું!? અરે! મૂળ ચીજની ખબર ન હોય અને એને ધર્મ થઈ જાય તેમ બને નહીં. બાપુ ! વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે. અનંત કાળમાં જે દુર્લભ હોય તે વાત છે. અત્યારે તો પરમસત્યની વાણીનો ઉપદેશ દુર્લભ થઈ ગયો છે.
મારગ તો આ છે.
“નિત્યમ અત્યંત મેલાતદ્રવ્ય સ્વભાવથી અત્યંત ભેદ છે. શું કહે છે? ચૈતન્ય ભગવાનથી રાગનો અને પુદ્ગલનો અત્યંત ભેદ છે. આ રાજમલ્લજીની ટીકા છે. જેમાંથી બનારસીદાસે નાટક સમયસાર બનાવ્યું છે. “નિત્યમ્ અત્યંત મેવા” દ્રવ્ય સ્વભાવથી અત્યંત ભેદ છે. રાગ ભાવ છે તે પુદ્ગલભાવ અને તેનાથી આત્મભાવ અત્યંત ભેદ-ભિન્ન છે. તે ત્રણેમાં અત્યંત ભેદ છે. એક ચીજમાં બીજી ચીજનું કેવી રીતે સંક્રમણ થઈ જાય. જ્ઞાયક સ્વરૂપ ભગવાન તે પલટીને રાગમાં શા માટે સંક્રમણ પામી જાય!! તેમ બનતું નથી કારણ કે તે ભિન્ન સત્ત્વ છે. સમજમાં આવ્યું?! આ તો કહેશરીરને હું ચલાવું છું, વાણીને હું કહું છું, ઉપદેશ હું આપું છું. ભાઈ ! એ વાણીનો આત્મા કર્તા નથી. વાણી. વાણીના કાળે, વાણીના કારણે વાણી આવે છે. ત્યાં આત્મા એનો કર્તા નથી. ભાષા તે આત્માનું કાર્ય નથી.
પ્રશ્ન:- એ તો ભાવ કરે ત્યારે થાય, ભાવ ન કરે તો વાણી કેમ થાય?
ઉત્તર:- ભાવ કરે તોય ન થાય. ભગવાનને કેવળજ્ઞાન વૈશાખસુદ દશમે થયું અને વાણી છાસઠ દિવસે નીકળી. એ વાણી નીકળવાનો કાળ હતો ત્યારે નીકળી. એ વાણી ગણધર આવ્યા માટે નીકળી તેમ નથી, એ પણ નિમિત્તનું કથન છે. ભગવાનને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમના થયું અને વાણી છાસઠ દિવસ પછી એટલે અષાઢવદ એકમના (દિવ્યધ્વનિ) છૂટી.
અહીં એક પ્રશ્ન થયો કે-ઇન્દ્ર ગૌતમને પહેલાં કેમ ન લાવ્યા? અહીં કેવળજ્ઞાન થયું ત્યારે કેમ ન લાવ્યા? તો કહે છે ગૌતમને ભગવાનની વાણી સાંભળવાની, સમજવાની કાળલબ્ધિ ન હતી. છાસઠ્ઠ દિવસ પાછળ હતી. આ ધવલમાં પાઠ છે. અહીં તો ધવલ, મહાધવલ, જયધવલ બધું જોયું છે. ચાલીશગ્રંથ બહાર આવ્યા છે. બધા ગ્રંથ અહીં આવ્યા છે. ચાલીશ ગ્રંથ પછી થોડા આવ્યા છે તેમાં સાત-આઠ ગ્રંથનો (સ્વાધ્યાય ) બાકી છે.
પહેલાં શ્વેતામ્બરના કરોડો શ્લોક કેટલીય વાર વાંચ્યા અને ભણ્યાં હતા. પરંતુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk