________________
૨૩૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨ તા. ૧૦-૮- ’૭૭
પ્રવચન નં. ૬૩
કળશટીકાનો કર્તાકર્મ અધિકાર ચાલે છે. થોડું વિવરણ ચાલી ગયું છે. પ્રભુ! તત્ત્વજ્ઞાનની વાત ઘણી સૂક્ષ્મ હોય છે સૂક્ષ્મ છે... અપૂર્વ છે.. અને તેનો લાભ પણ અપૂર્વ છે. જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલદ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ, -એ રીતે ભેદ ઘણો છે. ”
દ
ભગવાન આત્મા જે જીવદ્રવ્ય છે તેનો ચૈતન્ય સ્વભાવ છે. આ જે જીવદ્રવ્ય છેજીવવસ્તુના પ્રદેશ... ચૈતન્યના પ્રદેશ જડનાં પ્રદેશથી ભિન્ન છે. ૫૨ક્ષેત્રથી... જીવદ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ અર્થાત્ જાણન સ્વભાવ છે તે ૫૨દ્રવ્યનું કેવી રીતે કરી શકે ? એ વાત કહે છે.
ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વભાવી છે તે શરીર, વાણી, મન, કર્મ અને રાગ દ્વેષના પરિણામનો કર્તા કેવી રીતે થાય ? ભાઈ ! સૂક્ષ્મવાત છે. ચૈતન્ય સ્વભાવના ભિન્ન પ્રદેશ અને જગતની ચીજના પ્રદેશ ભિન્ન છે. ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા અને પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. આ શરીર, કર્મના ૫૨માણુ છે તેના પ્રદેશ ભિન્ન છે. અત્યારે તો આટલી વાત લેવી છે.
આ શરીર, મન, વાણી, કર્મ તે તો અચેતન સ્વભાવે છે. પંરતુ આ દયા-દાનવ્રત-ભક્તિના, પુણ્ય-પાપના ભાવ એનો અચેતન સ્વભાવ છે. ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશ તે જગતના પ્રદેશથી ભિન્ન છે.. અને આત્માનો સ્વભાવ તો ચૈતન્ય છેજાણવું–દેખવું તેનો સ્વભાવ છે. આ રીતે ભેદ-જુદાઈ ઘણી છે.
જીવનો ચૈતન્ય સ્વભાવ છે અને શ૨ી૨, વાણી, મન એ તો જડ-માટી–ધૂળ છે. અંદરમાં જે પુણ્ય ને પાપના ભાવ થાય છે. એ પણ ચૈતન્ય સ્વભાવથી ખાલી છે અર્થાત્ અચેતન છે. આ રીતે બન્નેમાં ભેદ ઘણો છે.
એ.. શું કહ્યું ? ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ અને શુભાશુભ રાગનો અચેતન સ્વભાવ અને શરી૨, કર્મનો અચેતન સ્વભાવ તે બન્નેનો ભેદ-ભિન્નતા ઘણી છે. ૨૧૬ કળશમાં ત્યાં ‘સ્વપર પરિગતિ' આવ્યું અને આ કળશમાં “જ્ઞમામ્ સ્વપર પરિગતિ ખાનદ્ અપિ” તેમ છે. વાત જરા સૂક્ષ્મ છે.. ભગવાન !
દ
આત્માની જે જ્ઞાન પર્યાય છે તે સ્વને જાણે છે. પોતાના દ્રવ્ય અને ગુણ જે ત્રિકાળી છે તેને તે પર્યાય જાણે છે, અને તે પર્યાય રાગાદિ ૫૨ને પણ જાણે છે. અહીં તો એટલું લેવું છે કે–જ્ઞાનસ્વરૂપી આત્મા આ રાગાદિ ભાવને જાણે છે. સ્વને જાણે છે અને ૫૨ને જાણે છે.. પરંતુ ૫૨નો કર્તા થતો નથી તેવો તેનો સ્વભાવ છે. સમજમાં આવ્યું ?
આહા.. હા ! સૂક્ષ્મતાથી લઈએ તો ત્યાં ૨૧૬ કળશમાં તો એમ લીધું છે કે-પોતાનો ચૈતન્ય-જાણક સ્વભાવ અને રાગાદિ પુણ્યાદિભાવનો અચેતન સ્વભાવ છે.. તો ચેતન
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk