________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૨૯
અને અવધિ અને એક ભવ પછી મોક્ષ જવાના છે તેવો નિર્ણય અંતર અનુભવથી છે. તેઓ જે વાણીને સાંભળવા જાય તે વાણી કેવી હશે બાપા! એ વીતરાગની વાણી અલૌકિક છે ભાઈ !
શ્રી બના૨સીદાસનું ‘બનારસી વિલાસ ’ છે તેમાં એક સ્તુતિ છે એમાં આવે છે કે– अतीता अजीता सदा निर्विकारा,
66
विषै वाटिका खंडिनी खङ्गाधारा ।
पुरा पाप विक्षेप कर्तृ कृपाणी, नमो देवि वागेश्वरी जैनवाणी ।।
99
વાગેશ્વરી એટલે પેલી વાઘેશ્વરી એમ નહીં હો ! વાગેશ્વરી એટલે વાણીમાં ઈશ્વર એવી વીતરાગી વાણી ત્રણકાળમાં બીજે કયાંય હોય શકે નહીં.. તેવી વાગેશ્વરી જૈનવાણી છે.
પહેલાનું પદ છે
แ
'अखै वृक्षशाखा व्यतीताभिलाषा, कथा संस्कृता प्राकृता देशभाषा।
7)
चिदानंदभूपालकी राजधानी, नमो देवि वागेश्वरी जैनवाणी ।।
વીતરાગની વાણી સદા નિર્વિકારી છે. ભગવાન ત્રિલોકનાથની દિવ્ય ધ્વનિ તે વીતરાગપણાંને બતાવનાર વાણી છે. ‘વિષય વાટિકા ' વિષયની વાણીને ખંડન કરી નાખે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયને તે તોડી નાખે છે.. એવી વીતરાગની વાણી છે.
અહીં શું કહે છે ? પ્રભુ ! આત્મદ્રવ્ય જે વસ્તુ છે તે આનંદ અને જ્ઞાનનો કંદ છે... તે પલટી અને શ૨ી૨, કર્મની અવસ્થામાં સંક્રમણ થઈ જાય તેમ કયારેય બની શકતું નથી. તેમ પુણ્ય-પાપ, દયા-દાન વ્રત-ભક્તિના ભાવ જે રાગ છે એ રાગ મારા પરિણામમાં પરિણમી સંમી જાય તેવી ચીજ નથી. પરિણામી એવો ભગવાન આત્મા અને રાગ પરિણામ તે રાગે પરિણમી જાય એવી ચીજ નથી. ઝીણી વાત છે. ધર્મ શું ચીજ છે તે લોકોને ખબર કયાં છે ?
ભાઈ, વીતરાગ પરમેશ્વર એનું શું સ્વરૂપ છે તેની ખબર ન મળે. ‘ મો અરિહંતાણં ’ તેમ બોલે, પણ એક‘ ક' અક્ષર બોલવામાં તો અસંખ્ય સમય જાય અને તેવા એક સમયમાં તો તેના જ્ઞાનમાં અનંતા સિદ્ધો જણાય, અનંતા-ત્રણકાળના નિગોદના જીવો, ત્રણકાળના દ્રવ્ય-ગુણ અને પર્યાયો જણાય તે પર્યાય કેવડી હશે ? એવા જિનેશ્વરદેવ એમ કહે છે કે–પ્રભુ એકવાર સાંભળતો ખરો ! તારી પ્રભુતા છૂટી જાય અને પામરતામાં તારું સંક્રમણ થઈ જાય એમ બનતું નથી.
આહા.. હા ! પ્રભુ તું અનંત આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર વીતરાગી છો. એ વીતરાગભાવનો પિંડ પ્રભુ પલટીને રાગ ભાવમાં ચાલ્યો જાય એમ કદી બની શકે નહીં. અજ્ઞાની માને કે રાગ મારું કર્તવ્ય છે–કાર્ય છે એમ જે માને તેથી ચીજ તેમ થઈ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk