________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૨૭
રાગરૂપી પરિણામ તે સ્વભાવમાં એક સંક્રમણ થવામાં અસમર્થ છે. ભગવાન આનંદસ્વરૂપ છે તે રાગમાં ઘુસી જાય, રાગરૂપે થઈ જાય.. તેમ થવાને અસમર્થ છે એટલે કે સમર્થ નથી. ભાઈ ! મારગ તો આવો છે બાપુ ! છ ઢાળામાં આવે છે કે–
“મુનિવ્રત ધાર અનંતબાર પ્રૈવેયક ઉપજાયો, પૈનિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.”
મુનિવ્રત ધારણ કરી અનંતવા૨ શૈવયકમાં ગયો. નગ્ન દિગમ્બર મુનિ થઈ અને હજારો રાણીઓને ત્યાગી, પાંચ મહાવ્રત પાળ્યા, જે શુકલ લેશ્યાના કા૨ણે અનંતવા૨ ચૈવયકમાં ગયો. પરંતુ આત્મજ્ઞાન વિના લેશ સુખ ન પાયો. ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ છે તેને મહાવ્રતાદિના વિકલ્પોથી-રાગથી ભિન્ન ચીજના અનુભવ વિના અંશે પણ સુખ પ્રગટ કર્યું નહીં. તેનો અર્થ એ થયો કે-પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂળગુણ વ્યવહાર સમિતિ, ગુપ્તિ તે બધું વિકલ્પ દુઃખરૂપ છે. રાગ છે તે દુઃખરૂપ છે. ભગવાન તો આનંદસ્વરૂપ છે સમજમાં આવ્યું ? આ તો ૫૨માત્માના મારગ છે ભાઈ ! આ કોઈ કથા વાર્તા છે નહીં. આ તો ભાગવત્ કથા છે. ભગવત્ સ્વરૂપ આત્માની કથા છે.
અરે ! ચોરાશીના અવતાર કરી, નક, નિગોદના ભવ કરી કરીને અનંતભવ કર્યા. એ ભવ મિથ્યાત્વને લઈને થયા છે. રાગ મારું કર્તવ્ય નામ કાર્ય છે તે મિથ્યાત્વ ભાવને લઈને ૮૪ લાખ યોનિના અવતાર થયા છે. એક-એક યોનિમાં અનંતવા૨ જનમ્યો છે.
આ બધા અબજોપતિ-કરોડપતિ કહેવાય છે તે બધા રાંકા-ભિખારી દુઃખી છે. પોતાની રિદ્ધિની તેને ખબર નથી અને ૫૨ની રિદ્ધિ મારી છે તેમ માનવાવાળા બિચારા રાંકાભિખારી અને દુઃખી છે. સમજમાં આવ્યું ?
આહા... હા ! એક સાતમી ન૨કમાં રહેવાવાળો ના૨કી જેણે રાગથી ભિન્ન પડીને પોતાના આનંદનો અનુભવ થયો છે તે સુખી છે. સાતમી નરકમાં રહેલો ના૨કી જેને પાણીનું બિંદુ પીવા નથી મળતું, આહા૨નો કણ નથી મળતો, રહેવા માટે સ્થળ નથી મળતું અને તેને જન્મથી સોળરોગો હોય છે છતાં પણ જ્યાં રાગથી આત્માને અંદરથી ભિન્ન જાણ્યો તો સમ્યગ્દર્શન થયું અને તેને આનંદનો સ્વાદ આવ્યો તે સુખી છે. મોટા મોટા સ્વર્ગના દેવ જેની એકત્રીસ સાગરની સ્થિતિ છે તે વ્રતાદિના ભાવથી સ્વર્ગમાં જાય છે તે રાગથી દુઃખી છે. તે સ્વર્ગમાં દુ:ખી છે-કા૨ણ કે તે રાગમાં પિલાય છે.
અહીં વાત ચાલે છે કે“ એવું કેવી રીતે બની શકે ?” આત્મા અજ્ઞાનપણામાં પણ રાગરૂપે સંક્રમણ થવાને અસમર્થ છે. પરિણામી આત્મા તેના પરિણામ ભાવ સ્વરૂપ છે. તે રાગમાં પલટીને એકરૂપ થઈ જાય-તેવી તાકાતે થવાને અસમર્થ છે. ભગવાન આત્મા પલટીને કર્મની પર્યાયરૂપ થઈ જાય, શરીરની પર્યાયરૂપ થઈ જાય, ભાષાની પર્યાયરૂપ થઈ જાય કે રાગની પર્યાયમાં સંક્રમણ કરે-પલટી જાય તેમ થવાને અસમર્થ છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk