________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
કલશામૃત ભાગ-૨ પંથ નવો નીકળ્યો છે. એ કયાં જૈન ધર્મ છે. એતો ૨000 વર્ષ પહેલાં દિગમ્બર માંથી નીકળ્યો છે. એ તો કપડાં સહિત મુનિપણું, સ્ત્રીને મુક્તિ, ભગવાનના માતા પિતા બન્નેને તે જ ભવે મુક્તિ વગેરે કષ્નાથી બનાવેલ છે. વસ્તુનું સ્વરૂપ એવું નથી સમજમાં આવ્યું? વળી દિગમ્બરવાળા કહે અમારી અર્જીકા ત્યાં ગયા હતા અને ભાઈ ! આ તો પ્રભુ પાસે ગયા હતા. ત્યાં આઠ દિવસ રહ્યા હતા અને ત્યાંથી આવી આ શાસ્ત્રો બનાવ્યા છે. ત્યાંથી પ્રભુનો આ સંદેશ લાવ્યા છે. આ પ્રભુનો સંદેશ છે.
આહા. હા! જ્યાં સુધી તારી ચીજ જ્ઞાન આનંદરૂપ છે તેનો અનુભવ નહીં, આનંદનો સ્વાદ નહીં ત્યાં સુધી અજ્ઞાન છે. અનુભવ એટલે સ્વાદ આવવો. આ મોસંબી અને ચુરમાના લાડુ, સ્ત્રીના શરીરનો સ્વાદ આવતો નથી, કારણ કે એ તો જડ છે. અજ્ઞાની જડના લક્ષે આ ઠીક છે તેવો વિકલ્પ ઉઠાવે છે ત્યારે તેને રાગનો સ્વાદ આવે છે શરીરાદિ પરવસ્તુનો નહીં. અહીં તો કહેછે-હાડકાં ચામડું રૂપાળું હોય તો પણ તે માટી-ધૂળ છે. ભોગ લ્ય છે તેમાં શરીરનો અનુભવ થાય છે? આ શરીર તો જડ છે અને ભગવાન આત્મા તો અરૂપી છે. અરૂપી આત્મા રૂપીનો સ્વાદ કેવી રીતે ભે! આ રૂપી પદાર્થ અનુકૂળ છે તેમ લક્ષમાં રાખી ને રાગને ઉત્પન્ન કરે છે. તે રાગનો સ્વાદ લ્ય છે. પ્રભુનો મારગ તો આવો છે શુદ્ધાત્માના આનંદનો સ્વાદ આવવો જોઈએ. કેમકે પ્રભુ આત્મા! અનાકુળ અતીન્દ્રિય આનંદનો કંદ છે. સમજમાં આવ્યું?
સક્કરકંદનો દાખલો તો વારંવાર આપીએ છીએ. સક્કરકંદની ઉપર લાલ છાલ છે તેનું લક્ષ છોડી દ્યો તો આખી ચીજ સાકરની મિઠાશનો પિંડ છે. તેથી તેને સકરકંદ કહે છે. તેમ આ પુણ્ય-પાપના વિકલ્પ લાલ છાલ છે, તેનું લક્ષ છોડી અને જે એકલા અતીન્દ્રિય આનંદનો કંદ છે તે ભગવાન આત્મા છે-તેને દૃષ્ટિમાં લેવાનો છે. જેમ લાલ છાલને ફેંકી દ્ય છે તેમ શુભ અશુભ ભાવો છે તે ફેંકી દેવાની ચીજ છે, અર્થાત્ દૃષ્ટિમાંથી તેને છોડવા જેવા છે અને આનંદકંદ ભગવાનને દૃષ્ટિમાં લેવાનો છે. આવો મારગ છે. સમજમાં આવ્યું?
અહીંતો કહે છે કે વસ્તુનું સ્વરૂપ એવું નથી. કેવું નથી? રાગનો હું કર્તા અને રાગ મારું કાર્ય તેમજ પુદ્ગલ કર્મની અવસ્થા મારું કાર્ય અને તેનો હું કર્તા તેવું વસ્તુ સ્વરૂપ નથી.
જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ તે અજ્ઞાનપણું છે તે કઈ રીતે છે તેવો પ્રશ્ન કર્યો છે. જડની પર્યાયનો. રાગની પર્યાયનો અજ્ઞાનપણે આત્મા કર્તા એવું કેમ ? તેનો ઉત્તર કહે છે.
જ્ઞાની પુન: વ્યાકૃવ્યાખ્યત્વમ સત્ત: વયિતુમ સદી” જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ અને જ્ઞાનાવરણાદિ કર્મપિંડ પરિણામી-પરિણામ ભાવે એક સંક્રમણરૂપ થવાને અસમર્થ છે.”
અહીં મુનિ ભગવંત જવાબ આપે છે. પરિણામી આત્મામાં કર્મરૂપી પર્યાય અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk