________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૨૫ નથી ત્યાં સુધી તે રાગનો કર્તા હું અને કર્મની પર્યાયનો કર્તા હું અને કર્મની અવસ્થા મારું કાર્ય અથવા રાગ મારું કાર્ય એમ માને છે, તેને આત્માનો અનુભવ નથી. આહા.... હા! આવી વાત છે.
નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ આનંદસ્વરૂપ છે તેનું અજ્ઞાન છે અર્થાત્ વસ્તુનું જ્ઞાન નથી. વસ્તુનું અજ્ઞાન છે ત્યાં સુધી તે રાગનો કર્તા અને રાગ મારું કર્મ તેમ અજ્ઞાની માને છે.
આહા... હા! આ દયા-દાનના ભાવ, વ્રતના ને તપના ભાવ, વિકલ્પરૂપ રાગ તે મારું કાર્ય અને રાગનો હું કર્તા એવું કયાં સુધી માને છે? તો કહે છે કે જ્યાં સુધી તેને જ્ઞાનસ્વરૂપ ભગવાનનું ભાન નથી-અનુભવ નથી ત્યાં સુધી માને છે. સમજમાં આવ્યું? ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ પ્રભુ છે તે વસ્તુનું સ્વરૂપ છે. આત્મા રાગનો કર્તા અને રાગ તેનું કર્મ એવું વસ્તુના સ્વરૂપમાં નથી. અજ્ઞાની માને મેં આમ કર્યું ને તેમ કર્યું.
કોઈ પ્રશ્ન કરે છે કે “જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ’ તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે?”
કહે છે-વસ્તુનું સ્વરૂપ એવું નથી કે કર્મ બંધનની પર્યાયનો કર્તા હું અને કર્મબંધનની પર્યાય મારું કાર્ય અને રાગનો હું કર્તા અને રાગ મારું કાર્ય તેવું વસ્તુના સ્વરૂપમાં નથી. વ્યવહાર રત્નત્રય જે છે તે રાગ છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો ભાવ રાગ છે. કેમકે પર દ્રવ્યની શ્રદ્ધા છે.
પ્રશ્ન:- એ આત્માની પર્યાય નહીં? ઉત્તરઃ- એ આત્માની પર્યાય નહીં. પ્રશ્ન:- તે શ્રદ્ધાની પર્યાય નહીં?
ઉત્તર:- નહીં, કેમકે વ્યવહાર શ્રદ્ધા તે રાગની પર્યાય છે. પાંચ મહાવ્રતના પરિણામ તે રાગની પર્યાય છે. અને શાસ્ત્રનું લખવું, વાંચવું એ પણ રાગ છે. પદ્મનંદી પંચવિશંતિકામાં તેને વ્યભિચારિણીબુદ્ધિ કહી છે. જે બુદ્ધિ શાસ્ત્રમાં (રમે છે) જાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. જે પોતાનું સ્વઘર છોડી અને પરઘરમાં જાય છે તે વિકલ્પ છે, રાગ છે, વ્યભિચાર છે. મારગ આવો છે.. ભગવાન!
ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ ભગવાન પરમાત્મા મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. પ્રભુનો ૫૦૦ ધનુષ્યનો દેહ છે. કરોડો પૂર્વનું આયુષ્ય છે. જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં ૨000 વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય ગયા હતા અને આઠ દિવસ રહ્યા હતા. કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ગયા હતા કે નહીં તે વાતમાં લોકો શંકા કરે છે. અરે પ્રભુ! આ તને શું થયું !?
શ્રોતા- શ્વેતામ્બર પણ કહે છે!? ઉત્તર:- શ્વેતામ્બર તો આનું (દીગમ્બર ઉપરથી) અનુમાન કરીને કહે છે. શ્વેતામ્બર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk