________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૨૩ ભાન થતાં જે આનંદની, જ્ઞાનની, સમકિતની પર્યાય ઉત્પન્ન થઈ તેનો આત્મા કર્તા અને એ પરિણામ મારું કર્મ તે પણ ઉપચારથી છે-વ્યવહારથી છે. કારણ કે પરિણામ અને પરિણામી બે ચીજ ભિન્ન છે. પર સત્ત્વની અપેક્ષાએ એક સત્ત્વ કહ્યું હતું પરંતુ નિશ્ચયથી તો પરિણામ કા કર્તા પરિણામ અને પરિણામનું કાર્ય પરિણામ છે. ધર્મના પરિણામનો આત્મા કર્તા અને પરિણામ તેનું કર્મ તે ઉપચારથી છે. (અપરિણામી) દ્રવ્યને, વસ્તુને પરિણામની કર્તા કહેવી તે ઉપચારથી છે. આ ગજબ વાત છે. ભગવાન! આ તો વીતરાગનો મારગ છે! દિગમ્બર દર્શન સિવાય આવી ચીજ-વાત કયાંય છે નહીં.
શ્રોતાઃ- આ વાત તો સોનગઢની છે.
ઉત્તર- આ તો આત્માની વાત છે. ભગવાન ! આત્મા અંદરથી સચ્ચિદાનંદ પ્રભુ છેને ભાઈ ! એતો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ આત્મા છે. અરે ! એને ખબર નથી. ચોરાશી લાખના અવતારમાં રખડી-રખડીને દુઃખી છે. તે ચારગતિના ભવ કરી-કરીને દુઃખી છે.
અહીંયા તો સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે તેને દિગમ્બર મુનિઓ, સંતો! સર્વજ્ઞની વાતને આડતિયા થઈને જગતને જાહેર કરે છે કે-માર્ગ આ છે પ્રભુ! સમજમાં આવ્યું?
જુઓ, આ શરીરની પર્યાય આમ હાલ-ચાલે છે તેનો કર્તા આત્મા ઉપચારથી પણ નથી... અર્થાત્ વ્યવહારથી પણ કર્તા નથી. શરીર છે તે પરમાણુ-માટી-ધૂળ-જડ છે. જડની અવસ્થા જડથી થાય છે, તે અવસ્થા ત્રણકાળમાં આત્માથી થતી નથી. આહાહા ! આ હોઠ હાલે છે, ભાષાની પર્યાય થાય છે તે આત્માનું કર્તવ્ય છે નહીં; વ્યવહારથી પણ નથી. કેમકે જડની પર્યાય તેના કાળે ઉત્પન્ન થાય છે, તે ભગવાન આત્માથી ભિન્ન છે. ઝીણી વાત છે પ્રભુ!
અહીંયા તો કહે છે કે “નાનંતી વિજ્ઞાનાર્વિ:” ભેદજ્ઞાની થયો ત્યારથી રાગ મારું કર્તવ્ય અને રાગનું કારણ હું તે વાત છૂટી ગઈ છે. આહા.. હા ! શરીર, વાણી, મન, પરની હું સેવા કરી શકું. તે જડની ક્રિયા છે. ભગવાનની પૂજા કરે છે તે ક્રિયા તો જડની છે. પ્રભુ! તને ખબર નથી એતો અજીવની ક્રિયા છે, તે તારાથી થયેલી નથી. એ સમયે તને જે ભક્તિનો શુભરાગ આવ્યો તે રાગ છે, તે રાગનો કરવાવાળો હું અને રાગમારું કાર્ય તેમ માનવું તે અજ્ઞાન છે. આ કાંઈ કથા વાર્તા નથી. વીતરાગી મુનિઓના ગંભીર શબ્દો છે.
આહા. હા! દિગમ્બર મુનિઓ એટલે વીતરાગી સંતો. એ અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલવાવાળા. જેમને પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું ઉગ્ર સ્વસંવેદન થાય છે તેને મુનિ કહે છે. શુદ્ધ ચૈતન્યકંદ, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે તેના આશ્રયથી જ્યારે મુનિપણું પ્રગટ થાય છે ત્યારે અતીન્દ્રિય આનંદનું પર્યાયમાં ભરતી-પૂર આવે છે. જેમ સમુદ્રના કાંઠે પૂર આવે છે તેમ પર્યાયરૂપ કાંઠે અતીન્દ્રિય આનંદની ભરતી–પૂર આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk