________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
કલશામૃત ભાગ-૨
આ ચીજ સમયસારના કળશો છે તે છે.
,,
અહીં શું કહે છે? “ વિજ્ઞાનર્વિ: ” વિજ્ઞાન એટલે ભેદજ્ઞાનરૂપી અનુભવ. જ્યાં સુધી વિજ્ઞાનરૂપી સૂર્યનો અનુભવ થતો નથી ત્યાં સુધી રાગ મારું કાર્ય અને રાગનો હું કર્તા એવું અજ્ઞાનભાવમાં માને છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ જે થાય છે તે રાગ છે તેનો આત્મા કર્તા નથી. ભગવાનનો મા૨ગ ઘણો સૂક્ષ્મ છે.
આ શરીરની કે ભાષાની અવસ્થા હો, તે અવસ્થાઓ આત્માથી કયારેય થતી નથી. તે ૫૨માણુની પર્યાય તેના થવાકાળે થાય છે, તેમાં આત્માનો જરાપણ અધિકા૨ નથી. અહીંયા તો કહે છે-અંદ૨માં જે રાગાદિ થાય છે પુણ્ય-પાપના ભાવ તે પોતાની પર્યાયમાં પોતાના અપરાધથી થાય છે. તે અપરાધનો કર્તા હું અને અપરાધ મારું કાર્ય એમ માને ત્યાં સુધી વિજ્ઞાનઘન આત્માનો અનુભવ થતો નથી.
આહા.. હા ! ભગવાન ચૈતન્યની સત્તા, આનંદકંદ, જ્ઞાનઘન આત્મા જ્યાં સુધી રાગનો કર્તા થાય છે ત્યાં સુધી તેને વિજ્ઞાનઘનનું ભાન નથી. આવી વાતું છે ! આગળના કળશમાં આ વાત કહી ગયા છે.
પ્રભુ ! તું તો વિજ્ઞાનન છો ને ! પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા તે ચૈતન્ય સ્વરૂપ પ્રભુમાં નથી. હવે જે રાગથી ભિન્ન પડીને પોતાનું ભિન્ન જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાય તે મારું કાર્ય અને આત્મા તેનો કર્તા તે પણ ઉપચારથી કહેવામાં આવે છે.
આહાહા ! ફરીને લઈએ. જે રાગાદિભાવ પુણ્યાદિના દયા-દાનના શુભાશુભ વિકલ્પ તે મારું કર્તવ્ય–કાર્ય છે તે અજ્ઞાનભાવ-મિથ્યાત્વ ભાવમાં છે. આહા... હા ! પરંતુ રાગથી ભિન્ન થઈને વિજ્ઞાનઘનનો અનુભવ થયો તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ જે ત્રિકાળી ભગવાનના અવલંબનથી થયા તે પરિણામ મારું કાર્ય છે અને હું તેનો કર્તા તે પણ ઉપચારથી છે.
પ્રશ્ન:- શા માટે ઉપચારથી કર્તા છે?
ઉત્ત૨:- રાગથી રહિત પોતાના વીતરાગી પરિણામ જે સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રના પરિણામ એ મારું કાર્ય અને હું કર્તા તે ઉપચાર છે. ( અકર્તાને કર્તા કહ્યો માટે ઉપચાર.) ૫૨નો કર્તા તો ઉપચારથી પણ નથી. આ વાત ૪૯ નંબરના કળશમાં આવી ગઈ છે.
k
‘અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. ” “ જેવી રીતે ઉ૫ચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે અને તે પરિણામ દ્રવ્યનું કાર્ય છે તેમ અન્યદ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી.’ ભગવાન ! સૂક્ષ્મ વાત છે.
ચૈતન્ય સ્વરૂપ વિજ્ઞાનન પ્રભુ એ તો ચિત્તૂપ-જ્ઞાનરૂપ-આનંદરૂપ આત્મા છે. તેનું
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk