________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
કલશામૃત ભાગ-૨
આહાહા! ચોથે સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આંનદનો સ્વાદ છે પણ તે થોડો છે. અને પંચમ ગુણસ્થાને શ્રાવકને ચોથા ગુણસ્થાનથી વિશેષ−( અધિક ) અતીન્દ્રિય આનંદ આવે છે. અને મુનિઓને તો પ્રચુર આનંદ આવે છે.
શ્રી સમયસારની પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે–હું મારા વૈભવથી સમયસાર કહીશ. મારો વૈભવ શું છે? આ બધા કરોડપતિ બેઠા-ધૂળના ધણી, તે ધૂળનો વૈભવ મારો છે ? આ શરી૨ તે મારો વૈભવ છે ? તો આ પુણ્ય-પાપના ભાવ તે મારો વૈભવ છે? મારો વૈભવ તો પુણ્ય-પાપથી ભિન્ન પોતાના અતીન્દ્રિય જ્ઞાન આનંદની પર્યાયમાં ભરતી આવવી તે પોતાનો વૈભવ છે. મુનિ કહે છે કે-મારો નિજ વૈભવ તે પ્રચુર સ્વસંવેદન છે. ચોથે ગુણસ્થાને જે આનંદ છે તેના કરતાં મુનિને છકે પ્રચુર સ્વસંવેદન છે એવો પાઠ છે.
સમ્યગ્દર્શન થવા પહેલાં સમજણ થાય છે કે મુનિપણું શું છે ? કેવળજ્ઞાન શું છે ? હું કોણ છું? નવ તત્ત્વનું ભિન્ન ભિન્ન ભાન તો સમ્યગ્દર્શન થયા પહેલાં લક્ષમાં આવે છે, પછી અનુભવમાં આવે છે. વીતરાગ પ્રભુનો આવો મારગ છે.
કુંદકુંદાચાર્યના મૂળ પાઠમાં જે છે તે જ વાત અહીં અમૃતચંદ્રાચાર્ય શ્લોકમાં કહે છે. આ આત્મા વિજ્ઞાનથન છે. વિજ્ઞાન સ્વરૂપ પિંડ પ્રભુ તેને અનુસરીને એટલે કે તેના આશ્રયથી વીતરાગી પર્યાય અનુભવમાં ન આવે ત્યાં સુધી અજ્ઞાની પોતાને રાગનો કર્તા અને રાગ મારું કાર્ય તેમ માને છે. ગુજરાતી ભાષા સમજો છો ને ?હિન્દી થોડી થોડી આવડે છે વધારે નથી આવડતી. અમે તો કાઠિયાવાડી ગુજરાતી છીએ ને ! ? તેથી આ કાઠિયાવાડી ભાષા છે. આ ૮૮ બે આઠડે અડ્ડાયાસી તો શ૨ી૨ને થયા, નેવું માં બે વ૨સ ઓછા છે. આ કાઠિયાવાડ તો અમારું છે ને ?
અહીંયા કહે છે કે “ જેટલોકાળ ” એટલો શબ્દ છે. આ તો અધ્યાત્મભાષા છે ભાઈ ! ભગવાન આ કાંઈ વાર્તા-કથા નથી. થોડા શબ્દમાં પૂરું થઈ જાય તેવું નથી.
દ
‘ જેટલો કાળ વિજ્ઞાનાર્ચી ” વિજ્ઞાનરૂપી સૂર્યનો અનુભવ ન થાય ત્યાં સુધી-તેટલો કાળ જીવ-પુદ્ગલ વિષે જ્ઞાનાવ૨ણાદિનો કર્તા જીવ દ્રવ્ય એવી છે જે મિથ્યા પ્રતીતિ તે અજ્ઞાનપણાથી છે.” આહાહા ! અહીં તો જડકર્મની વાત લીધી છે પણ ભાવકર્મરૂપ જે રાગાદિ છે તે આમાં આવી જાય છે. સમજમાં આવ્યું...?
આહા... હા ! આનંદસ્વરૂપ પ્રભુ આત્મા તેનું જ્યારે સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ આનંદનો અનુભવ થાય છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે. દેવ-ગુરુ-શાસ્ત્રને માને, ભેદરૂપી નવતત્ત્વને માને.. એ સમકિત ? એ સમકિત નથી ભાઈ! વાત તો ઘણી સૂક્ષ્મ છે ભગવાન ! આ તો ૫૨માત્માના ઘ૨ની વાતો છે. સમજમાં આવ્યું?
કહે છે કે—જ્યાં સુધી ‘ વિજ્ઞાનાર્ચી ' ચૈતન્યઘન પ્રભુનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk