________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૨૧
પ્રવચન નં. ૬૨
તા. ૯-૮-'૭૭ કલશ-૫૦ : ઉપર પ્રવચન કર્તાકર્મ અધિકારનો પચાસ નંબરનો કળશ છે.
“ यावत् विज्ञानार्चि: न चकास्ति तावत् अनयो: कर्तृकर्म-भ्रममति: अज्ञानात् ભાતિ” જેટલો કાળ ભેદજ્ઞાનરૂપ અનુભવ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવપુગલ વિષે “જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય” એવી છે જે મિથ્યા પ્રતીતિ તે અજ્ઞાનપણાથી છે.”
કહે છે? કર્મથી અને રાગની ક્રિયાથી પણ આત્મા ભિન્ન છે. કર્મ છે તે અજીવ છે અને પુણ્ય-પાપના ભાવ છે તે આસવ છે. પુણ્ય-પાપ તત્ત્વ છે તેનાથી વિજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. જ્યાં સુધી આવી ભિન્નતાનું ભાન નથી ત્યાં સુધી હું રાગનો કર્તા અને રાગ મારું કર્તવ્ય છે તેમ અજ્ઞાનપણે માને છે. બીજું પુગલની અવસ્થા જે બંધરૂપ થાય છે તે મારું કાર્ય છે અને તેનો હું કર્તા છું તેમ અજ્ઞાનપણે માને છે. ઝીણી વાત છે.
અહીં તો કહે છે-આ જે પુણ્ય-પાપના ભાવ છે તે વિકારી ભાવ છે અને નિશ્ચયથી તો તે પુદ્ગલ જ છે. પ્રભુ ! આવી વાત છે. પુણ્ય-પાપના વિકલ્પ એવો જે રાગ તે આસવ અને શરીર, કર્મ તે અજીવ છે. આ અજીવ અને આસવથી “વિજ્ઞાનાર્વિ:” વિજ્ઞાનઘન ભગવાન ભિન્ન છે. ભગવાન તો વિજ્ઞાનના તેજ સ્વરૂપ છે, એ પ્રભુ; જ્યાં સુધી રાગથી ભિન્ન ન થાય ત્યાં સુધી તે (આત્માને) રાગનો અને પારદ્રવ્યની પર્યાયનો કર્તા માને છે. આવી વાત છે. શ્રી નાટક સમયસારમાં આવે છે...
“ફરે વરમ સો વરતાRTI जो जानै सो जाननहारा।। जो करता नहिं जानै सोई।
નાનૈ સો વરતા નદિ દોડ્ડા રૂરૂ પા” શ્રી જિનેશ્વરદેવ પરમાત્માએ તેમના કેવળજ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને દેખ્યા છે. એ ભગવાનની વાણીમાં જેવું દેખ્યું છે તેવું આવ્યું છે “મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે” ભગવાનને મુખેથી ઓમ્ ધ્વનિ જે નીકળે છે તે હોઠ અને કંઠ હાલ્યા વિના આખા શરીરમાંથી ઓધ્વનિ નીકળે છે. એ ઓમકાર ધ્વનિ સાંભળીને જે ચારજ્ઞાન અને ચૌદપૂર્વની રચના અંતમુહૂર્તમાં કરે છે તે સંતગણમુનિઓના નાયક છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી શાસ્ત્રની રચના કરે છે... એમાંની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk