________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૯
કલશ-૪૯ નિષેધ કરતાં પ્રભુ તારો નકાર થઈ જશે.
“કારણ કે જીવદ્રવ્ય પુગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્યવડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે.”
આહા... હા! રાગથી ભિન્ન પડેલો ચૈતન્ય ભગવાન એનું ભાન થયે જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વ અંધકાર મટે છે. ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા તેનું અંદરમાં ભાન થતાં તે જ્ઞાન સૂર્ય વડે કરીને મિથ્યાત્વ અંધકારનો નાશ થાય છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. સત્ દૃષ્ટિરૂપ ભગવાન આત્મા વિકાર પરિણામનો કર્તા અને પરિણામ કર્મ એવું વ્યવહારથી પણ નથી. વ્યવહારથી ભેદ પાડીને કહેવું હોય તો નિર્મળ પરિણામનો કર્તા જીવ અને નિર્મળ પરિણામ કર્મ એવું છે જે જ્ઞાનસૂર્ય ઉગ્યો અંદર એ મિથ્યાત્વનો નાશ કરે છે અને સમકિતને ઉત્પન્ન કરે છે ધર્મની શરૂઆતની આ વાતો છે.
અ -----------------------
આત્મા જ્ઞાયકને પર શેય એવો શેય-જ્ઞાયક સંબંધ હોવા છતાં 1 ય તે આત્માનું વ્યાપ્ય નથી. શેય સંબંધીના જ્ઞાનમાં શેય નિમિત્ત 1 ! હોવા છતાં શેય આત્માનું વ્યાપ્ય અર્થાત્ કાર્ય નથી. એ રીતે જ્ઞાન 1 તે જ જ્ઞાતાનું કર્મ છે-આમ વિકારાદિ પુદ્ગલ પરિણામનો માત્ર 1 જ્ઞાતા જ રહે છે તે જ્ઞાની છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર. બોલ નં. ૧૦૭) પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા અને દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ્ય. પરમાં તો એને જોવાનું છે જ નહીં. કર્મને આધીન થઈને રાગ કરે છે એ પરતંત્રતા પણ ભોગવવાની તેની પર્યાયમાં યોગ્યતા છે.. અને તે જ વખતે તે રાગથી ભિન્ન દ્રવ્ય સ્વભાવથી શુદ્ધતાનું સામર્થ્ય સદાય એવું ને એવું જ છે એમ દેખે છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર – બોલ નં. ૫૭) /
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk