________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
કલશાકૃત ભાગ-૨ વિરહ પડી ગયા. જ્યાં સાચી વાત બહાર આવે તો કહે..એ ખોટી વાત છે. અરે ! પ્રભુ શું કહે છે બાપુ! એ તને નુકશાનનું કારણ છે.
અહીં કહે છે-દ્રવ્ય ને પર્યાય એક સત્ત્વ નથી ભિન્ન સત્ત્વ છે. એ પુણ્ય ને પાપના ભાવ અને આત્માનો ભાવ એ બન્નેનું એક સત્ત્વ નથી.
“વ્યાયવ્યાપમાવસમ્ભવમ્ Aતે વર્તુસ્થિતિ:વI” પરિણામપરિણામીમાત્ર ભેદની ઉત્પત્તિ વિના “જ્ઞાનાવરણાદિ પુલકર્મનો કર્તા જીવદ્રવ્ય' એવો અનુભવ ઘટતો નથી.
શું કહે છે? અહીં જ્ઞાનાવરણાદિમાં જડ કર્મ લીધું છે પણ અંદર ભાવકર્મ પણ લેવું. જડકર્મ લીધું છે પણ ભાવઘાતિકર્મ જે છે તે પણ પર વસ્તુ છે; આત્મા નથી.
શ્રી પ્રવચનસારની ૧૬મી ગાથામાં આવ્યું છે કે દ્રવ્ય અને ભાવ તે બન્ને ઘાતિકર્મ છે. જડ છે તેની સાથે શું સંબંધ છે? પોતે ભાવઘાત કરે છે ત્યારે દ્રવ્યઘાતિને નિમિત્ત કહેવામાં આવે છે. તે ખરેખર આત્માને ઘાતતું નથી. સમજાણું કાંઈ?
પરિણામી ભગવાન અને નિર્મળ પરિણામ એવા પરિણામ-પરિણામીના ભેદ સિવાય તે રાગનો અને પરનો કર્તા તે ઉપચારમાત્રથી પણ નથી. કેમકે તેમાં વ્યાપ્યવ્યાપકપણું નથી. વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે કર્તા એવો સંબંધ રાગ સાથે નથી. સમજાણું કાંઈ?
જૂના માણસે ઘૂંટયું હોય બીજું અને એમાં નીકળે બીજું એટલે કયાંય મેળ ન ખાય. કયાં લખ્યું હશે આવું? આ જૈનધર્મની વાત હશે? કયાંય બીજે લખ્યું નથી. બધે આ જ કહ્યું છે. ચારેય અનુયોગનો સાર વીતરાગતા છે.
શ્રોતા- તમે તો એકલું સમયસાર વાંચો છો, ને બધા શાસ્ત્રો નહીં ને?
ઉત્તરઃ- વ્યાખ્યાનમાં બધા શાસ્ત્રો વાંચ્યા છે. પ્રવચનસાર, સમયસાર, ઇબ્દોપદેશ, સ્વામિકાર્તિક, પ્રવચનસારના પાછળના અધિકાર, સમાધિતંત્ર, અનુભવ પ્રકાશ ચિવિલાસ આદિ ઘણાં ઘણાં પુસ્તકો વ્યાખ્યાનમાં વંચાય ગયા છે.
શું કહે છે? પરિણામ અને પરિણામીમાત્ર ભેદની ઉત્પત્તિ વિના, આ બેનો ભેદ ભલે હો ! પરિણામી ભગવાન અને પરિણામ વીતરાગી પર્યાય એ ભેદ વિના બીજા સાથે કર્તાકર્મ બિલકુલ છે નહીં. પેલા કહે-નહીં, આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મને છોડે. નિર્જરા કરીને છોડે. બાપુ! એમ નથી ભાઈ ! તને ખબર નથી. ઇન્દોરમાં પંડિતો ભેગા થઈને એમ કહે કે જે કોઈ પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગમ્બર નથી. અહીં કહે છે કેરાગનો કર્તા માને તે દિગમ્બર નથી. દિગમ્બર કોઈ પક્ષ નથી એ તો વસ્તુનું સ્વરૂપ છે. સૂક્ષ્મ વાત છે. થોડું ઝીણું છે! એની “હા” તો પાડો! વસ્તુ આ રીતે જ છે. “હા” પાડ તો આગળ હાલત થઈ જશે. પણ, તે તો નહીં. આવું નહીં. આવું નહીં. આવું નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk