________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
કલશાકૃત ભાગ-૨ એટલે? તેનો અર્થ એમ કે પ્રભુ છે તે વીતરાગ સ્વરૂપે છે. જેમ આત્મા જ્ઞાન-દર્શન સ્વભાવથી ભરેલો છે તેમ આત્મા રાગના ત્યાગ સ્વભાવવાળો છે એટલે કે વીતરાગ સ્વભાવવાળો છે. વીતરાગ અર્થાત્ વત નામ નહીં રાગ જેમાં. આહા... હા! ભગવાન આત્મા રાગના ત્યાગ સ્વભાવ સ્વરૂપ છે.
શ્રોતા:- અમારો આત્મા પણ...? ઉત્તર- બધાના આત્મા. અભવીનો આત્મા પણ રાગના ત્યાગ સ્વભાવે છે. શ્રોતા:- અત્યારે? ઉત્તર:- હા, અત્યારે.
એ વાત પરમાત્મા પ્રકાશમાં છે, ઘણી વાર કહી છે-લોકાલોકના બધા જીવો ત્રિકાળ અને સંપૂર્ણ સ્વભાવથી ભરેલા ભગવાન-જીવ છે. સર્વ જીવો ભગવાન છે તેવી ભાવના કર. ચાર જગ્યાએ આ વાત છે. (૧) સમયસાર બંધ અધિકારમાં છે. (૨) સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં છે. (૩) પરમાત્મ પ્રકાશમાં છે.
આપણે હમણાં વાંચ્યું 'તું; લોકાલોકમાં જેટલા જીવ છે તે સર્વ જીવો અને ત્રણેકાળ પૂર્ણ સ્વભાવથી ભરેલા ભગવાન છે. શ્રીમદ્જીએ પણ કહ્યું છે કે “સર્વ જીવ છે સિદ્ધ સમ.” અભવીનો જીવ પણ સિદ્ધ સમાન છે. તેની પર્યાયમાં ફેર છે. વસ્તુએ તો ભગવાન સ્વરૂપ છે.
એ ઘણી વખત કહ્યું છે. ૮૦ ની સાલની વાત છે-આજથી ૪૮ વર્ષ થયા. એક સ્થાનકવાસીએ મોહનમાળા નામનું પુસ્તક બનાવ્યું 'તું! લીંબડી સંધાળાના મણિલાલ મોહનલાલ હતા... તેમણે બનાવેલું. ત્યારે તો મારી છાપ એવી બધે આકરી કે સાધુ પણ ડરે. સંપ્રદાયના માણસો તેનું માનશે આપણું કોઈ નહીં માને. એ મણિલાલ કરતાં મારી દીક્ષા પછી થયેલ એટલે હું નાનો અને ઉમરમાં પણ મોટા, તે પચાસ પચાવન વરસની દીક્ષાવાળા હતા. પછી મણિલાલે કહ્યું; કાનજી મુનિ શું કહે છે તે બધા સાંભળો!
તે કહે-અભવ્યને ત્રણ આવરણ હોય-મતિ, શ્રત ને અવધિ, પાંચ ન હોય. મેં કહ્યું-બિલકુલ જૂઠી વાત છે. અભવી ને પણ પાંચેય આવરણ છે. તેને એમ કે-અભવીને કેવળજ્ઞાન થતું નથી માટે આવરણ નથી. અભવીને કેવળજ્ઞાન થતું નથી માટે આવરણ નથી એમ કોણે કહ્યું? આવી મોટી ચર્ચા થઈ.
મેં કહ્યું, બાપુ! અભવ્યને પાંચે આવરણ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન તે પાંચેય આવરણ છે. કેમકે શક્તિરૂપે કેવળજ્ઞાન છે. આહા... હા ! અહીંતો ભાઈ ! અંદરથી બેસવું જોઈએ, એમને એમ માની લઈએ તેમ ન ચાલે.
અભવીને પણ કેવળજ્ઞાનાવર્ણી છે. કેવળજ્ઞાન થતું નથી એટલે શું? એતો પર્યાયની વાત થઈ, પરંતુ અભવીનો જીવ કેવળજ્ઞાન સ્વરૂપે બિરાજે છે. તેને કેવળજ્ઞાનાવર્ણી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk