________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
કલશામૃત ભાગ-૨
કામ કોણ કરે ? આ તો બધી અનુભવેલી વાત છે.
બોટાદમાં રાયચંદ ગાંધી હતા. ગૃહસ્થ મોટા માણસ હતા. તે દિ' વેપારમાં પચાસ હજારની પેદાશ, આજથી સાંઈઠ વરસ પહેલાં. તેની દુકાનમાં નોકરો હતા એ જ્યાં સુધી શેઠ ન આવે ત્યાં સુધી નોકરો પગ લાંબા કરીને બેઠા હોય. મોટી બજાર અને બજા૨નાં ખૂણેથી શેઠને આવતાં દેખે એટલે બધા સાવધાન થઈ જાય, ચોપડા ખોલી ને બેસી જાય. એ શેઠને લઈને આ બધું હશે ? પોતે શાંત માણસ હતા, કોઈ ઉ૫૨ ક્રોધ ન કરે. તે ગૃહસ્થ માણસને આબરૂ મોટી તેથી તેને ઘે૨ દ૨૨ોજ પચ્ચીસ-પચાસ માણસો જમતાં જ હોય. ચૂરમાના લાડુ અને કેરીનો રસ ઉડે. તેમની પાસે પૈસા ઝાઝા નહીં, સાત-આઠ લાખ પણ આબરૂ મોટી. તે દિ'નાં એક લાખના અત્યારે પચ્ચીસલાખ બન્ને સરખાં છે. તે એ શેઠના દબાણથી બધા નોકરો સ૨ખાં કામ કરતાં હશે ?
શ્રોતા:- દાખલો શા માટે આપ્યો ?
ઉત્ત૨:- આહાહા !૫૨ના કાર્ય આત્મા કરી શકતો નથી તે માટે દાખલો છે. બરોબર હુકમ ચાલે એટલે કામ સ૨ખાં થાય તેમ નથી. એ હુકમની વાણીનો કર્તા તું નથી.. તો પછી ૫૨નાં કાર્ય તેં કેવી રીતે કર્યાં ? અહીંતો પ્રભુ ૫રમાત્મા, સંતો, વીતરાગી મુનિઓ ૫રમેશ્વર થવાની વાત કરે છે. મુનિપણું એટલે ગજબવાત છે બાપુ ! જેને આત્માના અનુભવ ઉછળી ગયા છે, પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવી છે. જેમ દરિયામાં ભરતી આવે, બાઢ આવે..એમ મુનિઓને તો પર્યાયને કાંઠે અતીન્દ્રિય આનંદની બાઢભરતી આવી છે. આહા.. હા ! મુનિપણું કોને કહીએ બાપુ!
શ્રોતાઃ- એની વિધિ બતાવો!!
ઉત્ત૨:- એજ કહીએ છીએ. અંતર્મુખ થતાં ઉગ્રપણું જે પ્રગટ થાય તે વિધિ છે. અહીં તો કહે છે કે-શુદ્ધઉપયોગમાં આનંદ પ્રગટ થાય તે આત્માનું વ્યાપ્ય નામ કાર્ય અને આત્મા કર્તા તે ઉપચાર માત્રથી છે. ભાષા તો સાદી છે.
પ્રશ્ન:- બે ભિન્ન-ભિન્ન સત્તા છે માટે કર્તા કર્મ નથી?
ઉત્ત૨:- હા, બેય ભિન્ન-ભિન્ન સત્તા છે.
પ્રશ્ન:- દ્રવ્ય પર્યાયની સત્તા એક નથી ?
ઉત્ત૨:- એ તો અભેદ ( નયથી ) એક સત્તા કહી. બાકી પર્યાયની સત્તા પર્યાયથી અને દ્રવ્યની સત્તા દ્રવ્યથી છે. પર્યાયની સત્તાને લઈને દ્રવ્યની સત્તા નથી અને દ્રવ્યની સત્તાને લઈને પર્યાયની સત્તા નથી. બેનું સત્ત્વ એક છે એ તો ૫૨ના સત્ત્વથી ભિન્ન પાડીને કહેવું છે. આ તો અમૃતના સાગર છે. મારગ આવો છે. ભજનમાં આવે છે. વીર પ્રભુ કે યે બોલ તેરા પ્રભુ તુઝમેં હી ડોલે. ”
66
આહા... હા ! એ અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન આત્મા તેમાં વિકારના
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk