________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
66
૨૧૩
ભાવાર્થ આમ છે કે-જેમ ઉપચાર માત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી.
,,
દ્રવ્યને ઉપચારમાત્રથી-વ્યવહા૨થી પોતાના પરિણામનો કર્તા કહે છે. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના અર્થાત્ ધર્મના પરિણામ છે એ (ત્રિકાળી ) દ્રવ્યથી ભિન્ન ચીજ છે; તેથી ભિન્ન ચીજનો કર્તા કહેવો તે ઉપચારમાત્ર છે. આહાહા! વીતરાગી પરિણામ તે જીવનું કાર્ય અને તેનો કર્તા જીવ તે ઉપચારમાત્રથી કથન છે. ભગવાન લોજીકથી અને ન્યાયથી વાત કહે છે.
પ્રશ્ન:- બન્ને વચ્ચે કર્તાકર્મ નથી તો નિમિત્ત નૈમિત્તિક થઈ ગયું?
ઉત્ત૨:- હા, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પરિણામમાં દ્રવ્ય નિમિત્ત જ છે. નિમિત્તનો અર્થ કાંઈ કરતું નથી.
કૈલાસચંદજી પંડિતે, છાપામાં છાપ્યું છે–ક્રમબદ્ધ છે. તે૨ની સાલમાં આજથી વીસ વ૨સ પહેલાં, વર્ણીજી સાથે ચર્ચા થઈ હતી ત્યારે ફેર હતો. ક્રમબદ્ધ નથી અને નિમિત્તથી ( ઉપાદાનમાં ) થાય તેમ માનતા હતા. અરે ! ક્રમબદ્ધનો નિર્ણય ક૨વા જાય તો તેનો બધો ફેંસલો થઈ જાય તેવું છે. જે સમયે જે પર્યાય નિર્મળ થવાની તે કાળે તે થશે.. એવા ક્રમબદ્ધનો જે નિર્ણય કરે તો તેની દૃષ્ટિ જ્ઞાયક ઉપર જાય છે. પર્યાયમાં રહીને પર્યાયનો નિર્ણય પર્યાય ન કરી શકે. પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ કરીને નિર્ણય ક૨શે પર્યાય, પણ તેનું લક્ષ દ્રવ્ય ઉ૫૨ જ જશે.
પ્રશ્નઃ- ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય પછી તેનું કર્તૃત્વ નથી રહેતું ?
ઉત્ત૨:- નહીં. નજ૨ દ્રવ્ય ઉ૫૨ જ જશે. ક્રમબદ્ધ તો પર્યાય છે, પર્યાયનું સ્વરૂપ આ રીતે છે એ નિર્ણય કોણ કરશે ? કોણ જાણશે ? મૂળ તો સા૨ વીતરાગતા છે, તે આખા શાસનનો સાર છે. વીતરાગતાનો અર્થ સ્વનો આશ્રય લે તો વીતરાગતા થાય તે તેનો સાર છે. વાહ રે ! બાર અંગ, ચૌદપૂર્વ અને ચાર અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. શ્રી પંચાસ્તિકાયની ૧૭૨ ગાથામાં કહ્યું છે ને -શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે.. તેનો અર્થ શું થયો ? ચ૨ણાનુયોગમાં બીજું કાંઈ કહેવું છે અને દ્રવ્યાનુયોગમાં બીજું કાંઈ કહેવું છે તેમ નથી. ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. તે વીતરાગતા ઉત્પન્ન કયારે થાય ? તે સ્વનો આશ્રય લ્યે ત્યારે. ચારે અનુયોગનો કહેવાનો આશય એટલો છે કે–સ્વનો આશ્રય લે. આહા.. હા ! બહુ મીઠી ને મધુરી અને સીધી વાતું છે.
આહા.. હા ! અહીંયાતો કહે છે-ઉ૫ચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે. તે માને છે કે–આ હું કરું ને, આમ કરું ને દુકાને થડે બેઠો હોય અને એમ માને કે આ બધા કામ હું કરું છું. નોકરો ઉ૫૨ બરોબર ધ્યાન આપીએ તો વ્યવસ્થિત કામ થાય. હવે ૫૨ના
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk