________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
કલશાકૃત ભાગ-૨ માણસ હતા. આમ પૈસેથી ગરીબ થઈ ગયેલા પણ માણસ ખાનદાન હતા. એ લોકોનો રિવાજ કે –જ્યાં શ્રાવણ મહિનો આવે એટલે શેઠિયા બે-ચાર ભેગા થઈને પાંચ-પાંચ સોપારી લઈને ઘાંચી પાસે જાય, એટલે પેલા સમજે કે વાણીયાનાં પર્યુષણ આવ્યા. શ્રાવણ સુદ એકમથી આપણે ઘાણી બંધ કરવી પડશે. મુસલમાન ભાઈઓ ઘાણી બંધ કરે. કુંભારને ત્યાં જાય પાંચ સોપારી મૂકે એટલે તે સમજે કે-આખો શ્રાવણ મહિનો નિંભાડો નહીં થાય. નિંભાડો સમજો છો ને? માટીના વાસણ પકવે છે. એક મહિનો પૂરો ન થાય ત્યાં સુધી ઘાંચી, કુંભાર કામ શરૂ ન કરે. એક મહિનો તો બંધ રાખે પણ પછીએ શરૂઆત પહેલી કોણ કરે! જે પહેલી શરૂઆત કરે તેને વધુ પાપ લાગે તેમ માનતા. માટે શરૂઆત કરતાં-કરતાં પણ વાર લાગે. આ તો નાની ઉંમરે દશ-બાર વર્ષની હતી. ત્યારે ઉમરાળામાં જોયું છે. તેર વર્ષે તો ઉમરાળા છોડયું. શેઠિયાઓની અને જૈનધર્મની એવી છાપ. શેઠિયા પૈસાવાળા નહીં. પરંતુ શેઠિયા આવ્યા એટલે તે સમજી જાય કે તેમના પર્યુષણના દિવસ આવ્યા છે. મારે એમ કહેવું છે કે-આવું તો મુસલમાને પાળતા. બાપુ! મારગડા જુદા છે નાથ!
અહીં કહે છે-જીવ સત્ત્વથી પુદ્ગલ દ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે. પુણ્ય ને પાપના ભાવ તે નિશ્ચયથી પુદ્ગલ છે, ચૈતન્યની હૈયાતિથી એ સત્ત્વની હૈયાતિ જુદી છે. નિશ્ચયથી વ્યાપ્ય-વ્યાપકતા નથી. ખરેખર આત્મા કર્તા અને પુણ્ય-પાપના ભાવ કર્મ-વ્યાપ્ય-કાર્ય એમ નથી. વ્યાપ્ય વ્યાપકતાનો અર્થ શું કીધો? ભેદ પડ્યો તેનું નામ વ્યવહાર, વ્યવહાર પણ પરનો કર્તા તો છે જ નહીં. આવી વાતું બહુ ઝીણી. ' અરે ! સર્વજ્ઞ પરમેશ્વર કોને કહેવાય? બાપુ! તેં તો એમ ને એમ માની લીધું છે. મો અરિહંતાણમ, સ્મો સિદ્ધાણ. અરિહંત એટલે શું? એક “ક” અક્ષર બોલીએ તેમાં અસંખ્ય સમય જાય. જેના એક સમયમાં ત્રણકાળ ત્રણલોક –જ્ઞાન પર્યાયને જાણતાં જણાય જાય. સમજાણું કાંઈ ? એવી જેની તાકાત પ્રગટ થઈ છે એ પરમાત્માની ઓમ્ ધ્વનિ નીકળે છે. આવે છે ને.
મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” એમને ઓમકાર ધ્વનિ નીકળે એ આવી અક્ષરવાળી વાણી ન હોય. એના ઉપદેશથી લાયક પ્રાણી હોય તે સંશય નિવારે છે.
અરેરે ! આવી વાતને, આ તો નિશ્ચયની છે તેમ કરીને કાઢી નાખે છે. વ્યવહારથી નિશ્ચય થાય, અરે પ્રભુ! વ્યવહારને તો અહીં પુદ્ગલ કહ્યો ને?! એ દયા-દાન, વ્રતપૂજા-ભક્તિના ભાવને તો અહીંયા પુદ્ગલનાં કહ્યાં; તે પુદ્ગલથી આત્માનો અનુભવ થાય? બેના સત્ત્વ ભિન્ન છે ને ! સામે પુસ્તક છે ને? તેનો અર્થ ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk