________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૧૫ કાર્ય કે દી' હોય! એ. અતીન્દ્રિય આનંદનો નાથ જ્યારે જાગ્યો અને તેની પરિણતિ નિર્મળ થઈ એ જ એનું સત્ત્વ છે. પરના સત્ત્વથી તેનું સત્ત્વ જુદું છે. નિશ્ચયથી જોઈએ તો જે વીતરાગી પરિણામનું સત્ત્વ છે તે ચૈતન્ય સત્ત્વથી ભિન્ન છે. ચૈતન્ય સત્ત્વના પ્રદેશથી પર્યાયની સત્તાના પ્રદેશ ભિન્ન છે. આહા. હા! સમજાણું કાંઈ?
આવો મારગ છે અને એ ચોરાસીના અવતાર કરીને રખડીને મરી ગયો છે. એની એને દયા નથી. એને પોતાની દયા નથી હોં! કારણ કે-જેવું સ્વરૂપ છે તેને તે રીતે માનતો નથી તેથી તેને પોતાની દયા નથી.
પ્રશ્ન- બે સત્તા ભિન્ન છે તો પછી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેમ કહ્યો?
ઉત્તર- એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આ રીતે કહ્યું ને !નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો અર્થ જ કાંઈ સંબંધ છે નહીં. એતો સમયસારમાં બસો કળશમાં આવે છે ને ! “નાસ્તિી સર્વોfજ સમ્પન્વ:”
नास्ति सर्वोऽपि सम्बन्ध: परद्रव्यात्मतत्त्वयोः।
कर्तृकर्मत्व सम्बन्धाभावे तत्कर्तृता कुतः।। २००।। આત્માને પર સાથે કોઈ સંબંધ છે જ નહીં. સર્વ સંબંધનો નિષેધ છે. આહા.. હું ! આ તો વીતરાગની વાણી છે બાપુ! દિગમ્બર સંતોની વાણી એટલે આહા.. હા! એતો કેવળી પરમાત્માના વેણ થયાં. તેને સમજવાં, તેને અંતરમાં યથાર્થ બેસાડવા એ તો કોઈ અપૂર્વ પુરુષાર્થ છે બાપુ! આ કંઈ વાતે વડા થાય તેવું નથી. ભાષાથી એમ કહે કે આત્મા અને રાગ જુદા છે, એ જુદી ચીજ છે.. પણ, ભાવથી રાગ અને આત્માને જુદા પાડવા તે વાત છે.
દ્રવ્ય પોતાના પરિણામનો ઉપચાર માત્રથી કર્તા છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા ઉપચારમાત્રથી પણ નથી. આહા. હા! ભગવાન આત્મા ઉપચારમાત્રથી પણ રાગનો કર્તા નથી એમ કહે છે. આહાહા...! રાગને અહીં પરદ્રવ્યમાં અર્થાત્ પુગલમાં નાખ્યા છે. રાગ છે તે અંતરની ચીજ નથી.
શ્રોતાઃ- આ કથન સોનગઢનું છે!? ઉત્તર:- આ પુસ્તક કયાં સોનગઢનું છે? આ ગાથામાં લખેલું છે.
રાગનો ઉપચારમાત્રથી પણ કર્તા નથી કારણ કે એક સત્ત્વ નથી. ખરેખર તો રાગનું અને ચૈતન્યનું સત્ત્વ એક નથી. તેનું સત્ત્વ જ ભિન્ન છે. આહાહા..! આ દયાદાન, વ્રત-ભક્તિ-પૂજા એનો જે વિકલ્પ છે તેનું સત્ત્વ અને ચૈતન્યનું સત્ત્વ એ બે તદ્દન ભિન્ન છે. કેમકે જે રાગ છે તે અજીવ છે, અચેતન છે, જડ છે, કલુષિત છે, દુઃખ છે. ભગવાન તેનાથી જુદી સત્તા છે. તે આનંદ છે, જીવ છે, શુદ્ધ છે, પવિત્ર છે, વીતરાગ છે.
આહા... હા! આજે આવ્યું હતું ને કે ભગવાન રાગના ત્યાગ સ્વભાવવાળો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk